Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ સ્થાન પણ ગુનો થાય તેવું નહોતું, ખુદ ભગવાન સમવસરણમાં વિદ્યમાન હતા ત્યાં વિકાર તો સંભવે નહિ, અરે વિકાર હોય તો પણ જાય, છતાં આચાર તો હોય તે જ ઘટે : માટે એ ગુનાનો ઉપાલંભ દેવામાં આવ્યો. ૨૭૦ શ્રીમતી ચંદનબાલાજી ગુરુણી છે અને શ્રીમતી મૃગાવતીજી શિષ્યા છે. સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વાંદવા આવ્યા, એ પ્રસંગની આ વાત છે. શ્રીમતી ચંદનબાલાજીએ શ્રી મૃગાવતીજીને ઠપકો દીધો. એ ઠપકો એટલા પૂરતો હતો કે ફરીને આવો પ્રમાદ ન થાય. શ્રીમતી ચંદનબાલા તો બે શબ્દ કહેવા જોગા કહી નિદ્રાગ્રસ્ત થઈ ગયાં, કેમ કે એમના મનમાં બીજું કંઈ હતું જ નહિ : પણ મૃગાવતીજીને એમ લાગ્યું કે ‘ગુરુણી ગુસ્સે થયાં, મારી સાથે બોલતાં નથી, હું શિષ્યા, મારી ફરજ કઈ ?' જુઓ, ફરજનો વિચાર સમજો. ‘ગુરુણીને કષાયમાં જોડવાની મારી ફરજ હોય ?' મારી ખાતર ગુરુણીજીની આ દશા ? ગુરુણીજીને મારે તેમના સંયમમાં સહાયક યા સેવક બનવું કે આવી રીતે કષાય ઉત્પન્ન કરાવવો ? બસ, જ્યાં સુધી ગુરુણીજી બોલે નહિ, ત્યાં સુધી એમના પગમાંથી મારે માથું ઊંચકવું નહિ. પગમાં માથું મૂકી ક્ષમાપના કરવા માંડી. એવી ક્ષમાપના કરી કે ક્ષપકશ્રેણિએ ચડી કેવળજ્ઞાન પામ્યાં. આ ફરજ અને ફરજ બજાવવાનું આ પરિણામ. સમ્યગ્દષ્ટિને ફરજ બજાવતાં બીજાને લાભ થાય કે ન થાય, પણ પોતાને તો અવશ્ય થાય જ. સામો આત્મા પણ જો સુયોગ્ય હોય તો સામાને પણ જરૂર લાભ થાય જ. આ તો સામે પણ શ્રીમતી ચંદનબાલાજી છે, એટલે પછી પૂછવાનું જ શું ? શ્રી મૃગાવતીજી ગુરુણીના ચરણકમલમાં જ સ્થિર છે. એટલામાં જ ગુરુણીજી ત૨ફ આવતા કૃષ્ણ સર્પને જોયો : તે સર્પ શ્રી ચંદનબાલાજીના હાથે ડસી ન જાય, માટે હાથ ઊંચકીને સંથારામાં મૂક્યો, કે તરત જ શ્રી ચંદનબાલાજી જાગી ગયાં અને પૂછ્યું-“કેમ મારો હાથ ઊંચક્યો ?” ઉત્તરમાં શ્રી મૃગાવતીજીએ સર્પ હોવાનું જણાવ્યું. શ્રી ચંદનબાલાજી : ‘આવી અંધારી રાત્રિમાં સર્પ જોયો શી રીતે ?’ 270 શ્રી મૃગાવતીજી : ‘આપની કૃપાથી.’ જુઓ, કેટલી મર્યાદા ! કેવળજ્ઞાન થયું છે, છતાં પણ એ વાત કહેતાં નથી, અને ઊલટું કહે છે કે ‘આપની કૃપાથી !’ કેવી સુંદર મર્યાદા છે ! શ્રી ચંદનબાલાજી : ‘શું જ્ઞાન થયું ?’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306