Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 348
________________ અધ્યયન-૬ ૩૪૫ માત્ર પોતાના હાથથી પોતાનો અધોભાગ ધોઈને કદાપિ પણ ભૂમિપર પગ સ્થાપવાનો. વિચાર કરતો નથી જે દુર્બલ પદાર્થોની અભિલાષાવાળો હતો. એવો મનુષ્ય પણ આવી અવસ્થા પામ્યો. [૧૨૯૩-૧૨૯૭] જો તેને કહેવામાં આવે કે મહાનુભાવ ધર્મકર તો પ્રત્યુત્તર આવે કે તે કરવા હું સમર્થ નથી. તો હે ગૌતમ ! અધન્ય નિભંગી, પાપ કર્મ કરનાર એવા પ્રાણીઓને ધર્મ સ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની કદાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓ આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો કહેવો જેમ ખાતા પીતા અમને સર્વ થશે, તો જે જેને ઈચ્છે તે તેની અનુકૂલતા પ્રમાણે ધર્મ પ્રવેદન કરવો. તો વ્રત નિયમ કર્યા વગર પણ જીવો મોક્ષને. ઈચ્છે છે, તેવા પ્રાણિઓને રોષ ન થાય, તે રીતે તેઓને ધર્મકથન કરવો. પરંતુ તેઓને (સીધું એકદમ) મોક્ષનું કથન ન કરવું એવાનું મોક્ષ થાય નહિ અને મૃષાવાદ લાગે. [૧૨૯૭-૧૩૦૨] બીજું તીર્થકર ભગંવતોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય, સ્વચ્છેદ વર્તન ભૂતકાળમાં હતું નહિ, અને ભવિષ્યકાળમાં હશે નહિ. હે ગૌતમ ! તીર્થંકર ભગવંતો કદાપિ મૃષાવાદ બોલતા જ નથી. કારણકે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, આખું જગત સાક્ષાત્ દેખે છે. ભુતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, પુણ્ય-પાપ તેમજ ત્રણે લોકમાં જે કંઈ છે તે સર્વે તેમને પ્રગટ છે, કદાચ પાતાળ ઉર્ધ્વમુખવાળું થઈ સ્વર્ગમાં ચાલ્યું જાય, સ્વર્ગ અધોમુખ થઈને નીચે જાય તો પણ નક્કી તીર્થંકરનું વચન ફેરફાર થતું નથી. જ્ઞાન-દર્શન-ચારિત્ર ઘોર અત્યન્ત દુષ્કર તપ સંગતિનો માર્ગ વગેરેને યથાસ્થિત પ્રગટપણે પ્રરૂપે છે. નહિંતર વચન, મન કે કર્મથી તે તીર્થકરો નથી. [૧૩૦૩-૧૩૦૪] કદાચ તત્કાલ આ ભુવનનો પ્રલય થાય તો પણ તેઓ સર્વ જગતના જીવો, પ્રાણિઓ, ભૂતોનો એકત્વ હિત થાય તે પ્રમાણે અનુકંપાથી યથાર્થ ધર્મને તીર્થકર કહે છે, જે ધર્મને સારી રીતે આચરવામાં આવે તો તેને દુર્ભગતાનું દુઃખ દારિદ્ર રોગ શોક દુર્ગતિનો ભય થતો નથી. તેમજ સંતાપ ઉદ્વેગ પણ થતાં નથી. [૧૩૦પ-૧૩૦૬] હે ભગવંત અમો એમ કહેવા માગતા નથી કે પોતાની સ્વેચ્છાએ અમે વર્તન કરીએ. માત્ર એટલું જ પુછીએ છીએ કે જે જેટલું શક્ય હોય તેટલું તે કરી શકે. હે ગૌતમ ! એમ કરવું યુક્ત નથી, તેમ ક્ષણવાર મનથી ચિંતવવું હિતાવહ નથી જે એમ જાણતો ધારવું કે તેનું બલ હણાયેલું છે. [૧૩૦૭-૧૩૧૦] એક મનુષ્ય ઘેબરખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજો માંસ સહિત મદિરા, ત્રીજો સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય વળી ચોથો એ પણ ન કરી શકે, બીજો તર્ક કરવા પૂર્વક પક્ષની સ્થાપના કરે અથતુ વાદ વિવાદુ કરી શકે, બીજો કલેશ કરવાના સ્વભાવવાળો આ વિવાદ ન કરી શકે. એક બીજાનું કરેલું જોયા કરે અને બીજો બડબડાટ કરે. કોઈક ચોરી, કોઈક જાર કર્મ કરે, કોઈક કંઈ પણ કરી શકતો નથી. કેટલાંક ભોજન કરવા કે પોતાની પથારી છોડવા સમર્થ થતાં નથી. અને માંચા ઉપર બેસી રહેવા શક્તિમાન થાય છે. હે ગૌતમ ! ખરેખર મિચ્છામિ દુક્કડ પણ આવા પ્રકારનું આપવાનું અને કહેતાં નથી. બીજું પણ તું જે કહે છે તેનો આપું તને જવાબ. [૧૩૧૧-૧૩૧૩ કોઈ મનુષ્ય આ જન્મમાં સમગ્ર ઉગ્ર સંયમ તપ કરવા સમર્થ ન થઈ શકતો હોય તો પણ સદ્ગતિ મેળવવાની અભિલાષા વાળો છે. ને પક્ષીના દુધનો, એક કેશ ઉખેડવાનો, રજોહરણની એક દશી ધારણ કરવી-તેવા નિયમ ધારણ કર્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396