Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એ છે કે અનેક વાચનાઓ સમય-સમય પર થઈ છે. અનેક વાચના થવાના કારણે અનેક પ્રકારના પાઠો પણ મળે છે. સંભવ છે કે આ વાંચનાત્તર વ્યાખ્યાંશ અથવા પરિશિષ્ટ દ્વાદશાંગીનો જે ઉત્તરવર્તી ભાગ છે તે ભાગ તેનો પરિશિષ્ટ વિભાગ છે. પરિશિષ્ટ વિભાગનું વિવરણ નંદીસૂત્રની સૂચીમાં આપેલ નથી, માટે સમવાયાંગની સૂચી વિસ્તૃત થઈ ગઈ છે. સમવાયાંગના પરિશિષ્ટ ભાગમાં પ્રજ્ઞાપના સૂત્રનાં અગિયાર પદોનો જે સંક્ષેપ છે તે કઈ દષ્ટિથી તેમાં સંલગ્ન કરેલ છે, તે આગમ મર્મજ્ઞોના માટે ચિત્તનીય છે.
સમગ્ર ચિંતન વિચારણાઓનું સરળ સમાધાન એ છે કે નંદી સૂત્રનો પરિચય વિષય સંક્ષિપ્તરૂપમાં સંપાદિત છે અને સમવાયાંગ સત્રગત પરિચય એની સરખામણીમાં થોડા વિસ્તાર રૂપથી વિસ્તૃત સંપાદિત છે અથવા નંદીસૂત્રની રચનાદેવવાચક અપરનામ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે અગાઉ કરી હતી અને ત્યાર પછી આગમ લેખન સંપાદન સમયમાં સમવાયાંગ સૂત્રમાં દ્વાદશાંગ ગણિપિટક વર્ણન પછી વિવિધ વિષયોનું સંપાદન યોગ્ય સમજીને કર્યું હશે. આ કારણે બન્ને સૂત્રોમાં જુદાપણું જોવા મળે છે.
સમવાયાંગનો વર્તમાનમાં ઉપલબ્ધ પાઠ ૧૭ શ્લોક પરિમાણ છે. તેમાં સંખ્યાક્રમથી પૃથ્વી, આકાશ, પાતાળ, ત્રણે લોકના જીવ આદિ સમસ્ત તત્ત્વોનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી એકથી લઈને કોટાનકોટિ સંખ્યાનો પરિચય પ્રદાન કરેલ છે. તેમાં આધ્યાત્મિક તત્ત્વો, તીર્થકર, ગણધર, ચક્રવર્તી અને વાસુદેવ સંબંધિત વર્ણનની સાથે ભૂગોળ, ખગોળ આદિની સામગ્રીનું સંકલન પણ કરેલ છે. સ્થાનાંગની જેમ જ સમવાયાંગમાં પણ સંખ્યાના ક્રમથી વર્ણન છે. બન્ને આગમોની શૈલી સમાન છે. સમાન હોવા છતાં પણ સ્થાનાંગમાં એકથી લઈને દશ સુધીની સંખ્યાનું નિરૂપણ છે, જ્યારે સમવાયાંગમાં એકથી લઈને કોટાકોટિ સંખ્યાવાળા વિષયોનું પ્રતિપાદન છે. સ્થાનાંગની જેમ સમવાયાંગની પ્રકરણ–સંખ્યા નિશ્ચિત નથી તેમાં આ કારણ છે કે આચાર્ય દેવવાચકે સમવાયાંગનો પરિચય દેતાં એક જ અધ્યયનનું સૂચન કરેલ છે. આ કોષ શૈલી અત્યંત પ્રાચીન છે. સ્મરણ કરવાની દષ્ટિથી આ શૈલી અત્યંત ઉપયોગી રહી છે. આ શૈલી અન્ય આગમોમાં પણ જોવા મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રના એકત્રીસમાં અધ્યયનમાં ચારિત્ર વિધિમાં એકથી લઈને તેત્રીસ સુધીની સંખ્યામાં વસ્તુઓની પરિગણના કરેલી છે. તેમાં આ બતાવવામાં આવ્યું છે કે અવિવેકપૂર્વકની પ્રવૃત્તિઓ કઈ છે? તેનાથી કેવી રીતે બચી શકાય છે તથા કેવી રીતે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે.
(O)||
38