________________
૯
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
શ્રી જિનેશ્વરદેવોને કેવળજ્ઞાન થયા બાદ ભલે ઇચ્છા ન હોય, તો પણ ઉપકાર થવાનો જ : માટે એ ઉપકારી તો કહેવાય જ. કોઈ કહે કે “ઉપકારની ભાવના નથી, તો ઉપકારી શાથી ?” – “ઉપકારની ભાવના ખાતર તો ઘોર તપશ્ચર્યા તપી, ઘોર ઉપસર્ગ શાંતિપૂર્વક સહી આત્માની ઉત્તમ પ્રકારની યોગ્યતા કેળવી અને દુનિયામાં કોઈ આત્માને ન મળે તેવા અતિશયો મેળવ્યા.” સર્વના સર્વ સંશયો એકીસાથે એક જ ક્ષણે છેદાય,-એવું તો જેમની સર્વ ભાષાનુગામિની વાણીમાં સામર્થ્ય છે ! આ તાકાત સામાન્ય કેવળીમાં નથી હોતી : જ્ઞાન-દર્શન સમાન, પણ આ બધા અતિશયો તો શ્રી તીર્થંકરદેવોને જ !
બીજા સર્વના મોક્ષની ભાવના ઉત્કટ થાય, ત્યારે તો તીર્થંકર-નામકર્મ નિકાચાય. “સવિ જીવ ક્યું શાસનરસી” એ ભાવનાના યોગે તીર્થંકર-નામકર્મને આધીન છે : અને એથી એવી પ્રવૃત્તિ થાય જ. જેટલા જેટલા સંયમ પામે, દેશવિરતિ પામે, સમ્યક્ત પામે, ધર્મ પામે, તે બધાના પ્રાપક એ ઉપકારી ! માટે તો સ્તવાય છે કે :
णमोत्थुणं xxx अभयदयाणं, चक्खुदयाणं, मग्गदयाणं, सरणदयाणं, बोहिदयाणं, धम्मदयाणं, धम्मदेसयाणं, धम्मनायगाणं, धम्मसारहीणं.
અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ અને ધર્મના આપનારા તથા ધર્મના દેશક, નાયક અને સારથિને નમસ્કાર હો !”
આ રીતે અનુપમ વસ્તુઓના દાતારના ઉપકારમાં શંકા કરે, તે શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યો જ નથી.
કેટલાક કહે છે કે “તીર્થકર સંઘ અથવા તીર્થ કેમ સ્થાપે ?” શાસ્ત્ર કહે છે કે “શ્રી તીર્થકર નામકર્મના યોગે સ્થાપે.' અને જે તીર્થકર નામકર્મ જગતને તારવા માટે છે, તે તીર્થમાં સ્થાપના ચારની કરી : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની. “તીર્થમાં બેની સ્થાપના ન કરતાં ચારની કેમ કરી ?” - એનો ઉત્તર એ જ કે “આ ચારે રહેવાના હતા માટે : રાખવા હતા માટે નહિ ! સાધુપદ બધા ન પામી શકે, માટે જ પાછળના બે રાખ્યા હતા.' નિર્ગથ ધર્મ :
સભા : તો તો બધો નિગ્રંથ ધર્મ થઈ જાય !
અલબત્ત, એમાં પૂછવું શું ? નિગ્રંથ ધર્મ જ છે. તમારામાં પણ જેટલી નિગ્રંથતા અગર તેની જેટલી રૂચિ, તેટલો જ ધર્મ ! સમજ્યની પ્રાપ્તિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org