Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 384
________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૮૧ પ્રકારના અશ્વો પર આરૂઢ થઈને વનમાં, ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં, બીજાં એકાન્ત પ્રદેશમાં ગયા. ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. ત્યારે જમણી અને ડાબી ભુજાના. કર પલ્લવથી મસ્તકના કેશનો લોચ કરતો કુમાર જોવામાં આવ્યો. તેની આગળ સુવર્ણના આભુષણો અને વસ્ત્ર સજાવટ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત કરતા જયજયકારના મંગલ શબ્દો ઉચ્ચારતા, રજોહરણ પકડેલા અને હલસ્તકમલની રચેલી અંજલિ યુક્ત દેવતાઓ તેને દેખીને વિસ્મયપામેલા મનવાળા લેપકર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઉભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ દય અને રોમાંચ કંચુકથી આનંદિત થએલા શરીરવાળા આકાશમાં રહેલા પ્રવચન દેવતાએ “નમો અરિહંતાણં' એમ ઉચ્ચારણ કરીને તે કુમારને આ પ્રમાણે કહ્યું કે [૧૪૯૯-૧૫૦૩] જેઓ મુષ્ઠિના પ્રહાર માત્રથી મેરુને ચુરી નાખી શકે છે, પૃથ્વીને પી જાય છે, ઈન્દ્રને સ્વર્ગમાંથી ઢાળી શકે છે, ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ શિવકલ્યાણ કરનાર થાય છે પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં આવી શકતો નથી. ખરેખર તે જ જન્મેલો છે એમ ગણાય, તે જ ત્રણે ભુવનને વંદન કરવા યોગ્ય છે, તે જ પુરુષ છે કે સ્ત્રી ગમે તે હોય જે કુલમાં જન્મ પામીને શીલનું ખંડન કરતા નથી. પરમ પવિત્ર સત્પષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર, એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. એમ બોલીને હે ગૌતમ ! પ્રવચન દેવતાઓએ કુમાર ઉપર પુષ્પની વૃષ્ટિ છોડી, ફરી પણ દેવતા કહેવા લાગ્યા કે - [૧૫૦૪-૧૫૦૦ જગતના અજ્ઞાની આત્માઓ પોતાના કર્મથી કષાય કે દુષ્પી થયા હોય તો દેવ-ભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પોતાના આત્માને ગુણોમાં સ્થાપન કરતો નથી. દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના સ્વીકારે છે. આ દેવ-ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, સમાન રીતે દરેકને જોનાર, અને તેમાં સર્વ લોક વિશ્વાસ રાખનારા હોય છે. જે જે કંઈ પણ કમનસારે પ્રાપ્ત થાય છે, તેનો નિક્ષેપ કે ત્યાગ દેવ કરાવતો નથી. તે હવે તમે સર્વજનો બોધ પામો. અને સર્વોત્તમ શીલ ગુણથી મહર્બિક એવા કુમારના ચરણ કમળમાં તામસ ભાવ રહિત બની પ્રણામ કરો. એમ બોલીને દેવતા અદ્રશ્ય થયો. [૧૫૦૭] આ પ્રસંગ દેખીને તે ચતુર રાજપુરુષોએ જલ્દી રાજા પાસે પહોંચીને દેખેલો વૃતાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને ઘણા વિકલ્પો રૂપ તરંગમાલા વડે પુરાતા બ્દયસાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભય સહિત ઉભો થયો. ત્રાસ અને વિસ્મય યુક્ત દયવાળો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વગાત્રવાળો મહાકૌતુકથી કુમાર દર્શનની અત્યંત ઉત્કંઠાવાળો તે પ્રદેશમાં આવ્યો. સુગૃહીત નામવાળા મહાયશસ્વી મહાસત્ત્વાળા મહાનુભાવ કુમારના રાજાએ દર્શન કર્યા. અપ્રતિપાતિ મહાઅવધિજ્ઞાનના પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા સુખ દુઃખો સમ્યકત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, કર્મબંધ, તેની સ્થિતિ, તેથી મુક્તિ કેમ થાય? વૈર બન્ધવાળા રાજાદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો ઉપદેશ આપે છે. સુખપૂર્વક બેઠેલા સૌધમધપતિ ઈન્દ્રમહારાજાએ મસ્તક પર ધરી રાખેલા સફેદ છત્રવાળા કુમારને દેખીને પૂર્વે કોઈ પણ વખત ન દેખેલું એવું આશ્ચર્ય દેખીને પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396