Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૬
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- જંબુદ્રીપ એક લાખ યોજન આયામવિષ્યભવાળો છે.
२५ लवणे णं समुद्दे दो जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं पण्णत्ते
TI૨૦૦૦૦૦||
ભાવાર્થ :- લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ બે લાખ યોજન (લાંબો પહોળો) છે.
વિવેચન :
જેમ રથના ચક્રના મધ્યભાગ ગત નાભિ અને તેના આરાઓને વર્જિને ગોળાકાર ધરીનો ભાગ હોય તેની પહોળાઈને ચક્રવાલ વિધ્યુંભ કહે છે. જંબુદ્રીપ લવણ સમુદ્રના મધ્યભાગમાં અવસ્થિત હોવાથી ચક્રના મધ્યભાગ જેવો છે, તેની લંબાઈ પહોળાઈ એક લાખ યોજન છે. લવણ સમુદ્રની પહોળાઈ ચારે તરફ બે બે લાખ યોજન છે, તેને ચક્રવાલ વિધ્યુંભ કહે છે.
२६ पासस्स णं अरहओ तिण्णि सयसाहस्सीओ सत्तावीसं च सहस्साई उक्कोसिया सावियासंपया होत्था । ।।३२७०००।।
ભાવાર્થ સંપદા હતી.
:– પાર્શ્વનાથ અરિહંતના સંઘમાં ત્રણ લાખ સત્યાવીસ હજાર(૩,૨૭,૦૦૦) શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ
२७ धायइखंडे णं दीवे चत्तारि जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं વળત્તે ।।।૪૦૦૦૦૦||
ભાવાર્થ :– ધાતકીખંડ દ્વીપ ચક્રવાલ વિધ્યુંભની અપેક્ષાએ ચાર લાખ યોજન પહોળો છે.
२८ लवणस्स णं समुद्दस्स पुरच्छिमिल्लाओ चरिमंताओ पच्चच्छिमिल्ले चरिमंते एस णं पंच जोयणसयसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । । ५०००००।।
ભાવાર્થ :- લવણ સમુદ્રના પૂર્વી ચરમાંત ભાગથી પશ્ચિમી ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર પાંચ લાખ યોજન છે.
વિવેચન :
જંબુદ્રીપ એક લાખ યોજન વિસ્તૃત છે. તેની ચારે તરફ લવણસમુદ્ર બે બે લાખ યોજન વિસ્તૃત છે, જંબુદ્રીપના એક લાખ યોજન તથા પૂર્વી અને પશ્ચિમી લવણ સમુદ્રનો વિસ્તાર બે બે લાખ યોજન છે. આ