________________
અધ્યયન-૨, ઉદેસી-૩
૨૪૭.
ન માનતી હોય કે જાણે કોઈ દેખતું કે જાણતું નથી. જ્યારે તે રાગાંધ થએલી અતિ મહાન ભારદોષવાળા વ્રતભંગ, શીલખંડન, સંયમ વિરાધના, પરલોકભય, આજ્ઞાનો ભંગ, આજ્ઞાનું અતિક્રમણ, સંસારમાં અનંત કાલ સુધી ભ્રમણ કરવા રૂપ ભય દેખતી નથી કે ગણકારતી નથી. ન જોવા લાયક જીવે છે. સર્વ લોકોને પ્રગટ જણાતો સૂર્ય હાજર હોવા છતાં પણ સર્વ દિશા ભાગોમાં જાણે અંધકાર વ્યાપેલો હોય તેમ માને છે.
જેનો સૌભાગ્યાતિશય સર્વથા ઉડી ગએલ છે, પડી ગએલા મુખવાળી, લાલાશવાળી હતી તે ફીક્કા કરમાઈ ગએલા, દુર્દશનીય, ન દેખવાયોગ્ય વદનકમલવાળી થાય છે. તે સમયે અત્યંત તરફડતી થાય છે. વળી તેના કમલપુર, નિતંબ, વત્સપ્રદેશ, જઘન, બાહુલતિકા, વક્ષસ્થલ કંઠ પ્રદેશ ધીમે ધીમે સ્કુરાયમાન થાય છે. ત્યાર પછી ગુપ્ત અને પ્રગટ અંગો વિકારવાળા બનાવી મુકે છે. તેના અંગો સર્વ ઉપાંગો કામદેવના બાણથી ભેદાઈને જર્જરિત સરખા થાય છે, આખા દેહ પરના રોમાંચ ખડા થાય છે, જેટલામાં મદનના બાણથી ભેદાઈને શરીર જર્જરિત થાય છે. તેટલામાં શરીરમાં રહેલી ધાતુઓ કંઈક ચલાયમાન થાય છે ત્યાર પછી શરીર પુદ્ગલ નિતંબ સાથળ બાહુલતિકાઓ કામદેવના બાણથી અત્યન્ત પીડાય છે. શરીર પરનો કાબુ સ્વાધીન રહેતો નથી. નિતંબ અને શરીરને મહામુશ્કેલીથી ધારણ કરી શકે છે. અને તેમ કરતાં પોતાની શરીર અવસ્થાની સ્થિતિ પોતે જાણી કે સમજી શકતી નથી. તેવી અવસ્થા પામ્યા પછી બાર સમયમાં કંઈક શરીથી નિશ્રેષ્ટ સ્થિતિ થઈ જાય છે. શ્વાસોશ્વાસ પ્રતિમ્મલિત થાય છે. પછી મંદમંદ શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. " આ પ્રમાણે કહેલી આટલી વિચિત્ર પ્રકારની અવસ્થાઓ કામની ચેષ્ટાઓ પામે છે. અને તે જાણે કોઈ પુરુષ કે સ્ત્રીને ગ્રહનો વળગાડ વળગ્યો હોય. ચપળ પિશાચે શરીરમાં પ્રવેશ કર્યો હોય ત્યારે સંબંધ વગરની વાણી બોલબોલ કર્યા કરે. આડુંઅવળું મનફાવે તેમ બકવાસ કરે તેની માફક કામપિશાચ યા ગ્રસ્ત થયેલી સ્ત્રી પણ કામાવસ્થામાં ગમે તેમ અસંબદ્ધ વચનો બોલે કામસમુદ્રના વિષમાવતમાં અથડાતી મોહ ઉત્પાત કરનાર કામના વચનોથી દેખેલ કે નહિ દેખેલા મનોહરરૂપવાળા કે વગર રૂપવાળા, યુવાન હોય કે યુવાની વગરના પુરુષને ખીલતી યુવાનીવાળી કે મહાપરાક્રમી હોય તેવાને હીન સત્વાળા કે સત્પરુષને અથવા બીજા કોઈ પણ નિશ્વિત અધમ. હીનજાતિવાળા પુરુષને કામના અભિપ્રાયથી ભયપામતી ભયપામતી સંકોચાતી સંકોચાતી આમંત્રણ આપીને બોલાવે છે એમ સંખ્યાતા ભેદવાળા રાગયુક્ત સ્વર અને કટાક્ષવાળી દ્રષ્ટિ પૂર્વક તે પુરુષને બોલાવે છે, તેનું રાગથી નિરીક્ષણ કરે છે.
તે સમય નારકી અને તિર્યંચ એમ બંને ગતિને યોગ્ય અસંખ્યાતિ અવસર્પિણીઉત્સર્પિણી ક્રોડો લાખ વર્ષ કે કાળચક્ર પ્રમાણની ઉત્કષ્ટિસ્થિતિવાળા પાપ કર્મ ઉપાર્જન કરે અથતુ કર્મ બાંધે, પરન્તુ કર્મ બંધ ધૃષ્ટ ન કરે. હવે તે જે સમયે પુરુષના શરીરના અવયને સ્પર્શ કરવાની સન્મુખ થાય, પરંતુ હજુ સ્પર્શ કર્યો નથી તે સમયે કર્મની સ્થિતિ બદ્ધ ઋષ્ટ કરે. પણ બદ્ધસ્કૃષ્ટ નિકાચિતુ ન કરે.
૩૮૮] હે ગૌતમ ! હવે આવા સમયે જે પુરુષ સંયોગને આધીન થઈ તે સ્ત્રીનો યોગ કરે અને સ્ત્રીને આધીન થઈ કામ સેવન કરે તે અઘન્ય છે. સંયોગ કરવો કે ન કરવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્તમ પુરુષ સંયોગને આધીન ન થાય તે ધન્ય છે.
[૩૮] હે ભગવંત! કયા કારણે એમ કહેવાય છે કે જે પુરુષ તે સ્ત્રી સાથે યોગ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org