________________
૨૬૦
મહાનિસીહ– ૩-૪૯૨
સર્વોત્તમ સરળતા, સર્વોત્તમ બાહ્ય ધન સુવર્ણ આદિ પરિગ્રહ અને કામ ક્રોધાદિક અત્યંતર પરિગ્રહ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય છે. તેમજ સર્વોત્તમ બાહ્યઅભ્યત્તર એવા બાર પ્રકારના અત્યંત ઘોર વીર ઉગ્ર કષ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મરમણતા અને પરમાનંદ પ્રગટ થાય છે.
આગળ સર્વોત્તમ સત્તર પ્રકારના સમગ્ર સંયમ અનુષ્ઠાન પરિપાલન કરવા માટે બદ્ધલક્ષપણું પ્રાપ્ત થાય છે. સર્વોત્તમ સત્યવાણી બોલવી, છકાય જીવોનું હિત, પોતાનું બલ, વિર્ય, પુરુષાર્થ, પરાક્રમ છુપાવ્યા વગર મોક્ષ માર્ગની સાધના કરવામાં કટિબદ્ધ થએલ સર્વોત્તમ સ્વાધ્યાય ધ્યાનરૂપી જળવડે કરીને પાપકર્મ રૂપી મલના લેપને પ્રક્ષાલનાર-ધોનારો થાય છે. વળી સર્વોત્તમ અકિંચનતા. સર્વોત્તમ પરમ પવિત્રતા સહિત, સર્વ ભાવોથી યુક્ત સુવિશુદ્ધ સર્વ દોષ રહિત, નવ ગુપ્તિ સહિત, ૧૮ પરિહાર સ્થાનકો થી વિરમેલ અથતુ ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ કરનાર, થાય છે. - ત્યાર પછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય શૌચ, આકિંચન્ય, અતિદુર્ઘર બ્રહ્મવ્રત ધારણ કરવું ઈત્યાદિક શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ કરનાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ, ઈન્દ્રિયવાળા જીવોનું તથા અજીવ કાયના સંરંભ, સમારંભ, આરંભને મન-વચન-કાયાના ત્રિકથી ત્રિવિધ ત્રિવિધે શ્રોત્રાદિ ઈદ્રિયોના વિષયોના સંવર પૂર્વક આહારાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ કરીને પાપોને વોસિરાવે છે.
પછી નિર્મલ અઢારહજારશીલાંગ ધારણ કરનાર હોવાથી અમ્મલિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર ઉગ્રહ ઉગ્રતર વિચિત્ર-આશ્ચર્ય ઉત્પન્ન કરનાર આભિગ્રહોનો નિવાહ કરનાર થાય છે. પછી દેવતા. મનુષ્યો તિર્યંચોએ કરેલા ઘોર પરિષહઉપસર્ગોને સમતારાખીને સહન કરનાર થાય છે. ત્યાર પછી અહોરાત્ર આદિ પ્રતિમાઓ વિષે મહાપ્રયત્ન કરનાર થાય છે. પછી શરીરની-ટાપટીપરહિત મમતાં વગરનો થાય છે. શરીર નિષ્પતિકર્મપણાવાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે.
પછી અનાદિ ભવપરંપરાથી એકઠા કરેલા સમગ્ર આઠપ્રકારના કર્મરાશિનો ક્ષય કરનાર બને છે. ચારે ગતિરૂપ ભવના કેદખાનામાંથી બહાર નિકળીને સર્વ દુખથી વિમુક્ત બની મોક્ષમાં ગમન કરનારો થાય છે. મોક્ષની અંદર કાયમ માટે જન્મ વૃદ્ધાવસ્થા મરણ, અનિષ્ટનાં મેળાપ. ઈષ્ટનો વિયોગ, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટા આળ ચડવા, મોટાવ્યાધિઓની વેદના, રોગ શોક, દારિદ્ર, દુઃખ, ભય, વૈમનસ્ય આદિના દુઃખો હોતાં નથી પછી ત્યાં એકાન્તિક આત્યંતિક નિરુપદ્વતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર રહેવાવાળુ સર્વોત્તમ સુખ મોક્ષમાં હોય છે.
આ સર્વ સુખનું મુળ કારણ હોયતો જ્ઞાન છે. જ્ઞાનથી જ આ પ્રવૃત્તિ શરુ થાય છે માટે હે ગૌતમ ! એકાતિક આયન્તિક, પરમ શાશ્વત, ધ્રુવ, નિરંતર, સર્વોત્તમ સુખની ઈચ્છાવાળાએ સૌથી પ્રથમમાં પ્રથમ તો આદર સહિત સામાયિક સત્રથી માંડીને છેક લોકબિન્દુસાર સુધીનું બારપંગ સ્વરૂપ શ્રુતજ્ઞાન કાલગ્રહણ વિધિસહિત આયંબિલ આદિ તપ અને શાસ્ત્રોમાં કહેલી વિધિવાળા ઉપધાન વહન કરવા પૂર્વક, હિંસાદિક પાંચને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરીને તેના પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર વ્યંજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org