Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પંદરમું સમવાય
૮૫ |
વચનપ્રયોગ (૬) મૃષા વચનપ્રયોગ (૭) સત્યમૃષા–મિશ્ર વચનપ્રયોગ (૮) અસત્યામૃષા- વ્યવહાર વચનપ્રયોગ(૯) ઔદારિક શરીર કાયપ્રયોગ (૧૦) ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગ (૧૧) વૈક્રિયશરીર કાયપ્રયોગ (૧૨) વૈક્રિયમિશ્રશરીર કાયપ્રયોગ (૧૩) આહારકશરીર કાયપ્રયોગ (૧૪) આહારક મિશ્રશરીર કાયપ્રયોગ (૧૫) કાર્મણશરીર કાયપ્રયોગ.
વિવેચન :
આત્માનાં પરિસ્પંદનને યોગ-પ્રયોગ કહે છે અથવા જે ક્રિયા પરિણામ રૂપ યોગની સાથે આત્મા પ્રકર્ષરૂપથી સંબંધને પ્રાપ્ત થાય, તેને પ્રયોગ કહે છે. (૧) સત્ય અર્થના ચિંતનરૂપ વ્યાપારને સત્ય મનપ્રયોગ કહે છે. (૨) મૃષા અર્થના ચિંતનરૂપ વ્યાપારને મૃષામનપ્રયોગ કહે છે. (૩) સત્ય-અસત્ય બન્ને પ્રકારના મિશ્રિત અર્થ ચિંતનરૂપ વ્યાપારને સત્યમૃષા-મિશ્ર મનપ્રયોગ કહે છે તથા (૪) સત્યમૃષાથી રહિત અનુભવ અર્થરૂપ ચિંતનને અસત્યામૃષા-વ્યવહાર મનપ્રયોગ કહે છે. આ રીતે સત્ય, મૃષા વગેરે ચારે પ્રકારના વચનરૂપ વ્યાપારના પ્રયોગને જાણવા. ઔદારિક શરીરી પર્યાપ્ત મનુષ્ય, તિર્યંચના શરીર વ્યાપારને ઔદારિકશરીરકાયપ્રયોગ અને ઔદારિક શરીરી અપર્યાપ્ત મનુષ્ય, તિર્યંચના શરીર વ્યાપારને ઔદારિકમિશ્રશરીર કાયપ્રયોગ કહે છે. આ રીતે વૈક્રિય શરીરી પર્યાપ્તા દેવ, નારકીઓના વિક્રિય શરીરના વ્યાપારને વૈક્રિયશરીર કાયપ્રયોગ અને વૈક્રિય શરીરી અપર્યાપ્ત દેવ, નારકીઓના વૈક્રિય શરીરના વ્યાપારને વૈક્રિયમિશ્રશરીર કાયપ્રયોગ કહે છે. ચૌદ પૂર્વધારી સાધુના આહારક શરીરના વ્યાપારને આહારકશરીરકાયપ્રયોગ છે અને ઔદારિક શરીરથી આહારક શરીર ધારણ કરતાં સમયના વ્યાપારને આહારકમિશ્રશરીરકાયપ્રયોગ કહે છે. એક ગતિને છોડીને બીજી ગતિમાં જતાં સમયે વિગ્રહ ગતિમાં જીવનો જે યોગ હોય છે, તેને કાશ્મણશરીરકાયપ્રયોગ કહે છે. કેવળી ભગવાનને કેવળી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કાર્મણશરીર કાયપ્રયોગ હોય છે.
८ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइआणं णेरइयाणं पण्णरस पलिओवमाइं ठिई पण्णत्ता । पंचमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं पण्णरस सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइआणं पण्णरस पलिओवमाई ठिई पण्णत्ता। सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइआणं देवाणं पण्णरस पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ પંદર પલ્યોપમ છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ પંદર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પંદર પલ્યોપમ છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. | ९ महासुक्के कप्पे अत्थेगइआणं देवाणं पण्णरस सागरोवमाई ठिई पण्णत्ता। जे देवा णंदं सुणंदं णंदावत्तं णंदप्पभं णंदकंतं णंदवण्णं णंदलेसं गंदज्झयं णंदसिंगं