________________
૧૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1104
અહીં વાપરી શકે છે, એટલે તમારો પ્રશ્ન જ ટકી નથી શકતો. શું તમે એમ કહેવાની હિમ્મત કરી શકો તેમ છો કે ઘરબાર એટલે દુનિયાદારીના વ્યવહારો પણ સામર્થ્ય વિના ચલાવી શકાય છે ? નહિ જ, કારણ કે તેમાં પણ સામર્થ્ય વિના નથી જ ચાલી શકતું. એટલે એ વગર સાધ્યું સિદ્ધ જ છે કે સામર્થ્યના જ અભાવે ધર્મની આચરણા નથી થતી એમ નથી, પણ અતિશય વિષયાસક્તિથી એ યોગ્યતા હણાઈ ગઈ છે, અને તેથી જ બધીયે વિષયાસક્તિજન્ય આપત્તિઓને ઘોળી પીધી છે. એના જ પ્રતાપે સકળ દુઃખના સ્થાનરૂપ ઘરવાસને એવા જોરથી પકડી લીધો છે કે તેને ગમે તેવા સદ્ગુરુઓનો સદુપદેશ છતાં, તે આત્માઓ તજી શકતા નથી. અન્યથા જ્ઞાનીઓ જે ઘરવાસને સારો નથી કહેતા તે સારો કેમ જ લાગે ? કહેવું જ પડશે કે વિષયાસક્તિથી.
સભા : પણ સાહેબ ! ગૃહસ્થાશ્રમ તો બીજા આશ્રમોના પાયારૂપ છે ને?
કોણે કહ્યું ? એ માન્યતા શ્રી જિનેશ્વરદેવના શાસનની નથી જ. જે ગૃહસ્થો ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સાધુ આદિની સેવા કરે છે, તે પ્રતાપ ગૃહસ્થાવાસનો જ છે કે ત્યાગની ભાવનાનો છે એ વિચારો. એ વિચારશો તો તમે સહેલાઈથી એ વાતને સમજી શકશો કે સકળ દુ:ખના સ્થાનરૂપ ગ્રહવાસને જે જીવો યોગ્યતા છતાંયે નથી તજી શકતા, તે પ્રતાપ મુખ્યતયા વિષયાસક્તિનો છે અને તેને પણ ઘસડી લાવનારી કર્મસત્તાનો છે ! સભા : આથી તો આપ પણ કર્મવાદને જ મુખ્ય બનાવી તેની જ પુષ્ટિ કરો છો કે
કાંઈ બીજું ? બીજું જ : કેમ કે હું તો કર્મવાદની પ્રબળતા સમજાવી, સમ્યગ્દષ્ટિ આત્માઓને શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ઉદ્યમવાદને જ આદરવાની પ્રેરણા કરી રહ્યો છું : કારણ કે શ્રી જિનશાસનમાં કર્મવાદની પ્રબળતા કર્મવાદને આધીન બનાવવા માટે નથી વર્ણવતી, પણ તેની પ્રબળતા સમજી અને સ્વીકારીને તેને તોડવા અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ઉદ્યમવાદનો સ્વીકાર કરવા માટે જ વર્ણવાય છે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સઘળાય વાદોને સ્થાન છે, પણ તે આત્માની મુક્તિ સાધવા માટે ! નહિ કે આત્માને સંસારમાં રૂલાવવા માટે!
આથી જ : કર્મસત્તાના યોગે ઉચ્ચ કે નીચ કુળમાં આવેલા પણ કર્મના ભારથી દબાયેલા જીવો, પોતામાં ધર્માચરણની યોગ્યતા હોવા છતાં પણ, વિષયોની ગાઢ આસક્તિને લઈને શારીરિક તથા માનસિક અનેક પ્રકારનાં દુઃખથી દુઃખિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org