Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બાર સમવાય
દ૩]
O
Rા
છે
સમયે બાળક સંસારના વાસનામય વાતાવરણથી પ્રભાવિત નથી. જન્મજાત બાળક સરળતા, મૃદુતા, નમ્રતા નિષ્કપટતાનું પ્રતીક છે. તે જ રીતે શ્રમણ ધર્મના સ્વીકાર સમયની સાધુની મુદ્રા પણ યથાજાત મુદ્રા કહેવાય છે. શ્રમણ ધર્મનો સ્વીકાર કરવો, તે પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં નવો જન્મ છે ત્યારે શિષ્ય પણ સાધના વેષ સહિત પોતાના બંને હાથ અંજલિબદ્ધ કરીને લલાટે લગાડીને, સરળતા, મૃદુતા, નમ્રતાના ભાવ સહિત ગુરુ સમક્ષ ઉપસ્થિત થાય છે, તે સાધુની યથાવત મુદ્રા છે. પ્રથમ વંદન સમયે ગુરુના અવગ્રહમાં પ્રવેશતા પૂર્વે એકવાર યથાકાત થાય છે. બે પ્રવેશ–અવગ્રહમાં પ્રવેશ કરવાની ગુરુદેવની આજ્ઞા મળી જતાં ‘નિસીહિ' શબ્દ બોલીને, રજોહરણથી આગળની ભૂમિનું પ્રમાર્જન કરીને વંદન કરનાર શિષ્ય યથાજાત મુદ્રામાં અવગ્રહમાં પ્રવેશ કરે, ત્યારે પ્રથમ પ્રવેશ થાય છે. તે જ રીતે એકવારની વંદના પૂર્ણ કરીને બીજીવાર વંદના કરવા માટે અવગ્રહમાં પ્રવેશ કરે, તે બીજો પ્રવેશ છે. બાર આવર્તન- શિષ્ય ગુરુના ચરણોનો સ્પર્શ કરીને અંજલિબદ્ધ પોતાના બંને હાથને લલાટે લાગવે છે. તે ગુરુની આજ્ઞાને સદાય મસ્તકે ચડાવવા માટે કૃતનિશ્ચયી હોય છે. ગોદુહાસને અથવા ઊકડું આસને બેસીને પહેલા ત્રણ આવર્તન- (૧) અ..હો (૨) કાર્ય (૩) કાય. આ પ્રમાણે બે બે અક્ષરોથી પૂર્ણ થાય છે. બંને હાથ જોડીને આ અક્ષરનું ઉચ્ચારણ કરીને હાથથી ગુરુ ચરણનો સ્પર્શ કરી પુનઃ હાથને પોતાના લલાટના મધ્યભાગમાં લગાવતાં હો નું ઉચ્ચારણ કરવું. આ પ્રથમ આવર્તન છે. આ જ રીતે કાય અને કાય ના શેષ બે આવર્ત થાય છે. ત્યાર પછી “સંફાસ' શબ્દના ઉચ્ચારણ પૂર્વક ગુરુ ચરણોમાં મસ્તક નમાવી (મસ્તકથી ગુરુચરણનો) સ્પર્શ કરે છે. બીજા ત્રણ આવર્તન (૪) જ.ત્તા...ભે (૫) જ...વ..ણિ (૬) જ્જ...ચ...ભે, આ પ્રમાણે ત્રણ-ત્રણ અક્ષરોથી પૂર્ણ થાય છે. બંને હાથ જોડી ગુરુચરણનો સ્પર્શ કરી મંદસ્વરથી “જ’ અક્ષર બોલવો, ત્યાર પછી અંજલિબદ્ધ બંને હાથ પોતાના વક્ષસ્થળ પાસે લાવી મધ્યમ સ્વરથી ત્તા અક્ષર બોલવો અને ત્યાર પછી અંજલિબદ્ધ બંને હાથ લલાટે લગાવીને ઉચ્ચ સ્વરથી “ભે અક્ષર બોલવો. આ એક આવર્તન થાય છે. આ જ રીતે ન...વ...", ...૨..બે ના શેષ બે આવર્ત થાય છે.
આ રીતે એક વંદનામાં છ આવર્ત થાય અને બીજી વંદનામાં પણ છ આવર્ત, કુલ બાર આવર્ત થાય છે. આવર્તની બીજી પદ્ધતિ– આવર્તન = બંને હાથ જોડીને ગોળાકારે ફેરવવા. શબ્દના ઉચ્ચારપૂર્વક આવર્તનનો પ્રારંભ કરવો. ગુરુની જમણી બાજુથી પ્રારંભ કરીને ડાબી બાજુ સુધી જોડેલા બંને હાથને ફેરવવા અને સોના ઉચ્ચાર સાથે અંજલિબદ્ધ હાથ મસ્તકે લગાવવા. આ એક આવર્તન થાય છે. તે જ રીતે વર્ષ, વાયના બે આવર્તન કરવા. આ રીતે ત્રણ આવર્તન પૂર્ણ કરીને સંmi બોલતાં મસ્તક નમાવીને ગુરુનો ચરણ સ્પર્શ કરવો.
તે જ રીતે .. .. છે, .. ..ણિ, i.. .. છે ના ત્રણ આવર્તન થાય છે. આ રીતે એક વંદનામાં છ આવર્તન અને બીજીવારની વંદનામાં પણ છ આવર્તન થતાં કુલ બાર આવર્તન થાય છે.
બાર આવર્તન ઉપરોક્ત બંને વિધિમાંથી કોઈપણ વિધિથી થઈ શકે છે.