________________
૨૪૮
મહાનિસીહ- ૨/૩/૩૮૯
કરે તે ધન્ય અને યોગ કરે તે અધન્ય? હે ગૌતમ! બદ્ધસ્કૃષ્ટ-કર્મની અવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પ્રાપ્ત થાય તો તે કર્મ નિકાચિતપણે પરિણમે. એટલે બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મથી બિચારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય સ્થાવરપણામાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરે પરતું બે ઈદ્રિયપણું ન પામે. એ પ્રમાણે મહા મુસિબતે ઘણા કલેશો સહન કરીને અનન્તા કાલ સુધી એકેન્દ્રિયપણાની ભવસ્થિતિ ભોગવીને એકેન્દ્રિપણાનું કર્મ ખપાવે છે અને કર્મ કરીને બેત્રણ અને ચારઈન્દ્રિયપણું કલેશથી ભોગવીને પંચેન્દ્રિયમાં મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુભગી સ્ત્રી પણું પ્રાપ્ત કરનાર થાય છે. - નપુંસકપણે ઉત્પન્ન થાય. વળી તિર્યચપણામાં વેદનાઓ અપાર ભોગવવી પડે છે. નિરન્તર હાહાકાર કરતી વળી જ્યાં કોઈ શરણભૂત થતું નથી. સ્વપ્નમાં પણ સુખનો છાયડો જે ગતિમાં જોવા મળતો નથી. હંમેશા સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા સગા સંબંધી સ્વજન બંધુ આદિથી રહિત જન્મપર્યન્ત કુત્સનીય, ગહણીય, નિન્દનીય, તિરસ્કરણીય એવા કર્મો કરીને અનેકની ખુશામતો કરીને સેંકડો મીઠા વચનોથી આજીજી કરીને તે લોકોના પરાભવનાં વચનો સાંભળીને મહામુશીબતે ઉદર પોષણ, કરતા કરતા ચારે ગતિમાં ભટકવું પડે છે.
હે ગૌતમ ! બીજી વાત એ સમજવાની છે કે જે પાપી સ્ત્રીએ બદ્ધ, સૃષ્ટ અને નિકાચિત કર્મ સ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષ પણ તેટલી જ નહિં પણ તેની સ્થિતિ કરતાં પણ ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાર્જન કરે તેમ જ તેને બદ્ધ પૃષ્ટ અને નિકાચિત કરે, આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે જે પુરુષ તેનો સંગ કરતો નથી તે ધન્ય છે અને સંગ કરે છે તે અધન્ય છે.
[૩૯] હે ભગવંત! કેટલા પ્રકારના પુરુષ છે કે જેથી આપ આ પ્રમાણે કહો છો?
હે ગૌતમ ! પુરુષો છ પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે ૧. અધમાધમ, ૨. અધમ, ૩. વિમધ્યમ, ૪. ઉત્તમ, પ. ઉત્તમોત્તમ, ૬. સર્વોત્તમ.
[૩૧] એમાં જે સર્વોત્તમ પુરુષ કહ્યો, તે જેના પાંચ અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવયૌવનવય પામેલી હોય. ઉત્તમ રૂપ લાવણ્ય કાન્તિ યુક્ત એવી સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વરસ સુધી બેસાડીને કામચેષ્ટા કરે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન કરે. વળી જે ઉત્તમોત્તમ નામના પુરુષનો પ્રકાર જણાવ્ય તે પોતે સ્ત્રીની અભિલાષા કરે નહિ. પણ કદાચ ચપટીના ત્રિજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા કરે પરન્તુ બીજા જ સમયે મનને રોકીને પોતાના આત્માને નિર્દીને ગહણા કરે, પરન્તુ બીજી વખત તે જન્મમાં સ્ત્રીની મનથી પણ અભિલાષા ન કરે.
[૩૯૨ વળી જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા કરતી સ્ત્રીને દેખીને ક્ષણવાર કે મુહૂર્ત સુધી દેખીને મનથી તેની અભિલાષા કરે, પરન્તુ પહોર કે અર્ધ પહોર સુધી તે સ્ત્રીની સાથે અયોગ્ય કર્મનું સેવન ન કરે.
[૩૩] જો તે પુરુષ બ્રહ્મચારી કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલા હોય. અથવા બ્રહ્મચારી ન હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલા ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના-વિકલ્પ સમજવો તે કામભોગમાં તીવ્ર અભિલાષાવાળો ન હોય. હે ગૌતમ ! આ પુરુષને કર્મનો બંધ થાય પરન્તુ તે અનન્ત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org