Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૩પ૦
મહાનિસીહી -/૧૩૭પ થએલો, વળી નિયાણું સંસાર વૃદ્ધિનું મુલ હોવાથી તેનાથી રહિત થએલો અથતું નિગ્રન્થ પ્રવચનની આરાધના આલોક કે પરલોકના બાહ્ય સુખો મેળવવાની અભિલાષાથી નહિં કરતો, “માયા સહિત જુઠ બોલવું તેનો ત્યાગ કરનાર એવા સાધુ કે સાધ્વી ઉપર કહેલા ગુણોથી યુક્ત મેં કોઈ પ્રકારે પ્રમાદ દોષથી વારંવાર ક્યાંક કોઈપણ
સ્થાને વચન મન કે કાયાથી ત્રિકરણ વિશુદ્ધિથી સર્વભાવથી સંયમની આચરણા કરતાં કરતાં અસંયમથી સ્કૂલના પામે તો તેને વિશુદ્ધિ સ્થાન હોય તો માત્ર પ્રાયશ્ચિત છે.
હે ગૌતમ! તે કારણે તેને પ્રાયશ્ચિતથી વિશુદ્ધિનો ઉપદેશ આપવો પણ બીજા પ્રકારે નહિ તેમાં જે જે પ્રાયશ્ચિતના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત કહેલું છે તેનેજ. નિશ્ચિત-અવધારિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. હે ભગવંત! કયા કારણથી કહેવાય છે કે તે જ પ્રાયશ્ચિત નિશ્ચિત પ્રાયશ્ચિત કહેવાય છે ? હે ગૌતમ ! આ પ્રાયશ્ચિત સૂત્રો અસંતર અર્ણતર ક્રમવાળાં છે, અનેક ભવ્યાત્માઓ ચાર ગતિ સ્વરૂપ સંસારના કેદખાનામાંથી બદ્ધ સૃષ્ટ, નિકાચિત દુખે કરીને મુક્ત કરી શકાય તેવા ઘોર પૂર્વ ભવમાં કરેલા કર્મરૂપ બેડીનો ચૂરો કરીને જલ્દી મુક્ત થશે. બીજું આ પ્રાયશ્ચિત સુત્ર અનેક ગુણસમુદ્રથી યુક્ત દૃઢવ્રત અને ચારિત્રવંત હોય, એકાંતે યોગ્ય હોય તેવાને આગળ જણાવીશું તેવા પ્રદેશમાં ચાર કાન સાંભળી અથતુિ ત્રીજો ન સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપણા કરવી તથા જેની જેટલા પ્રાયશ્ચિતથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તે પ્રમાણે તેને રાગ-દ્વેષ રહિતપણે ધર્મમાં અપૂર્વ રસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહિત કરવાપૂર્વક યથાસ્થિત ન્યુનાધિક નહિં તેવા પ્રકારનું તેટલું પ્રાયશ્ચિત્ત આપવું. આ કારણથી એમ કહાં છે કે હે ગૌતમ! તેવું જ પ્રાયશ્ચિત પ્રમાણિત અને ટંકશાળી થાય છે. તેને નિશ્ચિત અવધારિત પ્રાયશ્ચિત કહેછે.
[૧૩૭૬-૧૩૭૭] હે ભગવંત ! કેટલા પ્રકારના પ્રાયશ્ચિતો ઉપદેશેલા છે ? હે ગૌતમ! દશ પ્રકારના પ્રાયશ્ચિતો ઉપદેશેલા છે, તે પારંચિત સુધીમાં અનેક પ્રકારનું છે. હે ભગવંત! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિતસુત્રના અનુષ્ઠાનનું વહન થશે? હે ગૌતમ! કલ્કી નામનો રાજા મૃત્યુ પામશે. એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે તેમજ શ્રીપ્રભ નામના અણગાર થશે ત્યાં સુધી પ્રાયશ્ચિત સુત્રના અનુષ્ઠાન વહન થશે. હે ભગવંત ! ત્યાર પછીના કાળમાં શું થશે? હે ગૌતમ! ત્યાર પછીના કાળમાં કોઈ પુણ્યભાગી નહિં થશે કે જેને આ શ્રુતસ્કંધ પ્રરૂપાશે.
[૧૩૭૮] હે ભગવંત! પ્રાયશ્ચિતના સ્થાનો કેટલા છે? હે ગૌતમ ! પ્રાયશ્ચિતોના સ્થાનો સંખ્યાતીત કહેલાં છે. હે ભગવંત! તે સંખ્યાતીત પ્રાયશ્ચિત સ્થાનોમાનું પ્રથમ પ્રાયશ્ચિતનું પદ કયું ? હે ગૌતમ ! પ્રતિદિન ક્રિયા-સંબધીનું જાણવું. હે ભગવંત ! તે પ્રતિદિન ક્રિયા કંઈ કહેવાય? હે ગૌતમ ! જે વખતો વખત રાતદિવસ પ્રાણોના વિનાશથી માંડીને સંખ્યાતા આવશ્યકકાર્યોના અનુષ્ઠાન કરવા સુધીના આવશ્યકો કરવા
હે ભગવંત! આવશ્યક એવું નામ કયા કારણથી કહેવાય છે ? હે ગૌતમ! સંપૂર્ણ સમગ્ર આઠેય કર્મોનો ક્ષય કરનાર, ઉત્તમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી દુષ્કરતપ વગેરેની સાધના કરવા માટે પ્રરુપાય. તીર્થંકરાદિને આશ્રીને પોતપોતાના વહેંચાયેલા, કહેલા નિયમિત કાળ સમયે સ્થાને સ્થાને રાતદિવસ દરેક સમયે જન્મથી માંડીને જે અવશ્ય કરાય, સાધના કરાય, ઉપદેશાય પ્રરુપાય, નિરંતર સમજાવાય, આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે આ અવશ્ય કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396