Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શું સમવાય
[ ૧૯ ]
વિવાહા :- વિકથાઓ. સંયમ બાધક વાર્તાલાપને વિકથા કહે છે. ધર્મકથાથી નિર્જરા થાય છે અને વિકથાથી કર્મબંધ થાય છે, તેના ચાર ભેદ છે– સ્ત્રી (પુરુષ) સંબધી વાર્તાલાપને સ્ત્રીકથા(પુરુષ કથા), ભોજન સંબધી વાતોને ભત્તકથા, રાજકીય ચર્ચા વિચારણને રાજકથા અને દેશ સંબધી, તેના શાસક સંબંધી વાતો કરવી, તે દેશકથા છે. આ સર્વ વિકથાઓ એક પ્રકારનો પ્રમાદ છે, તેથી તે ત્યાજ્ય છે. પ્રસ્તુતમાં ચાર વિકથાઓનો ઉલ્લેખ છે, સ્થાનાંગ સૂત્રમાં એક એક વિકથાઓના ચાર ચાર ભેદો અને સાતમા સ્થાનમાં સાત વિકથાઓનો પણ ઉલ્લેખ છે.
સUM :- સંજ્ઞા. અભિલાષાઓને સંજ્ઞા કહે છે. મોહનીય કર્મના ઉદયે આહારાદિની ઈચ્છા થાય, તે સંજ્ઞા કહેવાય છે. અહીં સંજ્ઞાના ચાર ભેદોનું નિરૂપણ છે. સ્થાનાંગ સૂત્રમાં એક એક સંજ્ઞા ઉત્પન્ન થવાનાં ચાર ચાર કારણો પણ કહ્યા છે. દશમા સ્થાનમાં સંજ્ઞાના દશ પ્રકાર કહ્યા છે. વં:- બંધ. કષાય અને યોગના નિમિત્તથી કર્મ પુદગલો આત્મપ્રદેશો સાથે એક એક થઈ જાય, તેને બંધ કહે છે. કર્મબંધ સમયે તેમાં ચાર વાતનું નિર્માણ થાય છે, તે અપેક્ષાએ બંધના ચાર પ્રકાર છે. કર્મના સ્વભાવનું નિશ્ચિત થવું, તે પ્રતિબંધ, કર્મની આત્મા સાથે રહેવાની કાલમર્યાદા નિશ્ચિત થવી, તે સ્થિતિબંધ તેની તીવ્ર–મંદ ફળ દેવાની શક્તિ, તે અનુભાગબંધ અને કર્મ પુદ્ગલોના જથ્થાને પ્રદેશબંધ
આ ચાર પ્રકારના બંધમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગની શુભાશુભ પ્રવૃત્તિના આધારે તથા સ્થિતિ અને અનુભાગબંધ કષાયની તરતમતાના આધારે નિશ્ચિત થાય છે. | २ अणुराहा णक्खत्ते चउ तारे पण्णत्ते, पुव्वासाढा णक्खत्ते चउतारे पण्णत्ते । उत्तरासाढा णक्खत्ते चउतारे पण्णत्ते ।
ભાવાર્થ :- અનુરાધા નક્ષત્રના ચાર તારા છે. પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા છે. ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે, જ્યારે ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞતિ સૂત્ર, પ્રાકૃત-૧૦ પ્રતિપ્રાભૃત–૯માં અનુરાધા નક્ષત્રના પાંચ તારા કહ્યા છે. શ્રી અંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર, વક્ષસ્કાર-૭, સૂ. ૧૪૦ તથા શ્રી ઠાણાંગ સૂત્ર-૪માં અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. | ३ | इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता । तच्चाए णं पुढवीए अत्थेगइयाणं णेरइयाणं चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं