Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૩૬]
શ્રી સમવાયાંગ સૂત્ર
તૈજસકાયિક સૂચીકલાપ(સોયસમૂહ) સંસ્થાનવાળા હોય છે. વનસ્પતિકાયિક જીવ વિવિધ પ્રકારના સંસ્થાનવાળા હોય છે. ४४ बेइदिय तेइंदिय चउरिदिय सम्मुच्छिम पंचेंदियतिरिक्खा हुंडसंठाणा पण्णत्ता । गब्भवक्कंतिया छव्विहसंठाणा पण्णत्ता । समुच्छिम मणुस्सा हुडसठाण-सठिया पण्णत्ता । गब्भवक्कतियाणं मणुस्साण छव्विहा संठाणा पण्णत्ता । जहा असुरकुमारा तहा वाणमंतर-जोइसिय-वेमाणिया वि । ભાવાર્થ – બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોને હુંડને સંસ્થાન અને ગર્ભજ તિર્યંચને છએ સંસ્થાન હોય છે. મૂર્છાિમ મનુષ્યને હુંડ સંસ્થાન તથા ગર્ભજ મનુષ્યને છએ સંસ્થાન હોય છે.
અસુરકુમાર દેવોની જેમ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને સમચતુરસ સંસ્થાન હોય છે. વિવેચન :
સંસ્થાના શરીરના આકારને સંસ્થાન કહે છે. જે શરીરનાં અંગ અને ઉપાંગ ન્યૂનતા અથવા અધિકતાથી રહિત શાસ્ત્રોક્ત માન-ઉન્માન પ્રમાણવાળાં હોય, તેને સમચતરસ સંસ્થાન કહે છે. જે સંસ્થાનમાં શરીરની નાભિથી ઉપરના અવયવ પ્રમાણોપેત હોય પરંતુ નાભિથી નીચેના અવયવ હીન(ચુન)પ્રમાણવાળાં હોય તેને ન્યગ્રોધ સંસ્થાન કહે છે. જે શરીરના નાભિથી નીચેના અવયવ પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવ હીન પ્રમાણવાળા હોય તેને સાદિ સંસ્થાન કહે છે. જે શરીરના અવયવ લક્ષણયુક્ત હોવા છતાં પણ વિકૃત અને ન્યૂનાધિક હોય, છાતી અથવા પીઠ નીકળેલા હોય, ખૂંધ નીકળેલ હોય, કુબડા હોય, તેને જ સંસ્થાન કહે છે. જે શરીર એકદમ ઠીંગણું હોય તેને વામન સંસ્થાન કહે છે. જે શરીરમાં હાથ, પગ આદિ દરેક અવયવ પ્રમાણથી વિપરીત હોય તેને હુંડ સંસ્થાન કહે છે. દરેક નારકી જીવ હુડક સંસ્થાનવાળા અને દેવ સમચરસ સંસ્થાનવાળા છે. શેષ મનુષ્ય અને તિર્યંચ છએ સંસ્થાનવાળા હોય છે.
વેદ :
४५ कइविहे णं भंते ! वेए पण्णत्ते ? गोयमा ! तिविहे वेए पण्णत्ते । तं जहा- इत्थीवेए पुरिसवेए णपुंसगवेए । ભાવાર્થ :-- પ્રશ્ન – હે ભગવન્! વેદ કેટલા પ્રકારના છે?
ઉત્તર – હે ગૌતમ! વેદ ત્રણ પ્રકારના છે – સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકવેદ. ४६ णेरइया णं भंते ! किं इत्थीवेया पुरिसवेया णपुंसगवेया पण्णत्ता ?