Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 292
________________ ૨૬૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 264 સહવાસીઓને પણ પવિત્ર બનાવે : આ આચારને સંપૂર્ણપણે જીવનમાં ઉતારનાર તરફથી પ્રાણીમાત્રને અભયદાન મળે : આ આચારને સંપૂર્ણપણે અંગીકાર કરનાર તરફથી-એટલે સર્વવિરતિથી પ્રાણીમાત્રને અભયદાન મળે : એ પવિત્ર આત્મા તરફથી એકેન્દ્રિયો પણ નિર્ભય બને : એકેન્દ્રિય જીવો માટે પણ એવી કાળજી છે કે ભલે એનું ભલું આપણે ન કરી શકીએ, પણ આપણાથી તે જીવોને પીડા તો ન જ થાય, કેમ કે ભલાનો આધાર તો સામાની યોગ્યતા ઉપર છે. એમાં ભલું કરનારનું એકલાનું ચાલતું નથી. શ્રી તીર્થંકરદેવ જેવા ઉપકારી પણ, સાંભળવાની તાકાત વગરના અસંજ્ઞી પર, તેમજ દુર્ભવી કે અભવી ઉપર શો ઉપકાર કરી શકે ? ભલું કરવાની ભાવના તો ઊંચામાં ઊંચી, પણ સામામાં યોગ્યતા હોય તો ભલું કરી શકાય. અકીમતી ચીજને કારીગર કીમતી બનાવે, પણ ચીજમાં યોગ્યતા તો હોવી જોઈએ ને ? લાકડાની ગાંઠ લાવીને કારીગર પાસે મૂકે, તો કારીગરનાં હથિયાર પણ ભાંગી જાય : ત્યાં કારીગર શું કરે ? સામો આત્મા ઉપકારને યોગ્ય હોય તો ઉપકારી ઉપકાર કરી શકે. “સર્વેષાં શુમં ભવતું' - “સર્વનું શુભ થાઓ !- ભાવનામાં તો આ હોય, પણ એ ભાવનાનો અમલ અયોગ્ય ઉપર કદી થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. જો એમ અમલ થતો હોત, તો શ્રી તીર્થંકરદેવ કોઈને છોડીને જાત જ નહિ. બધાને મુક્તિએ પહોંચાડવા જ એ તો ઇચ્છતા હતા, પણ એમણે જોયું કે ઉપકાર તો અમુક ઉપર જ થાય : યોગ્યતાના પ્રમાણમાં જ થાય. “ગણધર અગિયારને જ કેમ બનાવ્યા ? બીજાને કેમ નહિ ? ઉત્તર એ જ કે “અન્યમાં તેવી યોગ્યતા નહોતી. “અમુકને મુનિ બનાવ્યા, અમુકને કેમ નહિ ?' અહીં પણ એ જ ઉત્તર કે યોગ્યતા નહોતી. એ ખરું કે યોગ્યતાને ખીલવવા માટે શ્રી તીર્થંકરદેવ અપૂર્વ નિમિત્ત છે એવું નિમિત્ત દુનિયાભરમાં બીજું એક પણ નથી : જેટલાં નિમિત્તો છે, તેને સેવવાં જોઈએ અને તે દ્વારા એ યોગ્યતા કેળવવી જોઈએ. શ્રી તીર્થંકરદેવ કાંઈ હાથોહાથ કેવળજ્ઞાન આપતા નથી. એટલા માટે તો કહેવાય છે કે “કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પ્રગટ થયું.” -પણ “કોઈએ આપ્યું -એમ નથી કહેવાતું : ઔપચારિક ભાષાથી “આપ્યું'-એમ પણ કહી શકાય. કેવળજ્ઞાન આત્મામાં છે, પણ જડ કર્મના સંસર્ગથી દબાયેલું છે અને તેને કર્મના સંસર્ગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306