Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૪ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
કષાયોનો વિવેક અર્થાત્ પરિત્યાગ કરવો.(૧૫) અંતરાત્માની શુદ્ધિને ભાવ સત્ય કહે છે.(૧૬) પ્રતિલેખન વગેરે ક્રિયા કરતા સમયે પૂર્ણ સાવધાની રાખવી, તે કરણ સત્ય છે. (૧૭)મન, વચન, કાયા આ ત્રણેય યોગોની શુદ્ધિ, પવિત્રતા રાખવી તે યોગ સત્ય છે. (૧૮)મનથી પણ ક્રોધ દ્વેષ અને અભિમાનના ભાવ જાગૃત થવા ન દેવા, તે ક્ષમાગુણ છે. (૧૯)કોઈ પણ વસ્તુમાં આસક્તિ ભાવ ન રાખવો, સંસારથી ઉદાસીન અને મોક્ષ પ્રતિ ઉત્સાહી રહેવું,તે વૈરાગ્ય ગુણ છે. (૨૦થી રર)મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી તેને શુભમાં સ્થિર રાખવા, તે સમાધારણતા કહેવાય છે. (૨૩થી ૨૫)સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રથી યુકત હોવું, તે સંપન્નતા છે. (૨૬)ઠંડી, ગરમી વગેરે વેદનાને સહન કરવી, તે વેદના સહનતા છે. (૨૭)મરણના સમયે સર્વ પ્રકારના પરીષહ અને ઉપસર્ગને સહન કરવા તથા કોઈ વ્યક્તિ દ્વારા આવનાર મારણાંતિક કષ્ટને સહન કરતાં સમયે પણ તેના પ્રતિ કલ્યાણકારી મિત્રની બુદ્ધિ રાખવી તેને મારણાંતિક સહનતા કહેવાય છે. | २ जंबुद्दीवे दीवे अभिइवज्जेहिं सत्तावीसाए णक्खत्तेहिं संववहारे वट्टति। एगंमेगे णं णक्खत्तमासे सत्तावीसाहिं राइदियाहिं राइदियग्गेणं पण्णत्ते। सोहम्मीसाणेसु कप्पेसु विमाण पुढवी सत्तावीसं जोयणसयाई बाहल्लेणं પU TI
ભાવાર્થ :- જંબૂઢીપ નામના આ દ્વીપમાં અભિજિત નક્ષત્રને છોડીને શેષ સત્યાનીસ નક્ષત્રો દ્વારા માસ વગેરેનો વ્યવહાર પ્રવર્તે છે. રાત્રિ દિવસની ગણનાની અપેક્ષાએ નક્ષત્ર માસ સત્યાવીસ દિવસ રાતના હોય છે. સૌધર્મ –ઈશાન કલ્પના વિમાનોની પૃથ્વી સત્યાવીસો (૨૭૦૦) યોજન જાડાઇ (ઊંડાઈ) ધરાવે છે. | ३ वेयगसम्मत्त बंधोवरयस्स णं मोहणिज्जस्स कम्मस्स सत्तावीसं उत्तरपगडीओ संतकम्मंसा पण्णत्ता । सावणसुद्ध सत्तमीसु णं सूरिए सत्तावीसंगुलियं पोरिसिच्छायं णिव्वत्तइत्ता णं दिवसखेत्तं णिवट्टेमाणे रयणिखेत्तं अभिणिवड्डेमाणे चारं चरइ ।
ભાવાર્થ :- વેદક સમ્યકત્વના બંધથી ઉપરત જીવને મોહનીય કર્મની સત્યાવીસ પ્રકૃતિઓની સત્તા હોય છે. શ્રાવણ સુદી સાતમના દિવસે સૂર્ય સત્યાવીસ અંગુલની પૌરુષી છાયા અધિક કરીને દિવસ ક્ષેત્ર ઓછું કરતો અને રાત્રિના ક્ષેત્રને વધારતો સંચાર કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેદક સમ્યકત્વના બંધથી ઉપરત જીવની મોહનીય કર્મની સત્તાગત પ્રકૃતિઓનું વિધાન છે.