________________
અધ્યય૩
૨૭૭
પરિપૂર્ણ ચરબી, ઓર, પર, ઉલટી, મલ, રુધિરના ચીકણા કાદવવાળા, દેખવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગભવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે છે. કઢ કઢ કરતા કઠાતો, ચલચલ શબ્દ કરતા ચલાયમાન થતો ટલ-ટલ કરતા ટળાતો ર૫તો સર્વ અંગોને એકઠા કરીને જાણે. જોરથી પોટલીમાં બાંધેલો હોય તેમ લાંબા કાળ સુધી નિયંત્રણાઓ વેદનાઓ ગભવાસમાં ભોગવવી પડે છે.
જેઓ શાસ્ત્રમાં કહેલી વિધિથી આ સૂત્રાદિકને ભણે છે. લગીરપણ અતિચાર લગાડતા નથી. યથોક્ત વિધાને જ પંચમંગલ વગેરે શ્રુતજ્ઞાનનું વિનયોપધાન કરે છે તે હે ગૌતમ ! તે સૂત્રની હીલના કરતો નથી. અર્થની હીલના-આશાતના કરતો નથી, સૂત્ર અર્થ ઉભયની તે આશાતના કરતો નથી, ત્રણે કાળમાં થનારા તીર્થકરોની આશાતના કરતો નથી. ત્રણે લોકની ચોટી ઉપર વાસ કરનારા કર્મજ રૂપ મેલને જેઓએ દુર કરેલ છે. એવા સિદ્ધોની જેઓ આશાતના કરતા નથી, આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરતા નથી. અતિશય પ્રિયધર્મવાળા વૃઢ ધર્મવાળા તેમજ એકાંત. ભક્તિયુક્ત થાય છે. સુત્રઅર્થમાં અતિશય રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. આવા પ્રકારનો પૂણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદ ખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો ભોગવનાર થતો નથી.
[૬૦૧] પરંતુ હે ગૌતમ ! જેણે હજુ પૂણ્ય-પાપનો અર્થ જાણ્યો ન હોય, તેવો બાળક તે “પંચ મંગલ” માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાશ્રુતસ્કન્ધનો એક પણ આલાવો આપવો નહિં. કારણકે અનાદિ ભવાન્તરોમાં ઉપાર્જન કરેલા કર્મરાશિને બાળક માટે આ આલાપક પ્રાપ્ત કરીને બાળક સમ્યક પ્રકારે આરાધે નહિ તો તેની લઘુતા થાય. તે બાળકને પ્રથમ ધર્મકથા દ્વારા ભક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. ત્યાર પછી, પ્રિયધર્મ દ્રઢધર્મ અને ભક્તિ યુક્ત બનેલો છે એમ જાણીને જેટલા પચ્ચકખાણ નિવહિ કરવા માટે સમર્થ થાય. તેટલા પચ્ચખાણ તેને કરાવવા. રાત્રિ ભોજનના દુવિધ, ત્રિવિધ, ચવિહ-એમ યથાશક્તિ પચ્ચખાણ કરાવવા.
[૬૦૨] હે ગૌતમ ! જપ નવકારસી કરવાથી, ૨૪ પોરિસી કરવાથી, ૧૨ પુરિમુઢ કરવાથી, ૧૦ અવઠ્ઠ કરવાથી અને ચાર એકાસણાં કરવાથી (એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય છે.) બે આયંબિલ અને એક શુદ્ધ નિર્મલ નિર્દોષ આયંબિલ કરવાથી પણ ઉપવાસ ગણાય છે.) હે ગૌતમ ! વ્યાપાર રહિત પણે રૌદ્રધ્યાન-આર્તધ્યાન, વિકથા રહિત સ્વાધ્યાય કરવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તે માત્ર એક આયંબિલ કરે તો પણ માસક્ષમણ કરવાથી ચડી જાય છે. તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપઉપધાન કરે તેટલા પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો કરીને પંચ-મંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચ-મંગલનો આલાવો ભણાવવો, નહિંતર ન ભણાવવો.
[૬૦૩] હે ભગવંત ! આ પ્રમાણે કરવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને જો કદાચ વચમાંજ મૃત્યુ પામી જાયતો નવકાર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે? હે ગૌતમ ! જે સમયે સૂત્રોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત કરી તેજ સમયે તેણે તે સૂત્રનું, અર્થનું અને તદુભયનું અધ્યયનપઠન શરૂ કર્યું. એમ સમજવું. કારણકે તે આરાધક આત્મા તે પંચ નમસ્કારના સૂત્ર, અર્થ અને તદુભયને અવિધિથી ગ્રહણ કરતો નથી. પરન્તુ તે તેવી રીતે વિધિથી તપસ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org