________________
159
- ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 - ૧૭૯ તે કે જેનો મિથ્યાત્વ-મળ નથી ગયો, પણ માર્ગ તરફ સદ્ભાવ છે. કહે કે શાસ્ત્ર ગહન છે અને મતિ તો અલ્પ છે. માર્ગાનુસારીપણું પણ બહુ કઠિન છે : તેનામાં ભદ્રિકપણું જોઈએ : ધર્મશ્રવણ પ્રત્યે પૂર્ણ રૂચિ હોય : એવા આત્મામાં વિનયાદિ ગુણો તો સહજ હોય : કારણ કે અર્થીપણા સાથે તે ગુણો પ્રતિબદ્ધ છે. પૈસા કમાનારામાં વિવેક કેટલો છે ? તેનામાં નમ્રતા, વિનય, શાંતિ, ક્ષમા, સલામ ભરવાની રીત, પગે પડવું, પગની ધૂળ ચાટવાની રીત, આ બધું આવી જાય છે : એ બધું કોણે શિખવાડ્યું ? સારો મહેમાન આવે તો એની પાછળ પાછળ ફરવું, એ કોણે શિખવાડ્યું? સાહેબ પાસે કેવી રીતે જવાય ?, કેવી રીતે ઊભા રહેવાય? એ જાણો છો ને ? એ તો ના જાણતા હો તો પણ જાણી જ લેવું પડે, કારણ કે શેરો ખોટો મારે તો બાર વાગી જાય : ત્યાં પ્રમાદ જરાય ન હોય : ત્યાં તો વગર કહ્યું સતર્ક બની જાવ : માટે જ કહું છું કે “ધર્મના અર્થી બનો તો નમ્રતા, શાંતિ, લઘુતા, વિનય, વિવેક, બહુમાન, બધાય ગુણો દોડી દોડીને તમારામાં આવશે : લેવા નહિ જવા પડે. જે ગુણો દુનિયામાં કેળવો છો, સાહેબ પાસે જે વિનય કરો છો, એ બધું દેવ-ગુરુ પાસે કરો તો કામ થઈ જાય. પણ આ તો ‘ત્યાં આડું અવળું ન જોવાય અને અહીં તો યથેચ્છ રીતે વર્તાય.” આ દશા હોય ત્યાં શું થાય ?
આજનો ભણેલો ઑફિસમાં હોય તો ઑફિસનું છ કલાક કામ કરી, સાહેબ પાસે જાય ત્યારે કેવો ધીમે પગલે જાય ? કારણ કે બૂટ પહેરવા અને અવાજ કરવો નહિ. સાહેબ કામમાં હોય, ઊંચી આંખ ન કરે, ત્યાં સુધી સામે ઊભો રહે : બોલાય પણ નહિ અને સાહેબ જુએ તો જોઈ જાય માટે આડું-અવળું પણ ન જોવાય : સહી કરો એમ પણ ન કહેવાય. કેવી કફોડી દશા ? ઊભા જ રહેવું પડે : એને એમ જ થાય કે “ક્યારે સાહેબ જુએ, કાગળ હાથમાં લે, સહી કરે અને છૂટું ! આ કાંઈ સ્વતંત્રતા છે ? જો અર્થ-કામમાં પડેલા સ્વતંત્ર રહી શકતા હોત, તો જ્ઞાનીને આ બતાવવું ન પડત. ખરી ગુલામી જ અર્થ-કામની આસક્તિમાં છે. ત્યાં સ્વતંત્રતા એ તો
ન ભૂતો ન ભવિષ્યતિ.” આપણો મુદ્દો તો એ જ છે કે “અર્થીપણાથી બધું આવે. નાના શ્રીમાનનું ઘર કાંઈ મોટા શ્રીમાન ભરતા નથી, છતાં નાનો શ્રીમાન શેહમાં શું કામ દબાય છે ? વખતે કામ પડે : માટે મહેરબાની હોય તો સારું : એ માટે ઠપકો આપે તો પણ ગમ ખાઈ ગળી જાય ! આ અર્થ-કામની લાલસા કે કંઈ બીજું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org