Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચૌદમું સમવાય
૭૯
५
भरहेरवयाओ णं जीवाओ चउद्दस चउद्दस जोयणसहस्साइं चत्तारि य एगुत्तरे जोयणसए छच्च एगूणवीसे भागे जोयणस्स आयामेणं पण्णत्ताओ ।
ભાવાર્થ :- ભરત અને ઐરવત ક્ષેત્રની જીવાઓ ચૌદહજાર ચારસો એક યોજન અને એક યોજનના ઓગણીસ ભાગમાંથી છ ભાગ (૧૪૪૦૧ અને ૬/૧૯) પ્રમાણ લાંબી છે.
વિવેચન :
ભરત અને ઐરવત ક્ષેત્રનો આકાર દોરી ચડાવેલા ધનુષની સમાન છે. તેમાં દોરીરૂપ લંબાઈને જીવા કહે છે. ભરત અને ઐરવત ક્ષેત્રની જીવા ૧૪૪૦૧ ૬/૧૯ યોજન પ્રમાણ લાંબી છે.
६
एग्गमेस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स चउद्दस रयणा पण्णत्ता, તેં બહા- થીયળે, સેનાવવળે, માહ્યાવરયળ, પુોહિયરયળે, વડ્ડયને, આસરયળે, સ્થિરયળ, અસિરયને, ડર,ખે, ચરયળે, છત્તરયને, સમ્મરણે, મળિયળે, શિળિયને ।
ભાવાર્થ :- દરેક ચાતુરંતચક્રવર્તી રાજાની પાસે ચૌદ ચૌદ રત્નો હોય છે, યથા– (૧) સ્ત્રીરત્ન (૨) સેનાપતિરત્ન (૩) ગાથાપતિરત્ન (૪) પુરોહિતરત્ન (૫) વાર્ષિકીરત્ન (૬) અશ્વરત્ન (૭) હસ્તિરત્ન (૮) અસિરત્ન (૯) દંડરત્ન (૧૦) ચક્રરત્ન (૧૧) છત્રરત્ન (૧૨) ચર્મરત્ન (૧૩) મણિરત્ન (૧૪) કાકિણીરત્ન.
વિવેચન :
ચેતન અને અચેતન વસ્તુઓમાં જે પોતાની જાતિમાં સર્વથી શ્રેષ્ઠ હોય, તે રત્ન કહેવાય છે. પ્રત્યેક ચક્રવર્તીના સમયમાં જે સર્વશ્રેષ્ઠ સુંદર સ્ત્રી હોય છે, તે તેની પટ્ટરાણી બને છે અને તેને સ્ત્રીરત્ન કહે છે. તે રીતે પ્રધાન સેનાનાયકને સેનાપતિરત્ન, મુખ્ય કોઠારી અથવા ભંડારીને ગૃહપતિરત્ન, શાન્તિકર્મ આદિ કરનારા પુરોહિતને પુરોહિતરત્ન, રથ વગેરેને બનાવનાર સુથારને વાર્ષિકીરત્ન, સર્વથી ઉત્તમ ઘોડાને અશ્વરત્ન અને શ્રેષ્ઠ હાથીને હસ્તિરત્ન કહે છે. આ સાત પંચેન્દ્રિય રત્ન સજીવ છે. શેષ સાત એકેન્દ્રિય રત્ન છે. પ્રત્યેક રત્નની એક–એક હજાર દેવો સેવા કરે છે, તેથી તે રત્નોની સર્વ શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે.
७ जंबुद्दीवे णं दीवे चउद्दस महाणईओ पुव्वावरेण लवणसमुद्दं समप्र्प्पति, તું બહા- ગંગા, સિંધૂ, રોહિ, રોહિત્રંસા, હરી, હરિહંતા, સી, સીઓવા, ખરતા, ખારીતા, સુવળઝૂલા, રુપ્પભૂલા, રત્તા, ત્તવર્ફ ।