Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકાણથી એક સો સમવાય
| ૨૩૯ |
હજાર યોજન ઊંચો છે. જ્યારે આ જ વાતને સમુદ્ર તરફથી જોઈએ તો એ અર્થ થાય છે કે તટ ભાગથી લવણ સમુદ્રની અંદર પંચાણું પ્રદેશ જવા પર પાણીની ઊંચાઈ એક પ્રદેશ વધી છે. આગળ પંચાણું પ્રદેશ જવા પર પાણીની ઊંચાઈ વધી જાય છે. આ ગણિત અનુસાર પંચાણું હાથ જવા પર એક હાથ, પંચાણું યોજન જવા પર એક યોજન અને પંચાણું હજાર યોજન આગળ જવા પર એક હજાર યોજન સમુદ્ર તટવર્તી પાણીની ઊંચાઈ વધી જાય છે. બન્ને પ્રકારના કથનનો અર્થ એક જ છે. સમુદ્રના મધ્યભાગની અપેક્ષાએ જેને ઉદ્ધધ અથવા ઊંડાઈ કહે છે તેને જ સમુદ્રના તટભાગની અપેક્ષાએ ઉત્સધ અથવા ઊંચાઈ કહેવાય છે. આ રીતે તેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે કે લવણ સમુદ્રના તટથી પંચાણું હજાર(૯૫,૦૦૦) યોજન આગળ જવા પર દશ હજાર યોજનાના વિસ્તારવાળો મધ્યવર્તી ભાગ સર્વત્ર એક હજાર યોજન ઊંડો છે અને તેની પહેલાં ચારે તરફનો પાણીનો ભાગ સમુદ્રતટ સુધી ઉત્તરોત્તર ઓછો છે. અને એક હજાર યોજન ઊંડા અને દશ હજાર યોજન પહોળા ભાગમાં ચારે દિશામાં ચાર પાતાળકળશ છે. | ९ कुंथू णं अरहा पंचाणउई वाससहस्साई परमाउयं पालइत्ता सिद्धे जाव
सव्वदुक्खप्पहीणे । थेरे णं मोरियपुत्ते पंचाणउइवासाइ सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ - કુંથુનાથ અરિહંત પંચાણું હજાર વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત સર્વ દુઃખોથી રહિત થયા. સ્થવિર મૌર્યપુત્ર પંચાણું વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
છબુનું સમવાય :|१० एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स छण्णउई छण्णउई गामकोडीओ होत्था । वायुकुमाराणं छण्णउइं भवणावाससयसहस्सा पण्णत्ता। ववहारिए णं दंडे छण्णउई अंगुलाई अंगुलमाणेणं । एवं धणू णालिया जुगे अक्खे मुसले वि । अभितराओ आदिमुहुत्ते छण्णउइ अंगुलच्छाए पण्णत्ते । ભાવાર્થ :- પ્રત્યેક ચાતુરન્ત ચક્રવર્તી રાજાના રાજ્યમાં છવું છશું કરોડ ગામ હતા. વાયુકુમાર દેવોના છન્ન લાખ આવાસ (ભવન) કહેલા છે. વ્યાવહારિક દંડ, અંગુલના માપથી છસ્ અંગુલ પ્રમાણ હોય છે. એવી રીતે ધનુષ, નાલિકા, યુગ, અક્ષ અને મૂશલ પણ છસ્ છન્ન અંગુલ પ્રમાણ હોય છે. આત્યંતર મંડલ પર સૂર્ય સંચાર કરતો હોય ત્યારે સમયે આદિ (પ્રથમ) મુહૂર્ત છવું અંગુલની છાયાવાળું હોય છે. વિવેચન :
અંગુલ બે પ્રકારના છે– વ્યાવહારિક અને અવ્યાવહારિક, જેનાથી હસ્ત, ધનુષ, ગાઉ વગેરેને માપવાનો વ્યવહાર થાય છે, તેને વ્યાવહારિક અંગુલ કહે છે. અવ્યાવહારિક અંગુલ પ્રત્યેક મનુષ્યના