________________
ઉદ્દે સો-દ, સૂત્ર-૪૬૯
૧૨૩ પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ નામથી પણ ઓળખાવાય છે. છઠ્ઠા ઉદેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા' પૂર્ણ
(ઉદ્દેશો-૭) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૪૦૦ થી ૫૦૦ એ રીતે કુલ- ૯૧ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાહિયં હારા મનુતિયું નામક પ્રાયશ્ચિત આવે છે. આ પ્રાયશ્ચિત્ નું અપર નામ “ગુરુ ચૌમાસી’ પ્રાયશ્ચિત્. છે.
[૪૭૦-૪૮૧] જે સાધુ-(સ્ત્રી સાથે) સાધ્વી (પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ (એકપ્રકારનું તૃણ), વેલ, મદનપુખ્ત, મયુર આદિના પિચ્છા, હાથી આદિના દાંત, શીંગડા, શંખ, હાડકા, લાકડાં, પાંદડા, ફૂલ, ફળ, બીજ, હરિત-વનસ્પતિની માળા કરે.લોઢું, તાંબુ, જસતુ, સીસું, રજત, સુવર્ણના કોઈ આકાર વિશેષ. હાર, અદ્ધહાર, એકસરો હાર, સોનાના-હાથી દાંતનારત્નનો-કર્કેતન ના કડા, હાથનું આભરણ, બાજુ બંધ, કુંડલ, પટ્ટા, મુગટ, ઝુમખાં, સોનાનુંસૂત્ર - મૃગચર્મ, ઉનનું કંબલ, કોયરદેશનું કોઈ વસ્ત્ર વિશેષ, કે આ ત્રણમાંના કોઈનું આચ્છાદન, શ્વેત, કૃષ્ણ, નીલ, શ્યામ, મહાશ્યામ એ ચારમાંના કોઈ મૃગના ચામડાનું વસ્ત્ર, ઊંટના ચામડાનું વસ્ત્ર કે પ્રાવરણ, વાઘ-ચિત્તો-વાનર-ના ચામડાનું વસ્ત્ર, શ્લષ્ણ કે સ્નિગ્ધ કોમળ વસ્ત્ર, કપાસ વસ્ત્ર પટલ, ચીની વસ્ત્ર, રેશમી વસ્ત્ર, સોનેરી-સોના જડિત કે સોના વડે ચીતરેલ વસ્ત્ર, અલંકારયુક્તઅલંકાર ચિત્રિત કે વિવિધ અલંકારોથી ભરેલ વસ્ત્ર. સંક્ષેપમાં કહીએતો કોઈપણ પ્રકારની માળા, કડા, આભુષણ કે વસ્ત્રો બનાવે, - - રાખે -- પહેરે કે ઉપભોગ કરેબીજા પાસે આ બધું કરાવે કે આવું કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્
[૪૮] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની કોઈપણ ઈન્દ્રિય, હદયપ્રદેશ, ઉદર (નાભીયુક્ત) પ્રદેશ, સ્તનનું સંચાલન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્
[૪૮૩-૫૩૫] જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અન્યોન્ય-પરસ્પરના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ- (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી એકગામથી બીજે ગામ વિચરતા મૈથુન ની ઈચ્છાથી એકબીજાના મસ્તક ને આવરણ-આચ્છાદન કરે.
(નોંધ - અહીં ૪૮૩ થી પ૩પ એ પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં આપેલ સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના જ છે. તેથી આ પ૩- સૂત્રો નું વિવરણ ઉદ્દેશા-૩ મુજબ જાણી-સમજી લેવું. વધારામાં માત્ર એટલું મૈથુનની ઈચ્છા થી આ સર્વે ક્રિયા પરસ્પર કરાયેલી” સમજવી.
[પ૩૬-૫૪૭] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) સચિત્ત ભૂમિ ઉપર, - - જેમાં ઘુણ નામના લાકડાને ખાનારા જીવ વિશેષનું રહેઠાણ હોય, જીવાકુલ પીઠફલક- પાટીયું હોય, કીડી વગેરે જીવયુક્ત સ્થાન, સાચિત્ત બીજવાળાસ્થાન, હરિતકાયયુકત સ્થાન, સૂક્ષ્મ હિમકણ વાળા સ્થાન, ગર્દભાકાર કીટક ના રહેઠાણ હોય, અનન્તકાય એવી ફગ હોય, ભીની માટી હોય કે જાળું બનાવનાર મક્કડ-કરોડીયા હોય એટલે કે ઘુણ આદિ રહેતા હોય તેવા સ્થાનોમાં,- - ધર્મશાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org