Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૨૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
અહમિંદ્ર કહેવાય છે.
વિવેચન :
ઈન્દ્ર સહિત જે ચોવીસ દેવસ્થાન છે, તે આ પ્રમાણે છે– દશ જાતિના ભવનવાસી દેવોનાં દશ સ્થાન, આઠ જાતિના વ્યંતર દેવોનાં આઠ સ્થાન, પાંચ પ્રકારના જ્યોતિષી દેવોનાં પાંચ સ્થાન અને સૌધર્માદિ બાર દેવલોકના દેવોનું એક સ્થાન, કુલ (૧૦+૮+૫+૧ = ૨૪) ચોવીસ થાય છે. આ બધાં સ્થાનોમાં રાજા-પ્રજા જેવી વ્યવસ્થા છે, માટે તેના અધિપતિઓ ઈન્દ્ર કહેવાય છે. નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં રાજા– પ્રજાનો વ્યવહાર વગેરે વ્યવસ્થા નથી, ત્યાં બધા દેવો સમાન ઐશ્વર્ય અને સમાન વૈભવવાળા હોય છે. તે દરેક પોતે પોતાના સ્વામી છે, તેથી તે 'અહમિન્દ્ર કહેવાય છે. તે ચૌદ સ્થાનને અનિન્દ્ર અને અપુરોહિત કહેવાય છે. અપુરોહિત શબ્દ ઉપલક્ષણ છે, એટલે જયાં ઈન્દ્ર હોય છે ત્યાં તેની સાથે સામાનિક, ત્રાયસ્ત્રિશ, આત્મરક્ષક, પુરોહિત અને લોકપાલ વગેરે પણ હોય છે, પરંતુ જ્યાં ઈન્દ્ર નથી ત્યાં પુરોહિત વગેરે પણ હોતા નથી. | ४ उत्तरायणगए णं सूरिए चउवीसंगुलिए पोरिसिछायं णिव्वत्तइत्ता णं णिअट्टइ । गंगासिंधूओ णं महाणईओ पवहे सातिरेगेणं चउवीसं कोसे वित्थारेणं पण्णत्ते । रत्ता-रत्तवईओ णं महाणईओ पवाहे सातिरेगे चउवीसं कोसे वित्थारेणं पण्णत्ते ।
ભાવાર્થ :- ઉત્તરાયણગત સૂર્ય ચોવીસ આંગુલની પૌરુષી છાયા કરીને, કર્ક સંક્રાંતિના દિવસે સર્વ આવ્યંતર મંડલથી નિવૃત્ત થઈને બીજા મંડલમાં આવે છે. ગંગા, સિંધુ મહાનદીઓનો પ્રવાહ સાધિક ચોવીસ ચોવીસ કોસ ગાઉ વિસ્તારવાળો છે. તે જ રીતે રક્તા, રક્તવતી મહાનદીઓનો પ્રવાહ પણ સાધિક ચોવીસ ચોવીસ કોસ ગાઉ વિસ્તારવાળો છે.
વિવેચન :- શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞાપ્તિસૂત્ર વક્ષસ્કાર-૪,સૂ.૧૫માં ગંગા-સિંધુનો પ્રવાહ છસ્સોસારું નોયનારું વિખે- સવા છ યોજન અર્થાત ૨પકોસ–ગાઉ કહ્યો છે. પ્રસ્તુત ચોવીસમું સમવાય હોવાથી સૂત્રકારે ગંગાસિંધુ નદીનો પ્રવાહ સાધિક ચોવીસ ગાઉનો પહોળો કહ્યો છે.
५ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं चउवीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहेसत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं चउवीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं चउवीसं पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं चउवीसं पलिओवमाई ठिई पण्णत्ता ।