________________
ઉદ્દે સો-૩, સૂત્ર-૧૮૦
૧૧૭ ૧૬૭ થી ૧૭૨ માં હોઠને વિશે જણાવ્યું તે રીતે) ધોવે, .. પરિમર્દન કરે...માલીશ કરે...મર્દન કરે...પ્રક્ષાલે, રંગે આ કાય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૧૮૧-૧૮૨] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા વધેલા ભ્રમરના વાળ,... પડખાંના વાળ કપાવે કે શોભા વધારવા ગોઠવે. બીજા પાસે તેમ કરાવે કે અનુમોદે.
[૧૮૩ જે સાધુ- સાધ્વી પોતાના આંખ, કાન, દાંત, નખ નો મેલ કાઢે કે મેલ કાઢીને શોભા વધારે, આવું બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે
[૧૮૪] જે સાધુ-સાધ્વી પોતાના શરીરનો પરસેવો, મેલ, પરસેવા અને ધૂળથી ખરડાયેલા મેલના થરો , કે લોહીના ભીંગડા વગેરે રૂપ કોઈપણ મેલ ને કાઢે કે વિશુદ્ધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્.
[૧૮૫ જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંક-આવરણ થી આચ્છાદિત કરે -કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૧૮] જે સાધુ-સાધ્વી શણ-ઉન-સુતર તેવા પદાર્થ માંથી વશીકરણ નો દોરો બનાવે-બનાવડાવે કે બનાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૧૮૭-૧૯૫જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના- મોઢા આગળ, પ્રવેશ દ્વારે, અંતર દ્વારે, અગ્રભાગે, આંગણામાં કે મુત્ર-વિષ્ઠા નિવારણ સ્થાન [બાથરૂમ-સંડાસ) માં, - મૃતકગૃહ (રમશાન) માં, મડદું સળગાવ્યા પછી એકઠી થયેલ રાખના સ્થાને, રમશાન નજીક મૃતકને થોડી વાર રખાય તે સ્થાને, મડદુ સળગાવવાને સ્થાને કરાયેલી દેરી ને સ્થાને, મૃતક દહન સ્થાને કે મૃતકના હાડકા વગેરે જ્યાં નખાતા હોય ત્યાં... અંગારક્ષાર-ગાત્ર (રાગાકાન્તપશુના તે- તે અવયવો)- તુસ (નીભાડો) કે ભુસ-સળગાવવાની જગ્યાએ,... કીચડ, કાદવ કે નીલ-ફુલ-હોય તે સ્થાને નવનિર્મિત એવી ગમાણ, માટીની ખાણ, કે હળ ચલાવેલી ભૂમિમાં,-- ઉદુમ્બર, ન્યગ્રોધ કે પીપળાના વૃક્ષ ના ફળને પડવાના
સ્થાનમાં....શેરડી, ચોખા, કસુંબો. કે કપાસના વનમાં,. ડાગ, (વનસ્પતિનું નામ છે), મૂળા, કોથમીર, જીરૂ, દમનક (વનસ્પતિ) કે મરક (વનસ્પતિ) રાખવાના સ્થાને. અશોક, સપ્તવર્ણ, ચંપક કે આંબાના વનમાં, આ કે આવા કોઈપણ પ્રકારના પાંદડા. વાળા, પુષ્પ-ફળ-છાયા વાળા વૃક્ષોના સમૂહ હોય તે સ્થાનમાં (ઉક્ત તમામ સ્થાનમાંથી કોઈપણ સ્થાને) મળમૂત્ર પરઠવે-પરઠવાવે- પરઠવનારની અનુમોદના કરે તો.
[૧૯૬]જે સાધુ-સાધ્વી દિવસે રાત્રે કે વિકાલે-સંધ્યા સમયે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલાં પરઠવે, પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે
આ ઉદ્દેશામાં કહયા મુજબના કોઈ પણ દોષ ત્રિવિધ સેવે તો તે માસિક પરિહારસ્થાન ઉઘાતિક પ્રાયશ્ચિત્ આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્. પણ કહે છે. ઉદ્દેશ-૩-ની મુનિ દીપરત્ની સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ.
(ઉદ્દેશો-8) “નિસીહ” સૂત્રના આ ચોથા ઉદ્દેશામાં ૧૯૭ થી ૩૧૩ એ રીતે કુલ ૧૧૭ સૂત્રો છે. જેમાં દર્શાવેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને મસિ દારા ૩પતિયં નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org