________________
અધ્યયન-૨, ઉદ્દેસો-૩
૨૪૫
થએલી સ્ત્રીને દેખીને નજર તરત ખેંચી લેવી. કહેલું છે કે હાથ પગ જેના કપાઈ ગયા હોય, કાન નાક હોઠ છેદાઈ ગયા હોય, કોઢ રોગના વ્યાધિથી સડી ગએલી હોય. તેવી સ્ત્રીને પણ બ્રહ્મચારી પુરૂષ ઘણે દુરથી ત્યાગ કરે. ઘરડી ભાર્યા કે જેના પાંચે અંગોમાંથી શૃંગાર ઝરતો હોય તેવી યૌવના, મોટીવયની કુમારી કન્યા, પરદેશ ગએલી પતિવાળી, બાલવિધવા તથા અંતઃપુરની સ્ત્રી સ્વમત-પરમતના પાખંડ ધર્મને કહેનારી, દીક્ષિત, સાધ્વી, વેશ્યા અથવા નપુંસક એવા વિજાતીય મનુષ્ય હોય, એટલું જ નહિં પરંતુ તિર્યંચ કુતરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોકડી, ઘેટી પત્થરની ઘડેલી સ્ત્રીની મૂર્તિ હોય વ્યભિચારી સ્ત્રી, જન્મથી રોગી સ્ત્રી. આવા પ્રકારની પરિચીત હોય કે અજાણી સ્ત્રી હોય. ગમે તેવી હોય, અને રાત્રે જ્યાં આવ જાવ કરતી હોય, દિવસે પણ એકાન્ત સ્થળમાં હોય તેવા નિવાસ સ્થાનને ઉપાશ્રયને, વસતિને સર્વ ઉપાયથી અત્યંત પણે અતિશય દુરથી બ્રહ્મચારી પુરુષ ત્યાગ કરે.
[૩૮૫] હે ગૌતમ ? તેમની સાથે માર્ગમાં સહવાસ –સંલાપ-વાતચીત ન કરવી, તે સિવાયની બાકીની સ્ત્રીઓ સાથે અધક્ષણ પણ વાર્તાલાપ ન કરવો. સાથે ન ચાલવું.
ન
ન
[૩૮૬] હે ભગવંત ? શું સ્ત્રી તરફ સર્વથા નજ૨ ન જ કરવી ? હે ગૌતમ ? ના, સ્ત્રી તરફ નજર ન કરવી કે ન નીહાળવી હે ભગવંત ! ઓળખીતી હોય, વસ્ત્રાલંકારથી વિભૂષિત થએલી હોય તેવી સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર રહિત હોય તેને ન જોવી ? હે ગૌતમ ? બંને પ્રકારની સ્ત્રીને ન દેખવી. હે ભગવંત ! શું સ્ત્રીઓ સાથે આલાપ-સંલાપ પણ ન ક૨વો ? હે ગૌતમ ? ના, સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરવો. હે ભગવંત ! સ્ત્રીઓ સાથે અર્ધક્ષણ પણ સંવાસ ન કરવો ? હે ગૌતમ ? સ્ત્રીઓ સાથે ક્ષણાર્ધપણ સંવાસ ન ક૨વો. હે ભગવંત ! શું માર્ગમાં સ્ત્રીઓની સાથે ચાલી શકાય ખરું ? હે ગૌતમ ! એક બ્રહ્મચારી પુરૂષ એકલી સ્ત્રી સાથે માર્ગમાં ચાલી શકે નહિ.
[૩૮૭] હે ભગવંત ! આપ એમ શા માટે કહો છો કે - સ્ત્રીના મર્મ અંગોપાંગ તરફ નજર ન કરવી, તેની સાથે વાતો ન કરવી, તેની સાથે વસવાટ ન કરવો, તેની સાથે માર્ગમાં એકલા ન ચાલવું ? હે ગૌતમ ? સર્વ સ્ત્રીઓ સર્વ પ્રકારે અત્યંત ઉત્કટ મદ અને વિષયાભિલાષના રાગથી ઉત્તેજિત બનેલી હોયછે. સ્વભાવથી તેનો કામાગ્નિ નિરંતર સળગતો જ હોય છે. વિષયો તરફ તેનું ચંચળ ચિત્ત દોડતું જ હોય છે. તેના હૃદયમાં હંમેશા કામાગ્નિ પીડા આપતોજ હોય છે, સર્વદિશા અને વિદિશાઓમાં તે વિષયોની પ્રાર્થના કરે છે. તેથી સર્વ પ્રકારે પુરૂષનો સંકલ્પ અને અભિલાષ કરનારી હોય છે.
તે કારણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીત ગાયતો તે કદાચ મનોહર રૂપવાળો કે કદ્રુપ હોય, નવીનતાજા યૌવનવાળો કે વીતી ગએલા યૌવનવાળો હોય. પહેલા જોએલો હોય કે ન જોએલ હોય. ઋદ્ધિવાળો કે વગરનો હોય, નવીન સમૃદ્ધિ મેળવી હોયકે ન મેળવેલી હોય, કામભોગોથી, કંટાળેલો હોયકે વિષયો મેળવવાની અભિલાષાવાળો હોય, વૃદ્ધ દેહવાળો કે મજબૂત શરીર બાંધાવાળો હોય, મહાસત્વશાળી હોય કે હીન સત્વવાળો હોય, મહાપરાક્રમી હોય કે કાયર હોય, શ્રમણ હોયકે ગૃહસ્થ હોય, બ્રાહ્મણ હોય કે નિન્દ્રિત અધમ-હીન-નીચ-જાતિવાળો હોય ત્યાં પોતાની શ્રોત્રેન્દ્રિયના ઉપયોગથી, ચક્ષુ-ઈન્દ્રિયના ઉપયોગથી રસનેન્દ્રિયના ઉપયોગથી, ધ્રાણેન્દ્રિયના ઉપયોગથી સ્પર્શેન્દ્રિયના ઉપયોગથી તરત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક, વિતર્ક, વિચાર અને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International