Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 386
________________ અધ્યયન-૮ચૂલિકા-૨ ૩૮૩ બાકી રહેલી આલોચના તે મહામુનિએ યાદ કરાવી આપી કે- તે સમયે રાજસભામાં તું બેઠેલી હતી ત્યારે ગૃહસ્થ ભાવમાં રાગ સહિત તેમજ સ્નેહાભિલાષથી મને નિરખ્યો હતો તે વાતની આલોચના. હે દુષ્કરકારિકે! તું કર ! જેથી તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તથા કપટનું ઘર એવી પાપ સ્ત્રી સ્વભાવના કારણે આ સાધ્વીના સમુદાયમાં નિરંતર વાસ કરનારી અમુક રાજાની પુત્રી ચક્ષુ કુશીલ અથવા કુદ્રષ્ટિ કરનારી છે એવી મારી ખ્યાતિ રખે થઈ જાય તો ? એમ વિચારીને હે ગૌતમ ! તે નિભાગિણી શ્રમણીએ કહ્યું કે - હે ભગવંત! આવા કારણથી મેં તમોને રાગવાળી દ્રષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભાલાષા કરતી હતી, પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમરૂપ તારુણ્ય યૌવન લાવણ્ય કાંતિ સૌભાગ્યકળાનો સમુદાય, વિજ્ઞાન જ્ઞાનાતિશય વગેરે ગુણોની સમૃદ્ધિથી અલંકૃત છો તે પ્રમાણો વિષયોમાં નિરભિલાષી અને ધૈર્યવાળા તે પ્રમાણે છો કે નથી, તેમ તમારું માપ તોલવા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પણ રાગભિલાષાની ઈચ્છાથી વૃષ્ટિ કરી ન હતી. અથવા આજ આલોચના થાઓ. આમાં બીજો કયો દોષ છે? મને પણ આ ગુણ કરનારો થશે. તીર્થમાં જઈને માયા કપટ કરવાથી શું વધારે ફાયદો ? કુમારમુનિ વિચારવા લાગ્યા કે - અત્યન્ત મહા સંવેગ પામેલ એવી સ્ત્રીને સો સૌનેયો કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપલ સ્વભાવ છે તે જાણી શકાય છે અથવા તો તેના મનોગત ભાવ જાણવા ઘણા દુષ્કર છે. એમ ચિંતવીને મુનિવરે કહ્યું કે ચપલ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. જુઓ ! જુઓ ! આટલા માત્ર ટુંકા સમયમાં કેવા પ્રકારનું કપટ કેળવ્યું ? અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલખ્યપલઅસ્થિર-ચંચલ સ્વભાવો ! એકના વિશે માનસ ની સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી, અહો સમગ્ર અકાર્ય કરનારી ભાંડનારી, સ્કૂલના પામનારી, અહો સમગ્ર અપયશ અપકીર્તિ ને વૃદ્ધિ પમાડનારી, અહો પાપ કર્મી કરવાના અભિમાની આશયવાળી, પરલોકમાં અંધકારની અંદર ઘોર ભયંકર ખણજ, ઉકળતા કડાયામાં તેલમાં તળાવાનું, શામલી વૃક્ષ, કુંભમાં રંધાવાનું, વગેરે દુઃખ સહન કરવા પડે તેવી નારકીમાં જવું પડશે. એના ભય વગરની ચંચળ સ્ત્રીઓ હોય છે. આ પ્રકારે કુમાર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. તેની વાતનો સ્વીકાર ન કરતા ધર્મમાં એક રસિક એવા કુમાર મુનિ અતિપ્રશાન્ત વદનથી પ્રશાન્ત મધુર અક્ષરોથી. ધદિશના કરવા પૂર્વક રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીને કહ્યું કે - હે દુષ્કર કારિકે આવા માયાના વચન બોલીને અત્યન્ત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટ દાયક ,દુષ્કર, તપ, સંયમ, સ્વાધ્યાય ધ્યાન વગેરે કરીને જે તે સંસાર ન વધે તેવો મોટો પુણ્યપ્રકર્ષ એકઠો કરેલો છે. તેને નિષ્ફલ ન કર. અનંત સંસાર આપનાર એવા માયા-દંભ કરવાનું કોઈ પ્રયોજન નથી. નિઃશંકપણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો કર અથવા જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક થાય છે, ધમેલું સુવર્ણ એક જોરવાળી ફૂંક માત્રમાં તેની કરેલી મહેનત નિરર્થક જાય છે, તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી સ્વજનાદિકનો ત્યાગ કરી કેશ લોચ કર્યો. ભિક્ષા ભ્રમણ, ભુમિ પર શય્યા કરવી, બાવીશ પરિષહો સહેવા, ઉપસર્ગ સહેવો, એ વગેરે જે કલેશો સહન કર્યા તે સર્વ કરેલા ચારિત્ર અનુષ્ઠાનો તારા નિરર્થક થશે? ત્યારે નિભગીએ જવાબ આપ્યો કે - હે ભગવંત ! શું આપ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396