Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 375
________________ ૩૭૨ મહાનિસીહ-૮-૧૪૮૪ તેના બદલે મગનો પાલો આપો. ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી. અને દેખે છે તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈને સુજ્ઞશ્રી હાહાર કરીને શોર બકોર કરવા લાગી. તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી આવી પહોંચ્યા. પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓએ પૂછ્યું કે - હે ભટ્ટી દારિકા? આ તમને એકદમ શું થઈ ગયું? ત્યારે સાવધાન થએલી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે અરે ! તમે રક્ષણ વગરની મને ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જલ નદીમાં મને ઉભી ન રાખો અરે દોરડા વગરના સ્નેહપાશમાં જકડાએલી મને મોહમાં ન સ્થાપો. જેમકે આ મારા પુત્ર, પુત્રી,. ભત્રીજાઓ છે. આ પુત્રવધુ, આ જમાઈ, આ માતા આ પિતા છે, આ મારા ભરિ છે, આ મને ઈષ્ટ પ્રિય મનગમતા કુટુંબીવર્ગ, સ્વજનો મિત્રો, બન્ધવર્ગ પરિવારવર્ગ છે. તે અહિં પ્રત્યક્ષ જ ખોટા માયાવાળા છે. તેમના તરફની બંધુપણાની આશા મૃગતૃષ્ણા સરખી નિરર્થક છે. આ જગતમાં દરેક પોતાના કાર્યના અર્થી-સ્વાર્થી લોકો છે. તેમાં મારાપણાનો ખોટો ભ્રમ થાય છે, પરમાર્થથી વિચાર કરીએ તો કોઈ સાચા સ્વજન નથી જ્યાં સુધી સ્વાર્થ સધાય છે ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધુ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે. ઈષ્ટ મિષ્ટ પ્રિય નેહી કુટુંબી સ્વજન વર્ગ મિત્ર બંધું પરિવાર વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેકને પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિમાં વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા, ન કોઈ કોઈની પુત્રી, ન કોઈ કોઈના જમાઈ, ન કોઈ કોઈના પુત્ર, ન કોઈ કોઈની પત્ની, ન કોઈ કોઈના ભતર, ન કોઈ કોઈના સ્વામી, ન કોઈ કોઈના ઈષ્ટ મિષ્ટ પ્રિયકાન્ત કુટુમ્બી સ્વજન વર્ગ મિત્ર બંધુ પરિવાર વર્ગ છે. કારણકે જુઓને ત્યારે પ્રાપ્ત થએલા કંઈક અધિક નવ માસ સુધી કુક્ષિમાં ધારણ કરીને અનેક મિષ્ટ મધુર ઉષ્ણ તીખા લુખ્ખા સ્નિગ્ધ આહાર કરાવ્યા, સ્નાન મર્દન કર્યો, તેના શરીર કપડાં ધોયા, શરીર દબાવ્યા, ધન ધાન્યાદિક આપ્યા. તેને ઉછેરવાનો મહા પ્રયત્ન કર્યો, તે વખતે એવી આશા રાખી હતી. કે પુત્રના રાજ્યમાં મારા મનોરથો પૂર્ણપણે પુરાશે. અને સ્નેહી વર્ગની આશાઓ પુરી કરીને હું અતિશય સુખમાં મારો સમય પસાર કરીશ. મેં ધાર્યું હતું તેના કરતાં તદ્દન વિપરિત હકીકત બની છે. હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિના ઉપર અર્ધક્ષણ પણ નેહ રાખવો યોગ્ય નથી. જે પ્રમાણે મારા પુત્રનો વૃતાન્ત બન્યો છે તે પ્રમાણે ઘરે ઘરે ભૂતકાળમાં આવા વૃતાન્તો બન્યા છે. વર્તમાનમાં બને છે, અને ભવિષ્યકાળમાં પણ આવા બનાવો બનશે. તે બધુ વર્ગ પણ માત્ર પોતાના કાર્યો સિદ્ધ કરવા માટે ઘટિકા મુહુર્ત તેટલો કાળ તથા સ્નેહપરિણામ ટકાવીને સેવા કરે છે. માટે તે લોકો ! અનંત સંસારના ઘોર દુઃખ આપનાર એવા આ કૃત્રિમ બન્ધ અને સંતાનોનું મારે કંઈ પ્રયોજન નથી. માટે હવે રાતદિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન કરો. ધર્મ એ જ ધન, ઈષ્ટ, પ્રિય, કાન્ત, પરમાર્થથી હિતકારી, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ છે. ધર્મ એ જ સુંદર દર્શનીય રૂપ કરનાર, પુષ્ટિ કરનાર, બળ આપનાર છે. ધર્મ જ ઉત્સાહ કરાવનાર, ધર્મ જ નિર્મલ યશ કીર્તિને સાધી આપનાર છે. ધર્મ એ જ પ્રભાવના કરાવનાર, શ્રેષ્ઠતમ સુખની પરંપરા આપનાર હોય તો ધર્મ છે. ધર્મ એ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396