Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
( ૧૧૪]
શ્રી સમવાયાંગ સૂત્ર तिकणइयाई तेरासियसुत्तपरिवाडीए, बावीसं सुत्ताई, चउक्कणइयाई ससमय सुत्तपरिवाडीए। ભાવાર્થ :- દષ્ટિવાદ નામના બારમા અંગમાં બાવીસ સૂત્ર, સ્વસમય સૂત્ર પરિપાટીથી છિન્નછેદ નયિક છે. બાવીસ સૂત્ર આજીવિક સૂત્ર પરિપાટીથી અચ્છિન્નછેદનયિક છે. બાવીસ સૂત્ર ઐરાશિક સૂત્ર પરિપાટીથી ત્રિનયિક છે. બાવીસ સૂત્ર સ્વસમય સૂત્ર પરિપાટીથી ચતુષ્ક નયિક છે.
વિવેચન :
જે નય છિન્ન સુત્રને છેદ અથવા ભેદથી (ભિન્ન-ભિન્ન રૂપે)સ્વીકારે છે અને જે બીજા શ્લોક વગેરેની અપેક્ષા રાખતા નથી, તે છેદનય સ્થિત કહેવાય છે. જેમ કે- "ધનો નમુકિ૬" ઈત્યાદિ શ્લોક પોતાના ભાવને પ્રગટ કરવામાં બીજા શ્લોકની અપેક્ષા રાખતો નથી. એવી રીતે જે સૂત્રો છિન્ન છેદનયવાળાં હોય છે, તેને છિન્ન છેદાયિક કહે છે. દષ્ટિવાદ અંગસૂત્રમાં એવાં બાવીસ સૂત્ર છે જેનું જૈનમતની પદ્ધતિથી નિરુપણ કરેલું છે. જે નય અચ્છિન્ન (અભિન્ન) સૂત્રના છેદની અપેક્ષા રાખે છે, તે અચ્છિન્ન છેદનક કહેવાય છે અર્થાત્ બીજા શ્લોકોની અપેક્ષા રાખે છે, એવાં બાવીસ સૂત્ર આજીવિકા મત -ગોશાલક મતની પદ્ધતિથી કહેલાં છે. જે સૂત્ર દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક અને ઉભયાસ્તિક, આ ત્રણ નયોની અપેક્ષાથી કહેલાં છે, તે ત્રિકનયિક છે, તે ત્રિરાશિક મતની પરિપાટીથી કહેલાં છે. જે સૂત્ર સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દાદિત્રિક; એ ચાર નયોની અપેક્ષાથી કહેલાં છે, તે ચતુષ્કાયિક કહેવાય છે, તે સ્વસમયથી સંબદ્ધ છે. | ३ | बावीसविहे पोग्गलपरिणामे पण्णत्ते, तं जहा- कालवण्णपरिणामे, णीलवण्णपरिणामे, लोहियवण्णपरिणामे, हलिद्दवण्णपरिणामे, सुक्किल्लवण्णपरिणामे, सुब्भिगंधपरिणामे, दुब्भिगंधपरिणामे तित्तरसपरिणामे, कडुयरसपरिणामे, कसायरसपरिणामे, अंबिलरसपरिणामे, महुररसपरिणामे, कक्खडफासपरिणामे, मउयफासपरिणामे, गुरुफासपरिणामे, लहुफासपरिणामे, सीतफासपरिणामे, उसिणफासपरिणामे णिद्धफासपरिणामे लुक्खफासपरिणामे, अगुरुलहुफासपरिणामे, गुरुलहुफासपरिणामे । ભાવાર્થ :- પુલના પરિણામ (ધર્મ) બાવીસ પ્રકારના છે, જેમ કે- (૧) કૃષ્ણવર્ણ પરિણામ (૨) નીલવર્ણ પરિણામ (૩) લાલવર્ણ પરિણામ (૪) પીળોવર્ણ પરિણામ (૫) સફેદવર્ણ પરિણામ (૬) સુરભિગંધ પરિણામ (૭) દુરભિગંધ પરિણામ (૮) તિક્ત –તીખો રસ પરિણામ (૯) કડવો રસ પરિણામ (૧૦) કષાય-તુરો રસ પરિણામ (૧૧) ખાટો રસ પરિણામ (૧૨) મધુર-મીઠોરસ પરિણામ (૧૩) કર્કશ સ્પર્શ પરિણામ (૧૪) મૃદુ સ્પર્શ પરિણામ (૧૫) ગુરુ સ્પર્શ પરિણામ (૧૬) લઘુસ્પર્શ પરિણામ (૧૭) શીતસ્પર્શ પરિણામ (૧૮) ઉષ્ણસ્પર્શ પરિણામ (૧૯) સ્નિગ્ધસ્પર્શ પરિણામ (૨૦) રુક્ષસ્પર્શ