Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીસણ સમવાય
| ૧૪૯
ભાવાર્થ :- ઐશ્વર્યશાળી કે ઋદ્ધિ સંપન્ન ગ્રામવાસીઓની મદદથી જે દીન, અનાથ, સંપત્તિવિહિન વ્યક્તિ અનુપમ સંપત્તિ પામી હોય, તે વ્યક્તિ ઇર્ષાને વશ બનીને, કલુષિત ચિત્તથી તે ઉપકારીના લાભમાં અંતરાયભૂત બને છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચૌદમું મહામોહ બંધસ્થાન છે.
सप्पी जहा अंडउडं, भत्तारं जो विहंसइ ।
सेणावई पसत्थारं, महामोहं पकुव्वइ ।।१८।। ભાવાર્થ :- જેમ સર્પિણી પોતે જ પોતાના ઈડાને ગળી જાય છે તેમ જે પોતાના સ્વામી(પાલક), સેનાપતિ (રક્ષક) અને શાસનકર્તા(કલાચાર્ય, ધર્માચાર્ય)ને મારી નાખે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પંદરમું મહામોહ બંધસ્થાન છે.
जे णायगं च रट्ठस्स, णेयारं णिगमस्स वा ।
सेट्टि बहुरवं हंता, महामोहं पकुव्वइ ।।१९।। ભાવાર્થ :- જે રાષ્ટ્રનાયકની, ગામના સ્વામીની તથા લોકપ્રિય વ્યક્તિની ઘાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સોળમું મહામોહ બંધસ્થાન છે.
बहुजणस्स णेयारं, दीवं ताणं च पाणिणं ।
एयारिसं णरं हता, महामोहं पकुव्वइ ।।२०।। ભાવાર્થ :- જે અનેક માણસોના નાયક, અનેક પ્રાણીઓ માટે સમુદ્રમાં દ્વીપ સમાન અર્થાત્ આપત્તિકાળમાં રક્ષા કરનારા, અંધકારમાં અથડાતા પ્રાણીઓ માટે દીપકની જેમ જ્ઞાન રૂપી પ્રકાશથી સન્માર્ગે લાવનારની ઘાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તરમું મહામોહ બંધસ્થાન છે.
उवट्ठियं पडिविरयं, संजयं सुतवस्सियं।
वुक्कम्म धम्माओ भंसेइ, महामोह पकुव्वइ ।।२१।। ભાવાર્થ :- જે પાપથી નિવૃત્ત થયેલા દીક્ષાર્થી, સંયમી, સુતપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઢારમું મહામોહ બંધસ્થાન છે.
तहेवाणतणाणीणं, जिणाणं वरदंसिणं ।
तेसिं अवण्णवं बाले, महामोहं पकुव्वइ ।।२२।। ભાવાર્થ :- જે અનંત જ્ઞાની(કેવળજ્ઞાની), વરદર્શી (કેવળદર્શની) જિનેન્દ્રદેવના અવર્ણવાદ બોલે, નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણીસમું મહામોહ બંધસ્થાન છે.
णेयाउयस्स मग्गस्स, दुढे अवयरइ बहु । तं तिप्पयंतो भावेइ, महामोहं पकुव्वइ ।।२३।।