Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકસઠથી સિત્તેર સમવાય
બાસઠમું સમવાય ઃ
२
पंच संवच्छरिए णं जुगे बावट्ठि पुण्णिमाओ बावट्ठि अमावसाओ पण्णत्ताओ।
૧૯૯
वासुपुज्जस्स णं अरहओ बावट्ठि गणा, बावट्ठि गणहरा होत्था । सुक्कपक्खस्स णं चंदे बावट्ठि भागे दिवसे दिवसे परिवड्डइ । ते चेव बहुलपक्खे दिवसे दिवसे परिहायइ ।
सोहम्मीसाणेसु कप्पेसु पढमे पत्थडे पढमावलियाए एगामेगाए दिसाए बावट्ठि विमाणा पण्णत्ता । सव्वे वेमाणियाणं बावट्ठि विमाणपत्थडा पत्थडग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ :- પાંચ સાંવત્સરિક યુગમાં બાસઠ પૂર્ણિમાઓ અને બાસઠ અમાસ છે.
વાસુપૂજ્ય અરિહંતના બાસઠ ગણ અને બાસઠ ગણધર છે.
શુકલપક્ષમાં ચંદ્રમા દિવસે દિવસે (હંમેશાં) ૯૩૦ ભાગમાંથી બાસઠ–બાસઠ ભાગ પ્રમાણ વધતો રહે છે અને કૃષ્ણપક્ષમાં હંમેશાં એટલો જ ઘટે છે.
સૌધર્મ અને ઈશાન આ બે કલ્પના પહેલાં પ્રસ્તટની પહેલી આવલિકા(શ્રેણી)માં એક એક દિશામાં બાસઠ બાસઠ વિમાનાવાસ હોય છે. વૈમાનિક દેવલોકોનાં વિમાન પ્રસ્તટ પ્રસ્તટોની ગણનાથી બાસઠ છે.
વિવેચન :
પાંચ વર્ષના કાળને યુગ કહે છે. એક વર્ષમાં બાર પૂર્ણિમા અને બાર અમાસ હોય છે. એક વર્ષમાં બાર મહિના હોય છે, પણ એક યુગમાં બે મહિના અધિક આવે છે, તેથી બે પૂર્ણિમા અને બે અમાસ ગણના કરતા, એક યુગમાં બાસઠ પૂર્ણિમા અને બાસઠ અમાસ કહીં છે. વાસુપૂજ્ય તીર્થંકર પ્રભુના પ્રમુખ શિષ્ય એટલે ગણધર બાસઠ હતા અને તેમના ગણ અર્થાત અધ્યયન કરનારા શિષ્યોના સમુહ પણ બાસઠ હતા.
ચંદ્ર વિમાનથી ચાર અંગુલ નીચે નિત્ય રાહુનું વિમાન છે. ચંદ્ર કરતાં નિત્ય રાહુની પરિભ્રમણ ગતિ તીવ્ર છે. તેના કારણે પ્રતિદિન ચંદ્રની એક એક કળા કૃષ્ણ પક્ષમાં આવરિત થાય છે અને શુક્લપક્ષમાં અનારિત થાય છે. એક યુગમાં ર ચંદ્રમાસ છે. એક માસમાં ૧૫ અંશ આવિરત અનાવરિત થાય ૬ર × ૧૫- ૯૩૦અંશ છે. પ્રતિદિન પક્ષનો પંદરમો અંશ, અર્થાત યુગના ૯૩૦ અંશનો ૬ર મા અંશ જેટલી વધ—ધટ થાય છે. પક્ષનો એક અંશ જ યુગનો બાસઠમો અંશ કહેવાય છે.