Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બીજું સમવાય
બીજું સમવાય
|||||||||||P///
પરિચય :
બીજા સમવાયમાં બે સંખ્યા સંબંધિત કેટલાક તત્ત્વોનો વિચાર કરવામાં આવ્યો છે. બે પ્રકારનો દંડ, બે પ્રકારના બંધ, બે રાશિ, પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રોના બે તારા, નારકી અને દેવોની બે પલ્યોપમ અને બે સાગરોપમની સ્થિતિ, તથા બે ભવ કરીને મોક્ષે જનારા ભવસિદ્ધિક જીવોનું વર્ણન છે.
૨ નો વંકા વળત્તા, તં નહીં - અઠ્ઠાવંડે જેવ, અળદાવંડ વેવ । તુવે રાલી પળત્તા, તું બહા – ગીવાસી દેવ, અનીવાલી દેવ । તુવિષે બંધને પળત્તા, તં નહીં – રાબંધને વેવ, વોલનયને ચેવ |
ભાવાર્થ :- દંડ બે છે– અર્થદંડ અને અનર્થદંડ. રાશિ બે છે– જીવરાશિ અને અજીવ રાશિ. બંધન બે છે– રાગબંધન અને દ્વેષબંધન.
વિવેચન :
દંડના બે પ્રકાર છે– અર્થદંડ અને અનર્થદંડ. અર્થદંડ- સ્વયંના શરીરની રક્ષાને માટે, કુટુંબ, પરિવાર, દેશ, સમાજ અને રાષ્ટ્રના પાલન પોષણને માટે, જે હિંસારૂપ પાપ પ્રવૃતિ કરવામાં આવે, તે અર્થદંડ છે. અર્થદંડમાં કર્તવ્યથી ઉત્પ્રેરિત થઇને પ્રયોજનને સિદ્ધ કરવા માટે આરંભ કરવામાં આવે છે.
–
અનર્થદંડ – કોઇ પણ પ્રયોજન વિના નિરર્થક પાપ કરવું. અર્થદંડ અને અનર્થદંડને માપવાનું થર્મોમીટર વિવેક છે. કેટલાક કાર્ય પરિસ્થિતિ વિશેષથી અર્થરૂપ હોય છે. પરિસ્થિતિ પરિવર્તન થતાં તે જ કાર્ય અનર્થરૂપ પણ થઇ જાય છે. આચાર્ય ઉમાસ્વાતિએ અર્થ અને અનર્થ શબ્દની પરિભાષા કરતાં કહ્યું છે કે શ્રાવકો માટે ઉપભોગ, પરિભોગ થાય છે તે અર્થ રૂપ અને તેનાથી ભિન્ન જેમાં ઉપભોગ, પરિભોગ હોતો નથી તે અનર્થદંડ છે. આચાર્ય અભયદેવે પણ કહ્યું છે કે અર્થનો અભિપ્રાય "પ્રયોજન" છે. ગૃહસ્થ પોતાનાં ખેતર, ઘર, ધાન્ય, ધનની રક્ષા અથવા શરીરપાલન માટે પ્રવૃત્તિઓ કરે છે, તે દરેક પ્રવૃત્તિઓમાં આરંભ દ્વારા પ્રાણીઓનું ઉપમર્દન થાય છે, તે અર્થ દંડ છે. અર્થદંડથી વિપરીત કેવળ પ્રમાદ, કુતૂહલ, અવિવેકપૂર્વક નિષ્પ્રયોજન, નિરર્થક પ્રાણીઓનો વિઘાત કરવારૂપ પ્રવૃત્તિઓ અનર્થદંડ છે. સાધક અનર્થદંડથી નિવૃત્ત રહે.
તત્પશ્ચાત્ જીવરાશિ અને અજીવરાશિનું કથન છે. તેના ભેદ પ્રભેદોનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના
સૂત્રમાં છે.