Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકયાસીથી નેવું સમવાય
[ ૨૨૫ ]
पइण्णगसहस्साइं पण्णत्ता । चोरासीइं जोणिप्पमुहसयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- નાગકુમાર દેવનાં ચોર્યાસી લાખ (૮૪,00,000) ભવન (આવાસ) છે. ચોર્યાસી હજાર (૮૪,000) પ્રકીર્ણક ગ્રંથો છે. ચોર્યાસી લાખ જીવોયોનિ છે. વિવેચન –
જીવોનાં ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તે જન્મનો આધાર કહેવાય છે. તે ચોર્યાસી લાખ પ્રકારની છે. તેનું વિવરણ આ પ્રમાણે છે(૧) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચારેયની સાત સાત લાખ યોનિઓ છે. (૨૮,૦૦,૦૦૦) (૨) પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયની ક્રમશઃ દશ લાખ અને ચૌદ લાખ યોનિઓ છે. (૨૪,૦૦,૦૦૦) (૩) બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિયમાં પ્રત્યેકની બે લાખ યોનિઓ છે. (૬,૦૦,૦૦૦) (૪) દેવોની ચાર લાખ યોનિઓ છે.
(૪,૦૦,૦૦૦) (૫) નારકીઓની ચાર લાખ યોનિઓ છે.
(૪,૦૦,૦૦૦) (૬) તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ યોનિઓ છે.
(૪,૦૦,૦૦૦) (૭) મનુષ્યોની ચૌદ લાખ યોનિઓ છે.
(૧૪,૦૦,૦૦૦)
કુલ ૮૪,00,000 જો કે જીવોનાં ઉત્પત્તિ સ્થાન અસંખ્યાત પ્રકારના હોય છે. છતાં પણ જે યોનિમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સમાન ગુણવાળા હોય છે, તેની સમાનતાની વિવક્ષાએ તેને એક યોનિ ગણવામાં આવે છે. |१० पुव्वाइयाणं सीसपहेलियापज्जवसाणाणं सट्ठाण वाणंतराणं चोरासीए गुणकारे पण्णत्ते । ભાવાર્થ –પૂર્વની સંખ્યાથી લઈને શીર્ષપ્રહેલિકા નામની અંતિમ મહાસંખ્યા સુધી સ્વસ્થાન અને તેના આગળનાં સ્થાન ચોર્યાસી લાખના ગુણાકારવાળાં છે.
વિવેચન :
જૈન શાસ્ત્રો અનુસાર સંખ્યામાં સો, હજાર, લાખ આદિથી લઈને શીર્ષપ્રહેલિકા સુધી જે સંખ્યા સ્થાન હોય છે, તેમાં જ્યાંથી પહેલીવાર ચોર્યાસી લાખથી ગુણાકાર પ્રારંભ થાય છે, તેને સ્વસ્થાન અને તેનાથી આગળના સ્થાનને સ્થાનાન્તર કહેવાય છે, જેમ કે– ચોર્યાસી લાખ વર્ષોનું એક પૂર્વાગ થાય છે. આ સ્વસ્થાન છે અને તેને ચોર્યાસી લાખથી ગુણાકાર કરવા પર જે પૂર્વ નામનું બીજું સ્થાન હોય છે, તે