________________
૩૦૦
મહાનિસીહ-પ-૭૨૫ (તપાચારના બાર) અને વીચારના છત્રીસ આચાર, તેમાં બલ અને વીર્ય છૂપાવ્યા વગર અગ્લાનિએ ખૂબ એકાગ્ર મન-વચન-કાયાના યોગો કરીને ઉદ્યમ કરનાર થાય. એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ કહેવાય.
[૭૨] ગુરુ મહારાજ કઠોર આકરી, નિષ્ફર વાણીથી સેંકડો વખત ઠપકો આપે તો પણ શિષ્યો જે ગચ્છમાં સામો પ્રત્યુત્તર ન આપે તો ગચ્છ કહેવાય.
[૭૨૭] તપ પ્રભાવથી અચિન્ય ઉત્પન્ન થએલી લબ્ધિ તેમજ અતિશયવાળી ઋદ્ધિ મેળવેલી હોયતો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન કરે તે ગચ્છ કહેવાય.
[૭૨૮] એક વખત કડક પાખંડીઓની સાથે વાદ કરીને વિજય પ્રાપ્ત કર્યો હોય, યશ સમૂહ ઉપાર્જન કર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના-અવગણના કરતો નથી તે ગચ્છ કહેવાય.
[૭૨૯] જેમાં અમ્મલિત, એક બીજામાં અક્ષરો ન મળી જાય તેમ આડા-અવળા અક્ષરો જેમાં બોલતાં ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય અને ઉપધાન - પૂર્વક મેળવેલા બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તે
ગચ્છ.
[૭૩૦] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવાઓ પ્રાપ્ત કરેલા છે એવા સુશિષ્યો એકાગ્રમનથી જેમાં અધ્યયન કરતા હોય હે ગૌતમ! તે ગચ્છ કહેવાય.
[૭૩૧] ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશપ્રકારની વિધિપૂર્વક જેમાં ગુરુની આજ્ઞાથી વૈયાવચ્ચે થતી હોય તે ગચ્છ કહેવાય.
[૭૩૨] જેમાં દશ પ્રકારની સામાચારી ખંડીત થતી નથી, જેમાં રહેલા ભવ્ય સત્ત્વોના જીવોના સમુદાય સિદ્ધિ પામે છે. બોધ પામે છે તે ગચ્છ.
[૭૩૩] ૧-ઈચ્છાકાર, ૨- મિચ્છાકાર, ૩- તથાકાર, ૪- આવશ્વિકી, પ-નૈધિકી, - આ પૃચ્છા, ૭- પ્રતિપૃચ્છા, ૮- છંદના, ૯. નિમંત્રણા, ૧૦- ઉપસંપદા, આ દશા પ્રકારની સામાચારી જે જે સમયે કરવાની હોય ત્યારે કરે તે ગચ્છ.
[૭૩૪] જેમાં નાના સાધુ મોટાનો વિનય કરે તેનાથી નાના મોટાની ખબર પડે. એક દિવસ પણ જે દીક્ષા-પર્યાયમાં મોટો હોય. તેની અવગણના ન થાય તે ગચ્છ.
[૭૩] ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય, પ્રાણ પરિત્યાગ કરવો પડે તેવો પણ પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ સહસાત્કાર હે ગૌતમ ! સાધ્વીએ વહોરી લાવેલી વસ્તુ ન વાપરે તે ગચ્છ કહેવાય.
[૭૩૬] જેના દાંત પડીગયા હોય તેવા વૃદ્ધ-સ્થવિરો પણ સાધ્વીઓ સાથે વાત કરતા નથી. તેમજ સ્ત્રીઓનાં અંગો કે ઉપાંગોનું નિરીક્ષણ જેમાં કરાતું નથી તે ગચ્છ,
[૭૩૭] જે ગચ્છમાં રૂપ સંનિધિ-ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ રાખવામાં આવતી નથી, તૈયાર કરાયેલા ભોજનાદિક સામે લાવીને અપાતા આહારાદિના નામ ગ્રહણ કરતાં અને પૂતિકર્મ દોષવાળા આહારથી ભય પામેલા, પાતરાઓ વારંવાર ધોવા પડશે એવા ભયથી, દોષ લાગવાના ભયથી, ઉપયોગવંત સાધુઓ જેમાં હોય તે ગચ્છ.
[૭૩૮] જેમાં પાંચ અંગો જેના કામ પ્રદિપ્ત કરનાર છે, દુર્ય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે એવા કામદેવથી પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org