Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૨૬ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
સંસ્થાન – નારકીઓનું અવધિજ્ઞાન ત્રાપાના આકાર, ભવનવાસી દેવોનું પલ્યના આકારવાળું, વ્યંતરદેવોનું પટહના(ઢોલ) આકારનું, જ્યોતિષ્ક દેવોનું ઝાલરના આકારનું, કલ્પોપન્ન દેવોનું ઊભી મૃદંગના આકારનું, રૈવેયક દેવોનું પુષ્પાવલી રચિત શિખરવાળી ચંગેરી સમાન તથા અનુત્તર વિમાનના દેવોનું અવધિજ્ઞાન કન્યાચોલક (કંકી-ચોલી)ના આકારનું હોય છે. તિર્યંચ અને મનુષ્યોના અવધિજ્ઞાનના આકાર અનેક પ્રકારના હોય છે.
આભ્યન્તર બાહ્ય દ્વારની અપેક્ષા, કયા કયા જીવ પોતાના અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની અંદર રહે છે, તેનો વિચાર કરવામાં આવે છે. બાહ્ય દ્વારની અપેક્ષા, કયા કયા જીવ અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની બહાર રહે છે, તેનો વિચાર કરાય છે, જેમ કે નારકી, દેવ અને તીર્થકર અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્રની અંદર હોય છે. શેષ જીવ બાહ્ય અને આત્યંતર બંને અવધિજ્ઞાનવાળા હોય છે.
દેશાવધિ સર્વાધિ દ્વારની અપેક્ષાએ દેવો, નારકીઓ અને તિર્યંચોને દેશાવધિજ્ઞાન જ હોય છે, કેમ કે તે જીવો અવધિજ્ઞાનનાં વિષયભૂત દ્રવ્યોના એક દેશને જ જાણે છે, પરંતુ મનુષ્યોને દેશાવધિ પણ હોય છે અને સર્વાવધિજ્ઞાન પણ હોય છે. સર્વાવધિજ્ઞાન તદ્ભવ મોક્ષગામી પરમ સંવતને જ હોય છે. વૃદ્ધિ– હાનિ દ્વારની અપેક્ષાએ મનુષ્યો અને તિર્યંચોનું અવધિજ્ઞાન પરિણામોની વિશુદ્ધિના સમયે વધે છે અને સંક્લેશ પરિણામોના સમયે ઘટે પણ છે. વૃદ્ધિરૂપ અવધિજ્ઞાન આંગુલના અસંખ્યાતમા ભાગથી વધીને લોકાકાશ પરિમિત ક્ષેત્ર સુધી વધતું જાય છે, તે જ રીતે સંક્લેશની વૃદ્ધિ થવા પર ઉત્તરોત્તર ઘટતું જાય છે, પરંતુ દેવો અને નારકીના અવધિજ્ઞાન જે પરિમાણમાં ઉત્પન્ન થાય છે તેટલા જ પરિમાણમાં અવસ્થિત રહે છે, વધતું ઘટતું નથી.
પ્રતિપાતિ, અપ્રતિપાતિ દ્વારની અપેક્ષાએ દેશાવધિજ્ઞાન પ્રતિપાતિ છે અને સર્વાવધિજ્ઞાન અપ્રતિપાતિ છે. ભવ પ્રત્યય અવધિજ્ઞાન ભવ પર્યત અપ્રતિપાતિ છે અને ભવ છૂટવાની સાથે પ્રતિપાતિ છે. ક્ષાયોપથમિક ગુણ પ્રત્યય અવધિજ્ઞાન પ્રતિપાતિ પણ હોય છે અને અપ્રતિપાતિ પણ હોય છે. વેદના :२६ सीया य दव्व सारीर, साया तह वेयणा भवे दुक्खा ।
अब्भुवगमुवक्कमिया, णीयाए चेव अणियाए ।।१।।
ભાવાર્થ :- વેદનાના વિષયમાં શીત, દ્રવ્ય, શારીર, સાતા, દુઃખ, આભ્યપગમિકી, ઔપક્રમિકી, નિદા અને અનિદા, વગેરે દ્વારા જાણવા યોગ્ય છે. २७ णेरइया णं भंते ! किं सीयं वेयणं वेयंति, उसिणं वेयणं वेयंति, सीओसिणं वेयणं वेयति? गोयमा ! णेरइया० एवं चेव वेयणापदं भाणियव्वं । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! શું નારકી શીત વેદનાનું વેદન કરે છે, ઉષ્ણ વેદનાનું વેદન કરે છે કે