Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 367
________________ ૩૬૪ મહાનિસીહ – ૭/-/૧૩૯૯ આપનાર એવું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છાવાળા કદાચ તે ભવમાં સિદ્ધી ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિ પામીને પછી સુકુલમાં ઉત્પન થઈ એકદમ સમ્યક્ત્વ પામીને સુખ પરંપરા અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય છે અને સિદ્ધિ પામે છે. હે ગૌતમ ! આ પ્રમાણે કહું છું. [૧૪૦૦] હે ભગવંત ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ કરાય છે ? હે ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક રાત્રિ દિવસના દરેક સમયવના પ્રાણનો નાશ કરવો ત્યારથી માંડીને બાલવૃદ્ધ નવદીક્ષિત ગણનાયક રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપાતિ એવા મહા અવધિ-મનઃપર્યવ જ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષુકોને એકાંત અભ્યુત્થાન યોગ્ય આવશ્ય ક્રિયા સંબંધે આ સામાન્ય પ્રાયશ્ચિત ઉપદેશેલું છે. પરંતુ આટલું જ માત્ર પ્રાયશ્ચિત છે, એમ રખે ન માનશો. હે ભગવંત ! શું અપ્રતિપાતિ મહા અવધિ-મનઃપર્યવજ્ઞાનની છદ્મસ્થ વીતરાગ તેમને સમગ્ર આવશ્યકોના અનુષ્ઠાન કરવા જઈએ. હે ગૌતમ ! જરૂ૨ તેમને કરવા જોઈએ. એકલા માત્ર આવશ્યકો કરવા જોઈએ તેમ નહિ. પરન્તુ એકી સાથે નિરંતર સતત આવશ્યકાદિ અનુષ્ઠાનો કરવા જોઈએ. હે ભગવંત ! કેવી રીતે ? હે ગૌતમ ! અચિંત્ય, બલ, વીર્ય, બુદ્ધિ, જ્ઞાનાતિશય અને શક્તિના સામર્થ્યથી કરવા જોઈએ, હે ભગવંત ! કયા કારણે ક૨વા જોઈએ ? હે ગૌતમ ! રખેને ઉત્સુત્ર ઉન્માર્ગનું મારાથી પ્રવર્તન ન થાય. અથવા થયું હોયતો; તેમ કરીને આવશ્યક કરવું જોઈએ. [૧૪૦૧] હે ભગવંત ! વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત કેમ નથી કહેતા ? હે ગૌતમ ! વર્ષાકાલે માર્ગમાં ગમન, વસતિનો પિરભોગ કરવા વિષયક ગચ્છાચારની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિષયક, સંઘ આચારનું અતિક્રમણ, ગુપ્તિઓનો ભેદ થયો હોય, સાત પ્રકારની માંડલીના ધર્મનું અતિક્રમણ થયું હોય, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથે વંદન આહારાદિકનો વ્યવહાર કર્યો હોય, અવિધિથી પ્રવજ્યા આપી હોલો, કે વડી દીક્ષા આપવાથી લાગેલા પ્રાયશ્ચિત, અયોગ્ય-અપાત્રને સુત્ર, અર્થ તદુભયની પ્રજ્ઞાપના કરવાથી લાગેલ અતિચાર, અજ્ઞાન વિષયક એક અક્ષર આપવાથી થયેલ દોષ, દૈવસિક, રાત્રિક, પાક્ષિક, માસિક, ચારમાસિક, વાર્ષિક, આલોક સબંધી, પરલોક સબંધી, નિદાન કરેલ હોય, મુલગુણોની વિરાધના, ઉત્તરગુણોની વિરાધના, જાણી જોઈને કે અજાણતા કરેલ, વારંવાર નિર્દયતાથી દોષ સેવન કરે, પ્રમાદ અભિમાનથી દોષ સેવન કરે, આશાપૂર્વકના અપવાદથી દોષ સેવન કરેલા હોય, મહાવ્રતો, શ્રમણધર્મ, સંયમ, તપ, નિયમ, કષાય, ગુપ્તિ, દંડ વિષયક, મદ, ભય, ગારવ, ઈન્દ્રિય વિષયક સેવેલા દોષો, આપત્તિકાળમાં રૌદ્ર-આર્તધ્યાન થવું, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ વિષયક, દુષ્ટ, ક્રુર, પરિણામ થવાના કારણે ઉત્પન થયેલા મમત્વ, મુચ્છા, પરિગ્રહ આરંભથી થએલ પાપ, સમિતિનું અપાલન, પારકાની ગેરહાજરીમાં તેની પાછળ નિંદા કરવી, અમૈત્રીભાવ, ધર્માન્તરાય, સંતાપ, ઉદ્વેગ, માનસિક અશાન્તિથી ઉત્પન્ન થયેલ પાપ, સંખ્યાતીત આશાતનાઓ પૈકી કોઈ પણ અશાતનાથી ઉત્પન થયેલ, પ્રાણવધ કરવાથી થએલ, મૃષાવાદ બોલવાથી થએલ, વગર આપેલ વસ્તુ ગ્રહણ કરવાથી ઉત્પન્ન થએલ, મૈથુન. સેવન વિષયક ત્રિકરણ યોગ પૈકી ખંડિત થએલ પાપ વિષયક, પરિગ્રહ કરવાથી ઉત્પન થએલ, રાત્રિભોજન વિષયક, માનસિક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396