Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૦ |
શ્રી સમવાયાંગ સૂત્ર
નવ પદાર્થોની પ્રરૂપણા કરે, તેને આક્ષેપણીકથા કહેવાય છે. (૨) વિક્ષેપણીકથા - જેમાં પ્રથમ પર–સમય દ્વારા સ્વ–સમયમાં દોષ દેખાડીને પછી પર–સમયની આધારભૂત અનેક પ્રકારની એકાંત દષ્ટિઓનું શોધન કરીને સ્વ–સમયની સ્થાપના કરવામાં આવે તેમજ છ દ્રવ્ય અને નવ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવે તેને વિક્ષેપણીકથા કહેવાય છે. (૩) સવેગનીકથા - જેમાં પુણ્યના ફળનું વર્ણન બતાવવામાં આવે છે, જેમ કે- તીર્થકર, ગણધર, ઋષિ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, વિધાધર અને દેવોની ઋદ્ધિ, એ પુણ્યનું ફળ છે. નરક, તિર્યંચ આદિમાં જન્મ મરણ અને વ્યાધિ, વેદના, દરિદ્રતા એ પાપનું ફળ છે. એ રીતે વિસ્તારથી ધર્મના ફળનું વર્ણન કરી વૈરાગ્યને ઉત્પન્ન કરનારી સંવેગનીકથા કહેવાય છે. (૪) નિર્વેદની કથા:- ઉપરોક્ત વર્ણનના આધારે સંસારથી ઉદાસીનતા અને ત્યાગની ઉત્કટ ભાવનાને પ્રગટ કરનારી નિર્વેદની કથા કહેવાય છે.
ઉક્ત ચારે ય કથાઓનું પ્રતિપાદન કરતાં એમ પણ કહ્યું છે કે જે જિનશાસનમાં અનુરક્ત હોય, પુણ્યપાપને સમજનાર હોય, સ્વ સમયના રહસ્યને જાણનાર હોય, તપ અને શીલગુણથી યુક્ત હોય તેમજ ભોગથી વિરક્ત હોય તેને જ વિક્ષેપણીકથા કહેવી જોઈએ. કેમ કે વક્તા દ્વારા પર–સમયનું પ્રતિપાદન કરનારી કથાને સાંભળીને સ્વ-સમયને નહિ સમજનારા શ્રોતાનું ચિત્ત વ્યાકુળ બનીને મિથ્યાત્વનો સ્વીકાર કરી શકે છે. માટે સ્વ-સમયને અવશ્ય સમજવો જોઈએ. આ રીતે પ્રશ્નવ્યાકરણમાં વિવિધ વસ્તુઓ બતાવી છે.
વિપાક સૂત્ર :१२ से किं तं विवागसुयं ? विवागसुए णं सुक्कड-दुक्कडाणं कम्माणं फलविवागे आघविज्जति । से समासओ दुविहे पण्णत्ते, तं जहा-दुहविवागे चेव, सुहविवागे चेव । तत्थ णं दस दुहविवागाणि, दस सुहविवागाणि ।
से किं तं दुहविवागाणि ? दुहविवागेसु णं दुहविवागाणं णगराई उज्जाणाई चेइयाई वणखडा रायाणो अम्मापियरो समोसरणाइ धम्मायरिया धम्मकहाओ णगरगमणाई संसारपबंधे दुहपरंपराओ य आघविज्जति । से त्तं दुहविवागाणि। ___ से किं तं सुहविवागाणि ? सुहविवागेसु सुहविवागाणं णगराई उज्जाणाई चेइयाई वणखंडा रायाणो अम्मा-पियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइय-इड्डिविसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा तवोवहाणाइं परियागा पडिमाओ संलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई देवलोगगमणाई सुकुलपच्चायाई पुणब्बोहिलाहा