________________
૧૦૨
દેવિંદત્યઓ – [૨૫૨]
શરીર સ્વાભાવિક તો આભુષણ રહિત હોય છે. પણ તે પોતાની ઈચ્છા અનુસાર વિકુર્વેલા આભુષણ ધારણ કરે છે. સૌધર્મ-ઈશાન ના આ દેવો માહાત્મય, વર્ણ, અવગાહના પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષ માં હંમેશા ગોળ સરસવ ની સમાન એક રૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણવાળા પાંચસો ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિઓ જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા. સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે.
[૨૫૩-૨૫૫]સાનકુમાર અને માહેન્દ્રકલ્પમાં પૃથ્વી ની જાડાઈ ૨૬૦૦ યોજન છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ અને કાળા એવા ૬૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણીઓથી જડિત, ઘણા પ્રકારના આસન-શય્યા-સુશોભિત વિસ્તૃતવસ્ત્ર, રત્નમયમાળા અને અંલકાર હોય છે.
[૨૫૬-૨૫૮]બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૫૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે.સુંદર મણીની વેદિકા થી યુક્ત, વૈસૂર્ય મણિઓની સ્તુપિકા યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ આ વિમાનો માં હોય છે. ત્યાં લાલ, પીળા અને સફેદ વર્ણવાળા ૭૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે.
[૨૫૯-૨૬૨]]શુક્ર અને સહસ્રાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૪૦૦ યોજન હોય છે તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણી અને વેદિકા, વૈડુર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રકારના પ્રાસાદ હોય છે. પીળા અને સફેદ વર્ણવાળા ૮૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયમાળા અને અલંકાર હોય છે.
[૨૬૨-૨૬૫]આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૩૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિઓની વેદિકા, વૈસૂર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં હોય છે. શંખ અને હિમ જેવા શુકલ વર્ણના ૯૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે.
[૨૬૬-૨૬૮]ત્રૈવેયક વિમાનોમાં ૨૨૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણીની વેદિકા, મૈસૂર્ય મણીની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમ જેવા શ્વેત વર્ણવાળા ૧૦૦૦ ઊંચા પ્રાસાદ થી શોભે છે.
[૨૬૯-૨૭૨]પાંચ અનુત્તર વિમાનોમાં ૨૧૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણીની વેદિકા, વૈસૂર્ય મણિની રૂપિકા, રત્નમયમાળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા ૧૧૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે.
[૨૭૩-૨૭૮]સર્વાર્થ સિદ્ધ વિમાન ના સૌથી ઊંચા સ્તૂપના અંતે બાર યોજન ઉપર ઈષત્ પ્રાક્ભારા પૃથ્વી હોય છે. તે નિર્મળ જલકણ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org