________________
નિસીહ – ૧/૩૦
૧૧૦
છેદણી- - કાન ખોતરણી ની યાચના કરે, ત્યાર પછી બીજા-બીજા સાધુ-સાધ્વી કે ગૃહસ્થને તે આપે, અપાવે કે આપના૨ની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્
[૩૧]જે સાધુ-સાધ્વી “મારે વસ્ત્ર સીવવા સોયનો ખપ-જરૂર છે, કાર્યપુરું થયે પાછી આપીશ એમ કહીને સોયની યાચના કરે. લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે-અર્થાત્ સાંધે-સંધાવે કે સાંધનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્
[૩૨-૩૪] જે સાધુ-સાધ્વી પાછુ આપીશ એમ કહીને- વસ્ત્ર ફાડવા માટે કાતર માંગીને પાત્ર કે અન્ય વસ્તુ કાપે નખ કાપવા માટે નખ છેદણી માંગીને તે નખ છેદણીથી કાંટો કાઢે,- - કાનનો મેલ કાઢવા કાન ખોતરણી માંગીને દાંત કે નખનો મેલ કાઢે. આ કાર્ય સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે (તો ત્યાં ભાષાસમિતિ ની સ્કૂલના થતી હોઈ) પ્રાયશ્ચિત્ આવે.
કાનખોતરણી
[૩૫-૩૮] જે સાધુ-સાધ્વી સોય..કાતર-નખછેદણી.. અવિધિએ પરત કરે-કરાવે કે પરત કરનારની અનુમોદના કરે (જેમકે દૂરથી ઘા કરીને આદિ રીતે આપતા વાયુકાય વિરાધના, ધર્મ લઘુતા દોષ થાય)
[૩૯] જે સાધુ-સાધ્વી તુંબડાના પાત્ર, લાકડામાંથી બનેલ પાત્ર અથવા માટીનું પાત્ર અર્થાત્ કોઈપણ પ્રકારના પાત્રા ને અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ, સંસ્થાપન-પાત્રના મુખ વગેરેને ઠીક કરાવે, પાત્રના કોઈ ભાગને સમાવે, જાતે કરવા શક્તિમાન ન હોય, પોતે થોડું પણ કરવા સમર્થ નથી એમ પોતાની શક્તિ જાણતા હોય તે વિચારીને બીજા-બીજાને આપી દે અને પોતે પાછું ન લે. આ કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે.-તો પ્રાયશ્ચિત્
સામાન્ય અર્થમાં કહીએ તો પોતાના પાત્ર માટે કોઈપણ જાતનું પરિકર્મસમરાવવાની ક્રિયા ગૃહસ્થ પાસે કરાવે અથવા બીજાને રાખવા આપી દે તો તેમાં છ જીવ નિકાયની વિરાધનાનો સંભવ હોવાથી સાધુ-સાધ્વીને નિષેધ કરેલ છે.
[૪૦] જે સાધુ-સાધ્વી દંડ, લાકડી, વદિ કારણે પગમાં લાગેલ કાદવ સાફ કરવા માટે ની સળી, વાંસની સળી આ સર્વ વસ્તુ ને અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે તૈયાર કરાવે, સમરાવે. અથવા કોઈને આપી દે. આ બધું પોતે કરે- કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્
[૪૧-૪૨]જે સાધુ-સાધ્વી પાત્રાનેં અકારણ કે શોભા માટે થીગડું મારે અને જો કારણ વિશેષ હોય-તુટી ગયું હોય ત્યારે ત્રણ કરતાં વધારે થીગડાં લગાડે કે સાંધે " આ કાર્ય પોતે કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્
[૪૩-૪૬] જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બંધન બાંધે,
અકારણ
એક બંધન બાંધે અર્થાત્ એક જ સ્થાને બંધન લગાવે,... કારણ હોય તો પણ ત્રણ કરતા અધિક બંધનો બાંધે,...પરિસ્થિતિવશ ત્રણથી વધુ બંધનો બાંધેલ પાત્ર દોઢ માસ કરતા વધુ સમય રાખી મુકે. આ બધું પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્
[૪૭-૪૮] જે સાધુ-સાધ્વી વસ્ત્રને અકારણ એક થીગડું લગાવે, કારણે ત્રણ થી વધુ સ્થાને થીગડાં પોતે લગાવે, બીજા પાસે લગાવડાવે, થીગડાં લગાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org