Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સમવાયાંગ સૂત્ર
યાવિધ સમ્યક્ પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ પડિમાની આરાધનાનો સમય બે મહિનાનો છે.આ પ્રતિમામાં ઉપાસક ૧૨ વ્રતોની સમ્યક્ આરાધના માટે યોગ્યતા મેળવી લે છે, તો પણ સામાયિક અને દૈસાવગાસિક (નવમા દસમા શિક્ષાવ્રત) વ્રતોનું યથાકાલમાં સમ્યક્ અનુપાલન કરી શકતા નથી.
૫૬
(૩) સામાયિક પ્રતિમા ઃ- સમ્યગ્દર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં નિયમથી ત્રણ સામાયિક કરે છે. આ ડિમામાં સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધન કરી શકતા નથી. તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે. આ આરાધનાની અવધિ(કાળ) ત્રણ મહિનાની છે.
(૪) પૌષધ પ્રતિમા ઃ— - પહેલી, બીજી અને ત્રીજી પ્રતિમાથી આગળ વધતાં આરાધક પૌષધ પ્રતિમા સ્વીકારીને આઠમ, ચૌદસ વગેરે છ પર્વતિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય ચાર મહિનાનો છે.
(૫) કાયોત્સર્ગ પ્રતિમા ઃઃ– કાર્યોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યંત સાથે જ રહે છે. તેના ત્યાગનો અભિપ્રાય તેની આસક્તિ અથવા મમતા છોડવાનો છે. કાર્યોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર, વસ્ત્ર વગેરેનાં મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદસે એક અહોરાત્રિ કાઉસ્સગ્ગ અથવા ધ્યાનની આરાધના કરે છે. આ ડિમાની આરાધનાનો
સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે.
(૬) બ્રહ્મચર્ય પ્રતિમા :– આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાધારી શ્રાવક માટે સ્ત્રીઓને અનાવશ્યક મળવું, વાતચીત કરવી, તેના શણગારને જોવા વગેરે ક્રિયાઓ વર્જિત છે. ઉપાસક સ્વયં પણ શણગાર, વેશભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતા નથી. ધોતીની પાટલી બાંધતા નથી, રાત્રિભોજન કરતા નથી. પરંતુ તેઓ સચિત્ત આહારનો ત્યાગ કરતા નથી, કારણવશ સચિત્તનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે. (૭) સચિત્તાહારવર્જન પ્રતિમા ઃ- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, ઉપાસક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરે છે, પરંતુ તેઓ આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા :– પૂર્વોક્ત સર્ચ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં ઉપાસક સ્વયં આરંભ અથવા હિંસા કરતા નથી. આરંભ કરવાનો પૂર્ણ ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ આઠ મહિના છે.
--
(૯) પ્રેષ્ટત્યાગ પ્રતિમા :– પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં