Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકયાસીથી નેવું સમવાય
૨૩૧ |
છ માસના સમયને દક્ષિણાયન કહે છે. તે સમયે તે દરેક મંડલ પર સૂર્ય એક મુહૂર્તના એકસઠ ભાગમાંથી બે ભાગ પ્રમાણ (૨/૬૧) દિવસનું પ્રમાણ ઘટાડતાં અને તેટલું જ (૨/૬૧) રાત્રિનું પ્રમાણ વધારતાં પરિભ્રમણ કરે છે. એવી રીતે તે જ્યારે ચુમ્માલીસમા મંડલ પર પરિભ્રમણ કરે છે, ત્યારે તે (૨/૧ ૪ ૪૪ = ૮૮/૧) મુહૂર્તના એકસઠીયા અઠયાસી ભાગ પ્રમાણ દિવસને ઘટાડે છે અને રાત્રિને તેટલી જ વધારે છે.
સર્વ બાહ્ય મંડળથી ક્રમશઃ સર્વાત્યંતર મંડળ પર પહોંચે ત્યાં સુધી છ માસના કાલને ઉત્તરાયણ કહે છે. ઉત્તરાયણમાં ચુમ્માલીસમા મંડલમાં એકસઠીયા અઠ્યાસી ભાગ રાતને ઘટાડીને અને તેટલાં જ દિવસને વધારીને પરિભ્રમણ કરે છે. ઉક્ત ભ્રમણ અનુસાર દક્ષિણાયનના અંતિમ મંડલમાં પરિભ્રમણ કરે, ત્યારે દિવસ બાર મુહૂર્તનો થાય છે અને રાત્રિ અઢાર મુહૂર્તની થાય છે તથા ઉત્તરાયણના અંતિમ મંડલમાં પરિભ્રમણ કરે, ત્યારે દિવસ ૧૮ મુહૂર્તનો અને રાત્રિ બાર મુહૂર્તની હોય છે. નેવ્યાસીમું સમવાય :|१९| उसभे णं अरहा कोसलिए इमीसे ओसप्पिणीए तइयाए सुसमदुसमाए समाएपच्छिमे भागे एगूणणउइए अद्धमासेहिं सेसेहिं कालगए जाव सव्वदुक्खप्पहीणे । समणे भगवं महावीरे इमीसे ओसप्पिणीए चउत्थाए दूसमसुसमाए समाए पच्छिमे भागे एगूणणउइए अद्धमासेहिं सेसेहिं कालगए जाव सव्वदुक्खप्पहीणे । हरिसेणे णं राया चाउरंतचक्कवट्टी एगूणणउइं वाससयाई महाराया होत्था ।
संतिस्स णं अरहओ एगूणणउई अज्जासाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था ।
ભાવાર્થ :-કૌશલિક ઋષભ અરિહંત, આ અવસર્પિણીકાલના ત્રીજા સુષમ દુષમા આરાના પશ્ચિમ ભાગમાં નેવ્યાસી અર્ધમાસ (૩ વર્ષ ૮ માસ ૧૫ દિવસ) શેષ રહ્યા ત્યારે કાલગત થઈને યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
એવી રીતે શ્રમણ ભગવાન મહાવીર, આ અવસર્પિણીકાલના ચોથા દુઃષમ સુષમા કાળના અંતિમ ભાગમાં નેવ્યાસી અર્ધમાસ (૩ વર્ષ ૮ માસ ૧૫ દિવસ) શેષ રહ્યા ત્યારે કાલગત થઈને યાવત સર્વ દુઃખોથી રહિત થયા.
ચાતુરંત ચક્રવર્તી હરિફેણ રાજા નેવ્યાસી સો (૮૯૦૦) વર્ષ મહારાજ પદે રહ્યા.
શાંતિનાથ અરિહંતના સંઘમાં નેવ્યાસી હજાર (૮૯,000) આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકા સંપદા હતી.