Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 342
________________ | ૨૮૬ | શ્રી સમવાયાંગ સૂત્ર જ્ઞાનયોગથી જે યુક્ત છે. દેવ, અસુર, મનુષ્યોની સભામાં, જગહિતકારી ભગવાન તીર્થંકરની જેવા તે ઋદ્ધિ વિશેષ પ્રગટ થાય છે, જે રીતે જિનવરની સમીપે જઈને લોક ગુરુ એવા જિનેશ્વર ભગવાન અમર, મનુષ્યો, સુરગણને જે ધર્મોપદેશ આપે છે, તે ઉપદિષ્ટ (ભાષિત) ધર્મોપદેશને સાંભળીને, જેઓ પોતાના સમસ્ત કામ ભોગોથી અને ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને ઉદાર ધર્મનો અને વિવિધ પ્રકારથી સંયમ અને તપનો સ્વીકાર કરે છે તથા જે રીતે ઘણાં વર્ષો સુધી તેનું આચરણ કરીને, જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગની આરાધના કરીને, જિનવચન અનુકૂળ આરાધિત ધર્મનો બીજા ભવ્ય જીવોને ઉપદેશ આપી અને પોતાના શિષ્યોને અધ્યયન કરાવીને તથા જિનેશ્વરોની હૃદયથી આરાધના કરીને તે ઉત્તમ મુનિવરો જ્યાં પણ જેટલા ભક્તોનાં અનશન દ્વારા છેદન કરીને, સમાધિને પ્રાપ્ત કરીને અને ઉત્તમ ધ્યાન યોગથી યુક્ત થયા, જે રીતે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં જેવાં અનુપમ વિષય સુખોને ભોગવે છે, તે દરેકનું અનુત્તરોપપાતિકદશામાં વર્ણન છે. ત્યાર પછી ત્યાંથી નીકળીને તે જે પ્રકારે સંયમ ધર્મ ધારણ કરીને અંતક્રિયા કરશે અને મોક્ષને પ્રાપ્ત કરશે, તે દરેકનું તથા તે રીતના અન્ય અર્થોનું વિસ્તારથી આ અંગમાં વર્ણન છે. અનુત્તરોપપાતિકદશા સૂત્રમાં પરિર વાચનાઓ, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગ સૂત્રોમાં આ અનુત્તરોપપાતિકદશા નવમું અંગસૂત્ર છે, તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયન છે, ત્રણ વર્ગ છે, દશ ઉદ્દેશન કાલ છે, દશ સમુદ્દેશન કાલ છે તથા પદ ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો શાશ્વત–અશાશ્વત ભાવો સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર, તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમના ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે. આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ-મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવી છે. આ નવમા અંગ અનુત્તરોપપાતિકદશાસૂત્રનો પરિચય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અનુત્તરોપપાતિક અંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય છે. અનુત્તરનો અર્થ છે– સર્વોત્તમ અર્થાતુ અનુપમ. વૈમાનિક દેવોના સર્વ શ્રેષ્ઠ પાંચ વિમાનો અનુત્તર વિમાન કહેવાય છે. તેમના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સવાર્થસિદ્ધ વિમાન છે. તે વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોને અનુત્તરોપપાતિક દેવ કહેવાય છે. આ સૂત્રમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં પણ તેર અધ્યયન છે, પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ-દસ અધ્યયન હોવાથી, આ સુત્ર અનુત્તરોપપાતિકદશા કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433