Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 343
________________ ૩૪૦ મહાનિસીહ- ૬/૧૧૯૩ મૃત્યુ પામી. [૧૧૯૪-૧૧૯૮] ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વછંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે કલેશ, યુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘરે કુત્સિત. કાર્ય કરનારી હલકી ચાકરડી પણે ઉત્પન્ન થી, ખંડોષ્ઠા એવું તેનું નામ પાડ્યું. ઘણું મીઠું મીઠું બોલનારી મદ્ય-ઘાસની ભારીને વહન કરનારી સર્વ વેશ્યાઓનો વિનય કરનારી અને તેઓની વૃદ્ધાનો ચારગણો વિનય કરનારી હતી. તેનું લાવણ્ય કાંતિથી યુક્ત હોવા છતાં પણ તે મસ્તકે કેશ વગરની બોડી હતી. કોઈક સમયે વૃદ્ધા ચિંતવવા લાગી કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ અને કાંતિ કે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી તો તેના નાક, કાન અને હોઠને એવા વિરૂપવાળા કપા કરી નાખું. [૧૧૯૯-૧૨૦૨] જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ નહિં ઈચ્છશે. અથવા તો પુત્રી સરખી તેને આ પ્રમાણે કરવું યુક્ત નથી. આ ઘણીજ વિનીત છે. અહીંથી બીજે ચાલી જશે તો હું તેને તેવી કરી મુકું કે કદાચ બીજા દેશમાં ચાલી જાય તો ક્યાંય પણ રહેવાનું સ્થાન ન પામી શકે. અને પાછી આવે. તેનું એવું વશીકરણ આપે કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય. હાથ પગની બેડીઓ પહેરાવું જેથી નિયંત્રણા કરેલી ભટક્યા કરે, વળી, જુના કપડા પહેરાવું અને મનમાં સંતાપ કરતી શયન કરે. [૧૨૦૩-૧૨૦૮] ત્યાર પછી ખંડ ઓષ્ઠાએ પણ સ્વપ્નમાં સડી ગએલો ગુપ્તભાગ, બેડીમાં જકડાતી, કાન નાકને કાપેલા હોય તેવી પોતાને દેખી સ્વપ્નનો પરમાર્થ વિચારીને કોઈ ન જણે તેવી રીતે ત્યાંથી નાઠી અને કોઈ પ્રકારે ગામ-પુર-નગર પટ્ટણમાં પરિભ્રમણ કરતી કરતી છ માસ પછી સંખેડ નામના ખેટકમાં પહોંચી. ત્યાં કુબેર સરખા વૈભવવાળા રંડા પુત્રની સાથે જોડાઈ. પહેલાની પરણેલી તેની પત્ની ઈષ્યથી તેના ઉપર અતિશય બળતરા કરવા લાગી.તેમના રોષથી ફફડતી એ પ્રમાણે તેણે કેટલાંક દિવસો પસાર કર્યો. એક રાત્રે ખંડોષ્ઠા ભરનિંદ્રામાં સુતેલી હતી તેને દેખીને એકદમ ચૂલા પાસે દોડીને ગઈ અને સળગતું કાષ્ઠ ગ્રહણ કરીને પાછી આવી. તે સળગતું લાકડાને તેના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘુસાડી દીધું કે ગુપ્ત ભાગ ફાટી ગયો. અને હૃદય સુધી તે સળગતું લાકડું પહોંચી ગયું ત્યાર પછી દુખપૂર્ણ સ્વરથી આક્રન્દ કરવા લાગી. ચલાયમાન પાષણ સરખી આમતેમ ગબડતી સરકવા લાગી. [૧૨૦૯-૧૨૧૪] વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઉભી ન થઈ શકે એવા પ્રકારના તેને ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી ને યાદ ન કરે. ત્યારે હે ગૌતમ ! કુંભારની શાળામાંથી લોઢાની કોષ લાવીને લાલચોળ રંગ થાય તેટલી તપાવીને તણખા ઉડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં તેને જોરથી ઘુસાડી. એ પ્રમાણે તેના ભારી દુઃખથી આક્રાન્ત થએલી ત્યાં મૃત્યું પામીને હે ગૌતમ! ચક્રવર્તીની સ્ત્રી રત્ન પણે ઉત્પન થઈ. આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેના ફ્લેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના નાના ટુકડા કર્યા અને ત્યાર પછી શ્વાન કાગડા વગેરેને ખાવા માટે દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ ઘરે આવી પહોંચ્યો. તેણે પણ દોષ ગુણની તપાસ કરી અને મનમાં ઘણો વિકલ્પ કરવા લાગ્યો. સાધુના ચરણ કમળમાં પહોંચી દીક્ષા અંગીકાર કરી મોક્ષે ગયો. [૧૨૧૫-૧૨૧૯] હવે લક્ષ્મણા દેવીનો જીવ ખંડોષ્ઠીપણામાંથી સ્ત્રીરત્ન થઈને હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396