Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 406
________________ ૩૫૦ ] શ્રી સમવાયાંગ સૂત્ર विमल गोत्थुभ तिरीडधारी कुंडल उज्जोइयाणणा पुंडरीयणयणा एकावलि कण्ठलइयवच्छा सिरिवच्छ-सुलछणा वरजसा सव्वोउयसुरभि कुसुम रचित पलंब सोभत कंत विकसंत विचित्तवर मालरइयवच्छा अट्ठसय विभत्त लक्षण पसत्थ सुंदर विरइयंगमंगा मत्तगयवरिंद ललिय विक्कम विलसियगई सारय णवथणिय महुर गंभीर कोंच णिग्घोस दुंदुभिसरा कडिसुत्तग णील पीय कोसेज्जवाससा पवरदित्ततेया णरसीहा णरवई परिंदा णरवसहा मरुयवसभकप्पा अब्भहियरायतेय लच्छीए दिप्पमाणा णीलगपीयगवसणा दुवे दुवे राम केसवा भायरो होत्था । तं जहा ભાવાર્થ :- આ જંબૂદ્વીપનામના દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં સમયાનુક્રમે નવ દશામંડલ (બલદેવ અને વાસુદેવ સમુદાય) થયા છે, તેનું વર્ણન આ પ્રકારે છે. તેઓ દરેક બલદેવ અને વાસુદેવ ઉત્તમકુળમાં ઉત્પન્ન થવાથી ઉત્તમ પુરુષ હતા. તીર્થંકરાદિ શલાકા પુરુષોના મધ્યવર્તી હોવાથી મધ્યમ પુરુષ હતા અથવા તીર્થકરોના બળની અપેક્ષાએ ઓછું અને સામાન્ય પુરુષોના બળની અપેક્ષાએ અધિક બળશાળી હોવાથી (બંનેના બળની મધ્યમ હોવાથી) તેઓ મધ્યમ પુરુષ હતા. પોતાના સમયના પુરુષોના શૌર્યાદિ ગુણોની પ્રધાનતાની અપેક્ષાએ તેઓ પ્રધાન પુરુષ હતા, માનસિક બલ સંપન્ન હોવાથી ઓજસ્વી હતા, દેદીપ્યમાન શરીરના ધારક હોવાથી તેજસ્વી હતા, શારીરિક બળથી સંયુક્ત હોવાથી વર્ચસ્વી હતા, પરાક્રમ દ્વારા પ્રસિદ્ધિને પ્રાપ્ત હોવાથી યશસ્વી હતા, શરીરની છાયા (પ્રભા)યુક્ત હોવાથી છાયાવંત હતા, શરીરની કાંતિયુક્ત હોવાથી તે કાંત હતા, ચંદ્રની સમાન સૌમ્ય મુદ્રાના ધારક હતા. સર્વજનોના વલ્લભ હોવાથી સુભગ અથવા સૌભાગ્યશાળી હતા. નેત્રોને અતિપ્રિય હોવાથી તેઓ પ્રિયદર્શી હતા, સમચતુરસ સંસ્થાનના ધારક હોવાથી સુરૂપ હતા, શુભ સ્વભાવવાળા હોવાથી શુભશીલ હતા, સુખપૂર્વક સરળતાથી પ્રત્યેકજન તેને મળી શકતા હતા તેથી તેઓ સુખાભિગમ્ય હતા, સર્વજનોના આંખોના પ્યારા હતા. કયારે ય ન થાકનાર અવિચ્છિન્ન પ્રવાહ યુક્ત બલશાળી હોવાથી તેઓ ઓઘબલી હતા, પોતાના સમયના દરેક પુરુષોના બળનું અતિક્રમણ કરવાથી અતિઅલી હતા અને મહાન પ્રશસ્ત અથવા શ્રેષ્ઠ બળ વાળા હોવાથી તેઓ મહાબલી હતા, નિરુપક્રમ આયુષ્યના ધારક હોવાથી અનિહત અર્થાત્ બીજા દ્વારા થતી ઘાત અથવા મરણથી રહિત હતા અથવા મલ્લયુદ્ધમાં કોઈ તેને પરાજિત કરી શકતા ન હોવાથી અપરાજિત હતા, મોટાં મોટાં યુદ્ધોમાં શત્રુઓનાં મર્દન કરવાથી તેઓ શત્રુમર્દન હતા, હજારો શત્રુઓના માનનું મર્દન કરનારા હતા, આજ્ઞા અથવા સેવા સ્વીકાર કરનારા પર કૃપા કરનારા હતા, તેઓ માત્સર્ય (ઈષ્ય) રહિત હતા, કારણ કે બીજાના ગુણોને પણ ધારણ કરી લેતા હતા. મન, વચન, અને કાયાની સ્થિર પ્રવૃત્તિના કારણે તેઓ અચપલ (ચપળતા રહિત) હતા, નિષ્કારણ પ્રચંડ ક્રોધથી રહિત હતા, પરિમિત મંજુલ વાર્તાલાપ અને મૃદુ હાસ્યથી યુક્ત હતા, ગંભીર, મધુર અને પરિપૂર્ણ સત્ય વચન બોલતા હતા,

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433