________________
દસા—૧૦,સૂત્ર–૧૧૦
૨૧૧
ગૃહસ્થપણું છોડી મંડિત થઈ પ્રવજ્યા લઈ શકતો નથી. પણ શ્રમણો પાસક થઈને...યાવત્.....પ્રાસુક- એષણીય અશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી રહે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ કરી શકે છે. આહાર ત્યાગી આલોચના-પ્રતિક્રમણ કરી સમાધિ પણ પામે છે.... યાવત્....દેવલોકમાં પણ જાય છે.
હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાન શલ્ય નો આ પાપરૂપ વિપાક છે. કે તે ગૃહસ્થ પણું છોડી સર્વથા મુંડિત થઈ અણગાર થઈ પ્રવજ્યા સ્વીકારી શકતો નથી. (એ આઠમું નિયાણું)
[૧૧]હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે....યાવત્ (પૂર્વ કહેલા નિયાણા ના સ્વરૂપ મુજબ જાણવું) માનુષિક.....દિવ્ય કામભોગ....ભવ પરંપરા વધારનારા છે. જો મારા સુચરિત તપ- નિયમ-બ્રહ્મચર્યનું કોઈ ળ હોયતો હું પણ ભવિષ્યમાં અંત-પ્રાંત-તુચ્છ-દદ્રિ-કૃપણ કે ભિક્ષુકુળમાં પુરુષ બનું જેથી પ્રવજિત થવા માટે સુવિધાપૂર્વક ગૃહસ્થી છોડી શકું.
હૈ આયુષ્યમાન્ શ્રમણો ! નિગ્રન્થ નિર્પ્રન્થી નિદાન શલ્ય પાપની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય (બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું)........ ગૃહસ્થ પણું છોડી. મંડિત થઈ, અંગાર પ્રવજ્યાસ્વીકારી શકે છે પણ તે જ ભવે સિદ્ધ થઈ સર્વ દુઃખો નો અંત કરી શકતો નથી, તે અણગાર ઈસમિતિ....યાવત્...બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ રીતે અનેક વર્ષો સુધી શ્રમણ જીવન વિતાવે છે. ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન કરી શકે છે. .યાવત્.....દેવલોકમાં દેવ થાય છે.
હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે કે તે ભવમાં તે સિદ્ધ-બુદ્ધ-થઈ બધાં દુઃખોનો અંત કરી શકતા નથી. (એ નવમું નિયાણું)
[૧૧૨] હે આયુષ્યમાન્ શ્રમણો ! મે ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિર્પ્રન્થ પ્રવચન સત્ય છે.....યાવત્ ....તપ-સંયમની ઉગ્ર સાધના કરતી વેળા તે નિર્પ્રન્થ સર્વ-કામ,રાગ, સંગ, સ્નેહ થી વિરક્ત થઈ જાય, સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે અનુત્તર જ્ઞાન, અનુત્તરદર્શન યાવત્ પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિત કરીને અનંત, અનુત્તર, આવરણ રહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે સમયે તે અરહંત, ભગવંત, જિન, કેવલિ, સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે, દેવ મનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા....યાવત્.....અનેક વર્ષોનો કેવિલ પર્યાય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણો જાણી ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનેક દિવસ સુધી આહાર ત્યાગ કરી અનશન કરે છે. અંતિનું શ્વાસોચ્છ્વાસે સિદ્ધ થઈ યાવત્ સર્વદુઃખોનો અંત કરે છે.
હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાન રહિત કલ્યાણ કારક સાધનામય જીવનનું આ ફળ છે. કે તે એ જ ભવે સિદ્ધ થઈ....યાવત્....સર્વદુઃખોનો અંત કરે છે.
[૧૧૩] તે સમયે અનેક નિર્પ્રન્થ-નિર્ગન્થીઓએ શ્રમણ ભગવાન્ મહાવી૨ પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. પૂર્વકૃત્ નિદાન શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરી.....યાવત્.....યથાયોગ્ય પ્રાયશ્ચિત્ સ્વરૂપ તપ સ્વીકાર્યુ.
[૧૧૪]તે કાળ અને તે. સમયે શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહ નગરની બહાર ગુણશીલચૈત્યમાં એકત્રિત દેવ-મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ- શ્રમણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org