Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 417
________________ | અતીત-અનાગતકાલિક મહાપુરુષો [ ૩૦૧] ઉપસંહાર :४६ इच्चेयं एवमाहिज्जति, तं जहा- कुलगरवंसेइ य, एवं तित्थगरवंसेइ य, चक्कवट्टिवंसेइ य दसारवंसेइ वा गणधरवंसेइ य, इसिवंसेइ य, जइवंसेइ य, मुणिवंसेइ य, सुएइ वा, सुअंगेइ वा सुयसमासेइ वा, सुयखंधेइ वा समवाए इ वा, संखेइ वा समत्तमंगमक्खायं अज्झयणं त्ति बेमि । ભાવાર્થ :- આ પ્રમાણે આ અધિકૃત સમવાયાંગ સૂત્ર અનેક પ્રકારના ભાવો અને પદાર્થોનું વર્ણન છે, યથા– તેમાં કુલકરોના વંશોનું વર્ણન છે. આ રીતે તીર્થકરોના વંશોનું, ચક્રવર્તીઓના વંશોનું, દશામંડલોના વંશોનું, ગણધરોના વંશોનું, ઋષિઓના વંશોનું, યતિઓના વંશોનું અને મુનિઓના વંશોનું પણ વર્ણન છે. પરોક્ષરૂપથી ત્રિકાળવર્તી સમસ્ત અર્થોનું પરિજ્ઞાન કરાવવાથી તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રવચન પુરુષનું અંગ હોવાથી તે શ્રુતાંગ છે. તેમાં સમસ્ત સૂત્રોનો અર્થ સંક્ષેપથી કહ્યો છે, તેથી તે શ્રુત સમાસ છે. શ્રતના સમુદાયરૂપ વર્ણન કરતાં આ 'શ્રુતસ્કન્ધ' છે. સમસ્ત જીવાદિ પદાર્થોના સમુદાયરૂ૫ કથન કરવાથી આ 'સમવાય' કહેવામાં આવે છે. એક, બે, ત્રણ આદિ સંખ્યાના રૂપમાં સંખ્યાનું વર્ણન હોવાથી "સંખ્યાન" નામથી પણ ઓળખાય છે. તેમાં આચારાંગ આદિ અંગો સમાન શ્રુતસ્કન્ધ વગેરેના વિભાગ ન હોવાથી આ અંગ સમસ્ત' અર્થાતુ પરિપૂર્ણ અંગ કહેવામાં આવે છે. તેમજ તેમાં ઉદ્દેશક આદિના વિભાગ ન હોવાથી તેને અધ્યયન' પણ કહે છે. આમ આ રીતે શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને લક્ષ્યમાં રાખીને કહે છે કે આ અંગે ભગવાન મહાવીરની સમીપે જે રીતે મેં સાંભળ્યું છે, તે રીતે મેં તમને કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત તીર્થકરાદિના વંશનો અર્થ તેની પરંપરાથી છે. ઋષિ, યતિ આદિ શબ્દ સાધારણતયા સાધુઓના વાચક છે. તે છતાં ઋદ્ધિના ધારક સાધુઓને ઋષિ, ઉપશમ અથવા ક્ષપકશેણી પર પ્રયાણ કરનારાને યતિ; અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાનીઓને મુનિ અને ગૃહત્યાગી સામાન્ય સાધુઓને અણગાર કહે છે. સંસ્કૃત ટીકામાં ગણધરો સિવાયના જિનેન્દ્રના શેષ શિષ્યોને ઋષિ કહ્યા છે. નિર્યુક્તિ પ્રમાણે કર્મ-ક્લેશોના નિવારણ કરનારાને ઋષિ, આત્મવિદ્યામાં માન્ય જ્ઞાનીઓને મુનિ, પાપોને નાશ કરવા ઉદ્યત (તત્પર)સાધુઓને યતિ અને દેહમાં પણ નિઃસ્પૃહને અણગાર કહે છે. આ સમવાયાંગસૂત્ર સૂત્ર જો કે દ્વાદશાંગસૂત્રોમાં ચોથું અંગસૂત્ર છે છતાં આમાં સંક્ષેપમાં બધાં અંગસૂત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને સંખ્યાના રૂપમાં ઘણાં તત્ત્વોનું સંકલન થયેલું છે તેથી તેનું મહત્ત્વ વિશેષરૂપે છે. |શ્રી સમવાયાંગ સૂત્ર સંપૂર્ણ |

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433