Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજું સમવાય
[ ૧૭ ]
ગુપ્તિના ત્રણ પ્રકાર છે – મનોગુપ્તિ, વચનગુણિ, કાયગુપ્તિ. સરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં મનને રોકવું અથવા અશુભ ચિંતનથી, કષાયોથી મનને નિવૃત્ત કરવું, તે મનોગતિ છે. અસત્ય ભાષણ આદિથી નિવૃત્ત થવું અથવા મૌન ધારણ કરવું, તે વચન ગુપ્તિ છે. અસત્ય, કઠોર, આત્મશ્લાઘા રૂપ વચનોથી બીજાના મનનો ઘાત થાય છે, તેવા વચનનો નિરોધ કરવો જોઈએ, અજ્ઞાનવશ શારીરિક ક્રિયા દ્વારા ઘણાં જીવોનો ઘાત થાય છે, તેવી અકુશળ કાયિક ક્રિયાની પ્રવૃત્તિનો નિરોધ કરવો, તે કાયમુર્તિ છે.
સત્તિા – શલ્ય-કંટક. જે શરીરમાં લાગે, કાંટાની જેમ ખુંચે, અંતરમાં દુઃખનું વેદન કરાવે, તેને શલ્ય કહે છે. તેના ત્રણ પ્રકાર છે– માયા, નિદાન, મિથ્યાદર્શન કંટકતુલ્ય છે. માયા કપટ કર્યા પછી માયાચારીની માયા તેને અંદરથી પીડિત કરતી હોય છે કે કયાંય મારી માયા કે કપટ પ્રગટ ન થઇ જાય, તેથી માયા, શલ્ય રૂપ છે. દેવ આદિની ઋદ્ધિ, વૈભવ વગેરે જોઇને પોતાની તપસ્યાના ફળરૂપે તેની કામના કરવી, તે નિદાન શલ્ય છે. નિદાન કરનારનું ચિત્ત સદા સુખાદિ માટે વ્યાકુળ રહે છે, તે વ્યાકુળતા પીડારૂપ હોય છે. મિથ્યાદર્શનના પ્રભાવથી જીવ હંમેશાં પર પદાર્થમાં બેચેન રહે છે, જીવાદિ તત્ત્વોને કે ધર્મતત્ત્વને ઉલ્ટી રીતે કે ખોટી રીતે માને છે, સમજે છે. આ ખોટી માન્યતા કે ભ્રમ આત્મા માટે પીડા રૂપ છે માટે મિથ્યાદર્શન શલ્યરૂપ છે.
મારવા – ગૌરવ-ગર્વ. અભિમાન, લોભ વગેરે દ્વારા પોતાના આત્માને ભારે બનાવવો, તેને ગર્વ કહે છે. વૈભવાદિ દ્વારા પોતાને ગૌરવશાળી માનવો, તેને ઋધ્ધિ ગર્વ કહે છે. ઘી, દૂધ, મિષ્ટાન આદિ રસને ખાધા વિના હું ન રહી શકે અર્થાત તેના ખાવા પીવામાં ગૌરવનો અનુભવ કરવો, તેની પ્રાપ્તિ થતાં અભિમાન કરવું તેને 'રસગર્વ' કહે છે. મારાથી આ પરીષહ ઉપસર્ગ વગેરે સહન થતા નથી, હું ઠંડી ગરમી નહીં સહન કરી શકું, એવા પ્રકારની પોતાની સુખશીલતા બતાવવી તેમજ શાતાકારી સાધનો પ્રાપ્ત થતાં અભિમાન કરવું, તે 'શાતા' ગર્વ છે.
વિવાદ – વિરાધના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણે ય મોક્ષના માર્ગ છે. તેનું સમ્યક આચરણ ન કરવું. તેના અતિચાર કે દોષનું સેવન કરવું તે વિરાધના છે. શાસ્ત્રનો સ્વાધ્યાય ન કરવો અથવા સારી રીતે ન કરવો, જ્ઞાનના અતિચારોનું સેવન કરવું, તે જ્ઞાન વિરાધના છે. જિનેશ્વર ભાષિત તત્ત્વોમાં સંદેહ કરવો, સમ્યક્ શ્રદ્ધા ન કરવી, સમકિતના અતિચારોનું સેવન કરવું, તે દર્શન વિરાધના છે. સંયમાચાર કે શ્રાવકાચારનાં વ્રત નિયમોમાં દોષ સેવન કરવું તેનું સારી રુચિપૂર્વક પાલન ન કરવું તે ચારિત્ર વિરાધના છે. | २ | मिगसिर णक्खत्ते तितारे पण्णत्ते । पुस्स णक्खत्ते तितारे पण्णत्ते । जेट्ठा णक्खत्ते तितारे पण्णत्ते । अभीइ णक्खत्ते तितारे पण्णत्ते । सवण णक्खत्ते तितारे पण्णत्ते । अस्सिणी णक्खत्ते तितारे पण्णत्ते । भरणी णक्खत्ते तितारे पण्णत्ते । ભાવાર્થ :- મૃગશીર્ષ નક્ષત્રના ત્રણ તારા છે. પુષ્ય નક્ષત્રના ત્રણ તારા છે. જયેષ્ઠા નક્ષત્રના ત્રણ તારા છે. અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. શ્રવણ નક્ષત્રના ત્રણ તારા છે. અશ્વિની નક્ષત્રના ત્રણ તારા છે અને ભરણી નક્ષત્રના ત્રણ તારા છે.