Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સમવાયાંગ સૂત્ર
अवसेसा परिकम्माइं पुट्ठाइयाई एक्कारसविहाइं पण्णत्ताइं । इच्चेयाइं सत्त परिकम्माइं ससमइयाइं, सत्त आजीवियाई, छ चउक्कणइयाई, सत्त तेरासियाई । एवामेव सपुव्वावरेणं सत्त परिकम्माई तेसीति भवतीतिमक्खायाइं । से तं परिकम्माई ।
૨૦
ભાવાર્થ :- પ્રશ્ન – પરિકર્મ શું છે ?
ઉત્તર – પરિકર્મના સાત પ્રકાર છે, જેમ કે– (૧) સિદ્ઘશ્રેણિકા પરિકર્મ (૨) મનુષ્યશ્રેણિકા પરિકર્મ (૩) પૃષ્ઠ શ્રેણિકા પરિકર્મ (૪) અવગાહન શ્રેણિકા પરિકર્મ (૫) ઉપસંપર્ધ(ગ્રહણ) શ્રેણિકા પરિકર્મ (૬) વિપ્રજહણ(ત્યાગ) શ્રેણિકા પરિકર્મ અને (૭) ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મ.
પ્રશ્ન – સિદ્ધ શ્રેણિકા પરિકર્મ શું છે ?
ઉત્તર – સિદ્ધ શ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર છે, જેમ કે– (૧) માતૃકા પદ (૨) એકાર્થક પદ (૩) અર્થપદ (૪) પાઠ (૫) આકાશ પદ (૬) કેતુભૂત (૭) રાશિબદ્ઘ (૮) એકગુણ, (૯) દ્વિગુણ (૧૦) ત્રિગુણ (૧૧) કેતુભૂત પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નન્દાવર્ત (૧૪) સિદ્ધાવર્ત, આ બધાં સિદ્ધ શ્રેણિક પરિકર્મ છે.
પ્રશ્ન – મનુષ્ય શ્રેણિકા પરિકર્મ શું છે ?
ઉત્તર – મનુષ્ય શ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર છે, જેમ કે – માતૃકાપદ યાવત્ નંદાવર્ત અને મનુષ્યાવર્ત આ બધાં મનુષ્ય શ્રેણિકા પરિકર્મ છે.
પૃષ્ઠ શ્રેણિકા પરિકર્મથી લઈને બાકીનાં પરિકર્મના અગિયાર પ્રકાર છે. સૂત્રોક્ત સાત પરિકર્મ સ્વસામયિક (જૈનમતાનુસારી) છે અને પછીના સાત આજીવિક મતાનુસારી છે. છ પરિકર્મ ચાર નયવાળાના મતાનુસારી છે અને સાત ત્રિરાશિક મતાનુસારી છે. તે રીતે સાતે સાત પરિકર્મ પૂર્વાપર ભેદોની અપેક્ષાએ ત્યાંસી(૮૩) હોય છે, આ બધાં પરિકર્મ છે.
વિવેચન :
બારમું અંગ દૃષ્ટિવાદસૂત્ર સર્વથા વિચ્છેદ થઈ જવાના કારણે તેના વિષયમાં અનુમાન કરી શકાય છે કે પ્રારંભિક યોગ્યતા માટેના આ પરિકર્મવિભાગમાં પહેલા ધોરણની જેમ મૂલાક્ષર, એકાર્થકપદ, પદોના વિવિધ અર્થ, તેનો સંધિ વિચ્છેદ વગેરે તથા ગણિત શિક્ષા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેની વિધિઓનું વર્ણન તથા બીજા પણ કઠિન ગણિત અને ભંગવિધિઓનું પ્રારંભિક જ્ઞાન આ પરિકર્મ વિભાગમાં હોય છે અથવા સિદ્ધ સંબંધી વર્ણન પણ હોઈ શકે છે.
સૂત્રમાં "છ પડ પડ્યારૂં સત્ત તેરાસિયારૂં આ પદ છે. તેનો ભાવ એ છે કે આદિના છ