________________
૨૯૬
મહાનિસીહ-પ-દ૯૩ ચરબી, પરુ, ઉલટી, પિત્ત, કફના કાદવવાળા, દુગંધયુક્ત અશુચિ વહેતા ગર્ભની ચારે બાજુ વીંટળાએલ ઓર, ફેફસા, વિષ્ઠા, પેશાબ વગેરેથી ભરપુર, અનિષ્ટ, ઉદ્વેગ કરાવનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંકર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ કરવો તે ખરેખર દુઃખ છે, કલેશ છે, તે રોગ અને આતંક છે, તે શોધક, સંતાપ અને ઉદ્વેગ કરાવનાર છે, જો વળી દુખ-કલેશ-રોગઆતંક-શોક-સંતાપ અને ઉગ કરાવનાર છે, તે અશાંતિ કરાવનાર છે, અશાંતિ કરાવનાર હોવાથી યથાસ્થિતિ ઈષ્ટ મનોરથોની અપ્રાપ્તિ કરાવનાર છે, યથાસ્થિતિ ઈષ્ટ મનોરથોની પ્રાપ્તિ ન થાય એટલે તેને પાંચે પ્રકારના અંતરાય કર્મનો ઉદય થાય છે.
જ્યાં પાંચ પ્રકારના કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્રય ઉત્પન્ન થાય છે. જેને દારિદ્ર હોય છે ત્યાં અપયશ, ખોટા આળ ચળવા, અપકીર્તિ કલંક, વગેરે અનેક દુઃખોનો ઢગલો એકઠો થાય છે. તેવા પ્રકારના દુઃખોનો યોગ થાય ત્યારે સકલ લોકોથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, અવર્ણવાદ કરાવનાર, દુગંછા કરાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણો તેનાથી ઘણા દૂર થાય છે અર્થાત્ તેનાથી રહિત થાય છે. અને મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે.
જેઓ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણોથી અતિશય વિપ્રમુકત થાય છે એટલે તે આશ્રવ દ્વારોને રોકી શકતો નથી. તે આશ્રવ દ્વારોને બંધ કરી શકતો નથી તે ઘણા મોટા પાપ કર્મના નિવાસબૂત બને છે. જે ઘણા મોટા પાપ કર્મના નિવાસબૂત બને છે તે કર્મનો બંધક બને છે. બંધક થયો એટલે કેદ ખાનામાં કેદી સરખો પરાધીન થાય છે, એટલે સર્વ અકલ્યાણ અમંગલની જાળમાં ફસાય છે, ત્યાંથી છૂટવું અતિશય મુશ્કેલ બને છે, કારણકે ઘણા કર્કશ ગાઢ બદ્ધ ધૃષ્ટ નિકાચિત સેવી કર્મની ગ્રન્થિ એકદમ તોડી શકાતી નથી, તે કારણે એકેન્દ્રિય પણામાં, બેઈન્દ્રિયપણામાં, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયપણામાં, નારકી, તિર્યંચ કુમનુષ્યપણુ, વગેરેમાં અનેક પ્રકારના શારીરિક, માનસિક દુઃખો અનુભવવાં પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે – એવા કેટલાક આત્માઓ હોય છે કે જેઓ તેવા ગીતાર્થના ગચ્છમાં રહી ગુરુકુળવાસ સેવે છે અને કેટલાક સેવતા નથી.
[૯] હે ભગવંત! શું મિથ્યાત્વના આચરણવાળા કોઈ ગચ્છ હોય ખરા કે? હે ગૌતમ! જે કોઈ અજ્ઞાની, વિરાધના કરનારા ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વના આચરણ યુક્ત હોય. હે ભગવંત! એવી કઈ તે આજ્ઞા છે કે જેમાં રહેલ ગચ્છ આરાધક થાય છે. હે ગૌતમ ! સંખ્યાતીત સ્થાનાંતરોથી ગચ્છની આજ્ઞા કહેવાઈ છે. તે ગચ્છમાં રહેવાથી આરાધક થવાય છે.
[૫] હે ભગવંત ! શું તે સંખ્યાતીત ગચ્છ મયદાના સ્થાનાન્તરોમાં એવું કોઈ સ્થાનાન્તર છે કે જે ઉત્સર્ગ કે અપવાદથી કોઈ પણ પ્રકારે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો પણ આરાધક થાય? હે ગૌતમ ! નિશ્ચયથી તે આરાધક નથી. હે ભગવંત ! ક્યા કારણથી આપ એમ કહો છો? હે ગૌતમ ! તીર્થકરો એ તીર્થને કરનારા છે, વળી તીર્થ ચાર વર્ણવાળો તે શ્રમણ સંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોયછે. ગચ્છોમાં પણ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પ્રતિષ્ઠિત થએલા છે. આ સમ્યગ્દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org