Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૦ |
શ્રી સમવાયાંગ સૂત્ર
ઉત્તર – હે ગૌતમ ! આયુકર્મ બંધના છ પ્રકાર છે, જેમ કે-જાતિનામ નિધત્ત આયુષ્ક, ગતિનામ નિધત્ત આયુષ્ક, સ્થિતિનામ નિધત્ત આયુષ્ક, પ્રદેશ નામ નિધત્ત આયુષ્ક, અનુભાગનામ નિધત્ત આયુષ્ક અને અવગાહનાનામ નિધત્ત આયુષ્ક. વિવેચન :
પ્રત્યેક પ્રાણી જે સમયે આગામી ભવના આયુનો બંધ કરે છે, તે સમયે તે ભવને યોગ્ય જાતિનામ કર્મનો બંધ કરે છે, ગતિનામ કર્મનો પણ બંધ કરે છે, તેવી રીતે તેને યોગ્ય સ્થિતિ, પ્રદેશ, અનુભાગ અને અવગાહના (શરીરનામકમ)નો પણ બંધ કરે છે, જેમ કે – કોઈ જીવ આ સમયે દેવ આયુષ્યનો બંધ કરી રહ્યા હોય, તો તે આ સમયે તેની સાથે પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો અને દેવગતિનામ કર્મનો બંધ કરે છે. દેવભવને યોગ્ય આયુના નિયત કાળની સ્થિતિનો બંધ કરે છે, તેઓ નિયત પરિમાણવાળા કર્મ પ્રદેશોનો બંધ કરે છે, નિયત રસ–વિપાક અથવા તીવ્રમંદ ફળ દેનાર અનુભાગનો બંધ કરે છે અને દેવગતિ ને યોગ્ય વૈક્રિય શરીર–અવગાહનાનો અર્થાત્ શરીરનો પણ બંધ કરે છે. આ બધી અપેક્ષાઓથી આયુકર્મનો બંધ છ પ્રકારનો કહ્યો છે અથવા આયુબંધના સમયે અવગાહના આદિ છ બોલોનું આયુષ્યબંધની સાથે જોડાણ થઈ જાય છે, તેને જ અહીં બંધ કહ્યો છે. |३२ रइयाणं भंते ! कइविहे आउगबंधे पण्णत्ते ? गोयमा ! छव्विहे पण्णत्ते, तं जहा-जातिणाम० गइणाम० ठिइणाम० पएसणाम० अणुभागणाम० ओगाहणाणाम। एवं जाव वेमाणियाणं । ભાવાર્થ – પ્રશ્ન - હે ભગવન્! નારકીના આયુબંધ કેટલા પ્રકારનો છે?
ઉત્તર - ગૌતમ! છ પ્રકારનો છે, જેમ કે – જાતિનામ નિધત્તાયુષ્ક, ગતિનામ નિધત્તાયુષ્ક, સ્થિતિનામ નિધત્તાયુષ્ક, પ્રદેશનામ નિધત્તાયુષ્ક, અનુભાગનામ નિધત્તાયુષ્ક અને અવગાહનાનામ નિધત્તાયુષ્ક.
આ પ્રમાણે અસુરકુમારોથી લઈને વૈમાનિક દેવો સુધી દરેક દંડકોમાં છ-છ પ્રકારના આયુબંધ જાણવા જોઈએ. વિરહ :३३ णिरयगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ते । एवं तिरियगई मणुस्सगई देवगई । ભાવાર્થ :- પ્રશ્ન – હે ભગવન્! નરક ગતિમાં કેટલા વિરહ (અંતર) કાલ પછી નારકીઓનો ઉપપાત