Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૪૬ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
- ત્રીસમું સમવાયા EZP/PP/PPPC/ITE
પરિચય :
આ સમવાયમાં ત્રીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા – મોહનીય કર્મ બંધના ત્રીસ સ્થાન, મંડિતપુત્ર સ્થવિરની ત્રીસ વર્ષની શ્રમણ પર્યાય, અહોરાત્રિનાં ત્રીસ મુહૂર્ત, ભગવાન અરનાથની ત્રીસ ધનુષની ઊંચાઈ, સહસ્રાર દેવલોકના ઈન્દ્રના ત્રીસ હજાર સામાનિક દેવો, ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીર સ્વામીનું ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થવાસમાં રહેવું, રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસ, નારકી અને દેવોની ત્રીસ પલ્યોપમ અને ત્રીસ સાગરોપમની સ્થિતિ તથા ત્રીસ ભવ કરી મોક્ષે જનારા જીવોનો ઉલ્લેખ છે. | १ तीसं मोहणीयठाणा पण्णत्ता, तं जहाમોહનીય કર્મ બાંધવાનાં કારણભૂત ત્રીસ સ્થાન છે, જેમ કે
जे यावि तसे पाणे, वारिमज्झे विगाहिआ । उदएण क्कम्म मारेइ, महामोह पकुव्वइ ।।१।।
ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓને પાણીમાં ડુબાડીને, ધોધના ધસમસતા પ્રવાહમાં નાખીને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ પ્રથમ મહામોહ બંધસ્થાન છે.
सीसावेढेण जे केई, आवेढेइ अभिक्खणं ।
तिव्वासुभसमायारे, महामोह पकुव्वइ ।।२।। ભાવાર્થ - જે વ્યક્તિ તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના માથા પર ભીનું ચામડું વીંટીને, અનેક આંટા દઈ ચામડું વીંટીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બીજુ મહામોહ બંધ સ્થાન છે.
पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं ।
अंतोणदत मारेइ, महामोह पकुव्वइ ।।३।। ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓના મોટું, નાક વગેરે શ્વાસ લેવાના દ્વારોને બંધ કરીને અર્થાત્ શ્વાસ રૂંધીને, ગળું દબાવીને અને શ્વાસ રુંધાતા અંદર જ આર્તનાદ કરતાં પ્રાણીઓને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ ત્રીજું મહામોહ બંધ સ્થાન છે.